ઇન્ડોનેશિયામાં સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 07th, 11:47 pm
આજે મારું સંબોધન શરૂ કરતા પહેલા, હું રાષ્ટ્રપતિ પ્રબોવોનો તેમના સ્નેહ અને શબ્દો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.પ્રધાનમંત્રીએ જકાર્તામાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા
July 07th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જકાર્તામાં ભારતીય સમુદાયના એક સ્વાગત સમારોહમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમના આગમન પર, ભારતીય પ્રવાસીઓ અને ભારતના ઇન્ડોનેશિયન મિત્રોની વિશાળ જનમેદની દ્વારા તેમનું ભવ્ય અને ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક વિશેષ આદરના પ્રતીક રૂપે, ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પ્રબોવો સુબિયાન્ટો પણ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે જોડાયા હતા.પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત પ્રોત્સાહનોનું વિતરણ કરતી વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 19th, 05:15 pm
મંત્રીમંડળના મારા સાથી શ્રી મનસુખ માંડવિયાજી, બહેન શોભાજી, દેશના વિવિધ ભાગોના અલગ-અલગ કાર્યક્રમોમાં જોડાયેલા, ટેકનોલોજીથી જોડાયેલા તમામ મહાનુભાવ, અને જેમ હમણાં મંચ સંચાલક જણાવી રહ્યા હતા કે, 200 સ્થાનો પર આશરે બે લાખ લોકો અત્યારે આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયેલા છે, હું તે બધાને પણ ભલે દૂરથી જ સાચું, પરંતુ દિલથી આપ સૌને મારી શુભેચ્છાઓ આપું છું. ઉદ્યોગ જગત સાથે પણ જોડાયેલા બહુ બધા મહાનુભાવ હું આજે અહીં જોઈ રહ્યો છું, અને યુવા સાથીઓનો ઉત્સાહ તો ધ્યાનમાં આવે જ આવે છે, આટલી મોટી સંખ્યામાં.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું
June 19th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ અને હિતધારકોને સંબોધિત કર્યા હતા, અને ભારતના યુવાનોને સશક્ત બનાવવા તથા દેશભરમાં રોજગાર નિર્માણને વેગ આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી મોદીએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY) હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું હતું, જે ભારત સરકારની આ ફ્લેગશિપ રોજગાર-લિંક્ડ પ્રોત્સાહન યોજનાના અમલીકરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને વિવિધ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષા કવચનો વિસ્તાર કરે છે. આ પ્રોત્સાહને દેશભરમાં 15 લાખ રોજગારીની તકોના નિર્માણને ટેકો આપ્યો છે.પ્રધાનમંત્રી 19 જૂનના રોજ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનનું વિતરણ કરશે
June 17th, 03:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 જૂન, 2026 ના રોજ સાંજે 5 વાગ્યે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે યોજાનારા એક વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY) હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહક લાભોનું વિતરણ કરશે.સ્લોવાકિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત અખબારી નિવેદન દરમિયાન ભારતના પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન
June 15th, 03:00 pm
ભારત-યુરોપીયન સંઘ મુક્ત વેપાર કરારને અંતિમ રૂપ આપવામાં સ્લોવાકિયા તરફથી મળેલા સહયોગ માટે હું પ્રધાનમંત્રીજીનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. અમે તેના વહેલામાં વહેલા અમલીકરણ માટે કામ કરીશું જેથી બંને દેશોના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને વેપારીઓ આનો મહત્તમ લાભ ઉઠાવી શકે.સાયપ્રસ રિપબ્લિકના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત અખબારી નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન
May 22nd, 01:00 pm
ભારત અને સાયપ્રસની મિત્રતા મજબૂત પણ છે અને ભવિષ્યવાદી (ફ્યુચરિસ્ટિક) પણ છે. લોકશાહી અને કાયદાના શાસન જેવા મૂલ્યોમાં સહિયારો વિશ્વાસ, આપણી ભાગીદારીનો આધાર છે. આપણે તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરીએ છીએ. ભારત આ સિદ્ધાંતો પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આગળ પણ રહેશે.ભારત-ઇટાલી સંયુક્ત ડેક્લેરેશન
May 20th, 10:28 pm
