પ્રધાનમંત્રીએ આનંદકુમાર વેલકુમારને સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં સુવર્ણ ચંદ્રક જીતવા અને સ્કેટિંગમાં ભારતના પ્રથમ વિશ્વ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા
September 16th, 08:47 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં સિનિયર પુરુષોની 1000 મીટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ આનંદકુમાર વેલકુમારને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું, તેમની હિંમત, ગતિ અને જુસ્સાએ તેમને સ્કેટિંગમાં ભારતના પ્રથમ વિશ્વ ચેમ્પિયન બનાવ્યા છે. તેમની સિદ્ધિ અસંખ્ય યુવાનોને પ્રેરણા આપશે.