મંત્રીમંડળે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs)ના અપગ્રેડેશન માટેની રાષ્ટ્રીય યોજના અને કૌશલ્ય વિકાસ માટે પાંચ રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપનાને મંજૂરી આપી

May 07th, 02:07 pm

ભારતમાં વ્યાવસાયિક શિક્ષણમાં પરિવર્તન લાવવાની દિશામાં એક મોટા પગલામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) અપગ્રેડેશન અને કૌશલ્ય વિકાસ માટે પાંચ (5) રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપના માટેની રાષ્ટ્રીય યોજનાને મંજૂરી આપી છે.