ઇટાલિયન રિપબ્લિકના મંત્રી પરિષદના અધ્યક્ષ (પ્રધાનમંત્રી) જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 19-20 મે 2026 ના રોજ ઇટાલીની સત્તાવાર મુલાકાત લીધી હતી. જી7 (G7) શિખર સંમેલન માટે જૂન 2024 માં પ્રધાનમંત્રી મોદીની ઇટાલી મુલાકાત અને વર્ષ 2023 માં જી20 (G20) શિખર સંમેલન માટે પ્રધાનમંત્રી મેલોનીની ભારત મુલાકાત બાદ યોજાયેલી આ મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ પૂરી પાડી છે. બંને નેતાઓએ ભારત-ઇટાલી સંબંધોને 'વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી' (સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ) ના સ્તર સુધી લઈ જવાનો નિર્ણય કર્યો હતો.ગુવાહાટી, આસામમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 13th, 05:30 pm
મુર મરોમોર ગુવાહાટી બાશી રાઈઝ, આપુનાલોકક મોઈ મુર, આંતોરિક નમોશ્કાર જોનાઈશુ। આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી સર્બાનંદ સોનોવાલજી, ઉપસ્થિત રાજ્ય સરકારના તમામ મંત્રીગણ, જનપ્રતિનિધિગણ, દેશભરમાંથી ટેકનોલોજીના માધ્યમથી, આ કાર્યક્રમમાં જોડાયેલા આપણા તમામ અન્નદાતા સાથી, ટી-ગાર્ડનમાં કામ કરતા મારા ભાઈ-બહેન, અને હું જોઈ રહ્યો છું કે ઘણા સિનિયર આપણા તમામ મુખ્યમંત્રીજી પણ આજે આપણી સાથે આ કાર્યક્રમમાં દેશના ખૂણે-ખૂણેથી જોડાયેલા છે, મારા સૌને નમસ્કાર.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટી, આસામમાં ₹1,94,800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો; દેશભરના કરોડો ખેડૂતોને ₹18,000 કરોડથી વધુની PM કિસાન સન્માન નિધિ જાહેર
March 13th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુવાહાટી, આસામમાં આશરે ₹1,94,800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ ગુવાહાટીમાં એક ભવ્ય જનસભાને સંબોધિત કરી અને શહેરના લોકોને હાર્દિક અભિવાદન પાઠવ્યું. તેમણે દેશભરમાંથી જોડાયેલા ખેડૂતો તેમજ ચાના બગીચાઓમાં કામ કરતા ભાઈઓ અને બહેનોનું પણ અભિવાદન કર્યું. પ્રધાનમંત્રીએ નવરાત્રિની પૂર્વ સંધ્યાએ મા કામાખ્યાની પવિત્ર ભૂમિ પર હોવા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી. મને નવરાત્રિ શરૂ થાય તે પહેલાં મા કામાખ્યાની આ પવિત્ર ભૂમિ પર તમારા દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું છે, શ્રી મોદીએ કહ્યું.પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની મલેશિયા મુલાકાત
February 08th, 11:05 am
ભારત પ્રજાસત્તાક સરકાર અને મલેશિયા સરકાર વચ્ચે ઓડિયો-વિઝ્યુઅલ સહ-ઉત્પાદન કરારમલેશિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય
February 08th, 08:35 am
સૌ પ્રથમ હું મારા નજીકના મિત્ર પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ગત વર્ષે, હું ASEAN સમિટ માટે મલેશિયા આવી શક્યો ન હતો. પરંતુ મેં મારા પ્રિય મિત્રને વચન આપ્યું હતું કે હું શક્ય તેટલી વહેલી તકે મલેશિયાની મુલાકાત લઈશ. અને આજે 2026ના મારા પ્રથમ વિદેશ પ્રવાસ પર, હું મલેશિયા આવ્યો છું.ભારતના પ્રધાનમંત્રીની મલેશિયાની સત્તાવાર મુલાકાત અવસર પર ભારત-મલેશિયા સંયુક્ત નિવેદન
February 08th, 08:30 am
ભારત પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ દાતો' સેરી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર, મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 7 થી 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન મલેશિયાની સત્તાવાર મુલાકાત લીધી. આ મુલાકાત બંને દેશો વચ્ચેની ઊંડી મિત્રતા અને સભ્યતા પર આધારિત લોકો-થી-લોકોના સ્થાયી સંબંધોને પ્રતિબિંબિત કરે છે. તે ભારત-મલેશિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત અને વિસ્તૃત કરવા માટે બંને નેતાઓની સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે.આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી ખાતે શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 19th, 11:00 am
શ્રી સત્ય સાંઈ બાબાનું આ જન્મશતાબ્દી વર્ષ ફક્ત આપણી પેઢી માટે ઉજવણી નથી; તે એક દૈવી આશીર્વાદ છે. ભલે તેઓ હવે શારીરિક રીતે આપણી વચ્ચે હાજર નથી, તેમના ઉપદેશો, તેમનો પ્રેમ અને તેમની સેવાની ભાવના લાખો લોકોને માર્ગદર્શન આપી રહી છે. 140થી વધુ દેશોમાં લાખો લોકો નવા પ્રકાશ, નવી દિશા અને નવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો
November 19th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ સાંઈ રામથી પોતાના ભાષણની શરૂઆત કરી અને કહ્યું કે પુટ્ટપર્થીની પવિત્ર ભૂમિ પર દરેકની વચ્ચે હાજર રહેવું એ એક ભાવનાત્મક અને આધ્યાત્મિક અનુભવ હતો. તેમણે યાદ કર્યું કે તેમને તાજેતરમાં બાબાની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવાની તક મળી હતી. શ્રી મોદીએ ભાર મૂક્યો કે બાબાના ચરણોમાં નમન કરવાથી અને તેમના આશીર્વાદ મેળવવાથી હૃદય હંમેશા ગહન લાગણીઓથી ભરાઈ જાય છે.સંસદના ચોમાસુ સત્ર 2025ના પ્રારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 21st, 10:30 am
આ ચોમાસું સત્ર રાષ્ટ્ર માટે ખૂબ જ ગર્વનું સત્ર છે. આ ચોમાસું સત્ર રાષ્ટ્ર માટે વિજય ઉજવણીનું એક સ્વરૂપ છે. અને જ્યારે હું કહું છું કે આ સત્ર રાષ્ટ્રીય ગૌરવ અને વિજય ઉજવણીનું સત્ર છે, ત્યારે સૌ પ્રથમ હું કહેવા માંગુ છું કે, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પ્રથમ વખત ભારતીય ત્રિરંગો ધ્વજ લહેરાવવો એ દરેક દેશવાસી માટે ગર્વની ક્ષણ છે. આ એક સફળ યાત્રા રહી છે જેણે દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, નવીનતા પ્રત્યે નવો ઉત્સાહ અને ઉમંગ જગાવ્યો છે. હવે સમગ્ર સંસદ, લોકસભા અને રાજ્યસભા બંને ગૃહો, દેશવાસીઓ એક સ્વરમાં એક થઈને ગર્વ અનુભવશે, એક સ્વરમાં તેના ગુણગાન ગાશે, જે ભવિષ્યના કાર્યક્રમો માટે પ્રેરણા અને પ્રોત્સાહન પણ હશે જે ભારતને અવકાશમાં નવી ઊંચાઈઓ પર લઈ જશે.ચોમાસુ સત્ર 2025ના પ્રારંભ સમયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નિવેદન
July 21st, 09:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદ સંકુલમાં ચોમાસુ સત્ર 2025ની શરૂઆત પહેલા મીડિયાને સંબોધન કર્યું હતું. ચોમાસુ સત્રમાં સૌનું સ્વાગત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ચોમાસુ નવીનતા અને નવીનીકરણનું પ્રતીક છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે દેશભરમાં વર્તમાન હવામાન પરિસ્થિતિઓ અનુકૂળ રહે છે અને કૃષિ માટે ફાયદાકારક આગાહી રજૂ કરે છે. તેમણે કહ્યું હતું કે વરસાદ માત્ર ગ્રામીણ અર્થતંત્ર અને દેશના એકંદર આર્થિક માળખામાં જ નહીં, પરંતુ દરેક પરિવારના નાણાકીય સુખાકારીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શ્રી મોદીએ કહ્યું હતું કે વર્તમાન માહિતીના આધારે, છેલ્લા દસ વર્ષની સરખામણીમાં આ વર્ષે જળાશયોનું સ્તર ત્રણ ગણું વધ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વધારાથી આવનારા દિવસોમાં ભારતના અર્થતંત્ર માટે નોંધપાત્ર ફાયદા થશે.પ્રધાનમંત્રીનું ત્રિનિદાદ અને ટોબેગોની સંસદના સંયુક્ત સત્રમાં સંબોધન
July 04th, 09:30 pm
હું ભારતના 1.4 અબજ લોકો તરફથી શુભેચ્છાઓ લઈને આવ્યો છું. હું ઘાનાના લોકો તરફથી પણ હાર્દિક શુભેચ્છાઓ લઈને આવ્યો છું, જે દેશની મેં અહીં આવતા પહેલા મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યુ
July 04th, 09:00 pm
ગૃહને સંબોધતા પ્રધાનમંત્રીએ વિશ્વના સૌથી મોટા લોકશાહીના સભ્યોને ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે T&Tના લોકોનો તેમને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ભારતીય લોકશાહીની જીવંતતા વિશે વિગતવાર જણાવતા, તેમણે કહ્યું કે લોકશાહીની માતા તરીકે, ભારતે લોકશાહીને તેની સંસ્કૃતિ અને જીવનનો અભિન્ન ભાગ બનાવ્યો છે. તેમણે કહ્યું કે આ અભિગમથી ભારતની વિવિધતા ખીલી અને સમૃદ્ધ થઈ છે અને તમામ મંતવ્યો સહઅસ્તિત્વ ધરાવે છે અને સંસદીય ચર્ચા અને જાહેર ચર્ચાને સમૃદ્ધ બનાવે છે.ભારત-પોલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણ માટે કાર્યયોજના (2024-2028)
August 22nd, 08:22 pm
22 ઓગસ્ટ, 2024 ના રોજ વોરસોમાં યોજાયેલી વાટાઘાટો દરમિયાન ભારત અને પોલેન્ડના વડા પ્રધાનો દ્વારા યોજાયેલી સર્વસંમતિના આધારે અને વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના દ્વારા રચાયેલા દ્વિપક્ષીય સહકારમાં ગતિને માન્યતા આપીને, બંને પક્ષો પાંચ વર્ષની એક્શન પ્લાન ઘડવા અને અમલમાં મૂકવા સંમત થયા હતા, જે વર્ષ 2024-2028 માં દ્વિપક્ષીય સહયોગને પ્રાથમિકતા તરીકે માર્ગદર્શન આપશે: