Prime Minister condoles the passing of legendary playback singer S. Janaki Amma

July 12th, 09:33 am

The Prime Minister, Shri Narendra Modi, has expressed deep grief over the passing of distinguished playback singer S. Janaki Amma.

Prime Minister expresses grief over boat accident involving Indian nationals near Phu Quoc, Vietnam

July 11th, 06:31 pm

The Prime Minister, Shri Narendra Modi, has expressed deep grief over the tragic boat accident involving Indian nationals near Phu Quoc, Vietnam.

Prime Minister visits the UNESCO World Heritage Prambanan Temple Complex

July 08th, 01:46 pm

PM Modi and Indonesian President Prabowo Subianto visited the iconic UNESCO World Heritage site Prambanan Temple Complex in Indonesia. The two leaders unveiled a plaque marking the commencement of the ASI's conservation and restoration project at the temple complex. India’s support for the restoration of the Prambanan Temple reflects its enduring commitment to preserving shared civilizational heritage.

Prime Minister shares Sanskrit Subhashitam highlighting the strength of courage and resilience

July 08th, 07:48 am

PM Modi shared a Sanskrit Subhashitam emphasising that courage is a nation's greatest strength. He said steadfast resolve enables the country to remain united through challenges and continue progressing towards prosperity and self-reliance.

Prime Minister conferred ‘Bintang Adipurna of the Republic of Indonesia,’ the highest civilian award of the nation, by the President of Indonesia

July 07th, 03:27 pm

PM Modi was conferred the 'Bintang Adipurna of the Republic of Indonesia', the country's highest medal of honour, by Indonesian President Prabowo Subianto in recognition of his leadership and exceptional contribution to strengthening India-Indonesia relations. The PM dedicated the award to the people of India and Indonesia and to the enduring civilisational ties between the two countries.

પ્રધાનમંત્રીએ કીકો ફુજીમોરીને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા

July 04th, 01:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીમતી કીકો ફુજીમોરીને પેરુવિયન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. ભારત અને પેરુ વચ્ચે લાંબા સમયથી ચાલતા મૈત્રીપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમના નિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પી

July 04th, 01:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદને તેમના નિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. શ્રી નરેન્દ્ર મોદીએ નોંધ્યું હતું કે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, આધ્યાત્મિક પરંપરાઓ અને રાષ્ટ્રીય ચેતનાને વૈશ્વિક ઓળખ અપાવવામાં સ્વામી વિવેકાનંદજીનું અજોડ યોગદાન પેઢીઓને પ્રેરણા આપતું રહે છે. તેમનું ગહન જ્ઞાન અને કાલાતીત આદર્શો દેશભરના લાખો યુવાનો માટે માર્ગદર્શક બળ બની રહ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમનો આધ્યાત્મિક સંદેશ વિકસિત ભારતના નિર્માણના સામૂહિક સંકલ્પમાં રાષ્ટ્રને પ્રેરણા અને ઊર્જા આપતો રહેશે

પવિત્ર શ્રી અમરનાથ યાત્રાના શુભારંભ પર પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કરીને શિવભક્તોને શુભેચ્છાઓ પાઠવી

July 03rd, 03:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે, જેમાં આજથી શરૂ થઈ રહેલી પવિત્ર શ્રી અમરનાથ યાત્રા પર શિવભક્તોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે:

પ્રધાનમંત્રીએ અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને પત્ર લખ્યો, પવિત્ર તીર્થયાત્રાને પાંચ સંકલ્પો સાથે જોડી

July 03rd, 03:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાર્ષિક અમરનાથ યાત્રા કરી રહેલા ભક્તોને તેમની શુભકામનાઓ પાઠવી છે અને આશા વ્યક્ત કરી છે કે તેમની તીર્થયાત્રા દરેક રીતે સુરક્ષિત અને મંગલમય રહે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, બાબા બર્ફાનીના દર્શન સાથે જોડાયેલી અમરનાથ યાત્રા આપણી આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક એકતાનો એક શાશ્વત અધ્યાય છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ પર ડોક્ટરોને શુભેચ્છા પાઠવી

July 01st, 12:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે દેશભરના ડોક્ટરોને શુભેચ્છા પાઠવી અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની અતૂટ સેવા, કરુણા અને સમર્પણ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

'ડિજિટલ ઇન્ડિયા'ના 11 વર્ષ પૂર્ણ થવા પર, પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પહેલે શાસનમાં પરિવર્તન લાવ્યું છે, નાગરિકોને સશક્ત બનાવ્યા છે અને 'વિકસિત ભારત'નો પાયો મજબૂત બનાવ્યો છે

July 01st, 12:04 pm

શ્રી મોદીએ જણાવ્યું હતું કે ડિજિટલ ઈન્ડિયાએ શાસનને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને નાગરિક-કેન્દ્રિત બનાવીને પુનઃવ્યાખ્યાયિત કર્યું છે અને સાથે જ દેશભરમાં સર્વાંગી વિકાસને વેગ આપ્યો છે. તેમણે નોંધ્યું હતું કે આ પહેલે જીવનના દરેક પાસાને સ્પર્શ કર્યો છે, જેમાં સીમલેસ ડિજિટલ ચૂકવણી અને પારદર્શક ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી લઈને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ સુધીનો સમાવેશ થાય છે, જેણે ટેક્નોલોજીને ઇઝ ઓફ લિવિંગ વધારવા માટેનું એક શક્તિશાળી સાધન બનાવ્યું છે.

પ્રધાનમંત્રી શ્રીએ શ્રીમતી વિજયા મહેતાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

July 01st, 11:41 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીમતી વિજયા મહેતાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રીમતી વિજયા મહેતાજી આધુનિક મરાઠી રંગભૂમિના પ્રણેતા હતા, જે તેમની સર્જનાત્મકતા અને કલાત્મક શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા. તેમના કાર્યે અભિનેતાઓ, દિગ્દર્શકો અને રંગભૂમિપ્રેમીઓની અનેક પેઢીઓને પ્રેરણા આપી છે.

પ્રધાનમંત્રીએ હૂલ દિવસ પર બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પી

June 30th, 06:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હૂલ દિવસ નિમિત્તે વિદેશી શાસનના અન્યાય સામે અડગ રહેનારા સિદો-કાન્હુ, ચાંદ-ભૈરવ અને ફૂલો-ઝાનો જેવા તમામ બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે આદિવાસી ગૌરવ અને સન્માનના રક્ષણ માટે તેમના સંઘર્ષ અને બલિદાનની વાર્તા દેશવાસીઓના હૃદયમાં નવી ઉર્જાનો સંચાર કરતી રહેશે.

પ્રધાનમંત્રીએ દરેક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એકતા પર ભાર મૂકતા સંસ્કૃત સુભાષિત શેર કર્યું

June 30th, 11:00 am

આ સુભાષિત એ વાત પર ભાર મૂકે છે કે જ્યારે આપણા સંકલ્પો, વિચારો અને લાગણીઓ એક થઈ જાય છે, ત્યારે દરેક પ્રયાસ સફળ થાય છે, અને આપણે ભારતવર્ષના દરેક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એકતા સાથે આગળ વધવું જોઈએ.

સેશેલ્સની નેશનલ એસેમ્બલીમાં પ્રધાનમંત્રીનું સંબોધન

June 28th, 05:00 pm

પ્રધાનમંત્રી તરીકે મેં હિંદ મહાસાગર ક્ષેત્રના જે પ્રથમ દેશની મુલાકાત લીધી હતી તે 2015 માં સેશેલ્સ હતો. પ્રધાનમંત્રી તરીકે આ મારી આફ્રિકાની પણ પ્રથમ મુલાકાત હતી. હું અહીં એટલા માટે આવ્યો હતો કારણ કે હું માનતો હતો કે હિંદ મહાસાગર માટેના ભારતના વિઝનમાં સેશેલ્સ એક વિશેષ સ્થાન ધરાવે છે. આજે, એક દાયકા પછી જ્યારે હું અહીં પરત ફર્યો છું, ત્યારે મારો તે વિશ્વાસ અગાઉ કરતાં વધુ મજબૂત બન્યો છે.

સેશેલ્સના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

June 28th, 02:02 pm

અમારો વિશ્વાસ છે કે હિંદ મહાસાગર આપણું સહિયારું ઘર છે; આની સુરક્ષા, ટકાઉપણું અને સમૃદ્ધિ આપણી સામૂહિક જવાબદારી છે. આ જ ભાવના આપણા મહાસાગર વિઝનનો આધાર છે.

‘મન કી બાત’ના 135મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28.06.2026)

June 28th, 11:30 am

નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર તમારા બધા સાથે જોડાઈને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. 2026નું અડધું વર્ષ વિતવામાં છે. આ છ મહિનાઓમાં આપણે 'મન કી બાત'માં દેશવાસીઓની અનેક ઉપલબ્ધિઓ પર ચર્ચા કરી છે. જૂનમાં પણ, દેશે કંઈક એવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે, જે દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે. આ સફળતાઓ, દેશની સુરક્ષા અને આત્મનિર્ભરતા સાથે જોડાયેલી છે. તાજેતરમાં જ મને કોલકાતામાં નૌ સેના સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો. ત્યાં INS દૂનાગિરી, INS સંશોધક અને INS અગ્રયને ભારતીય નૌ સેનાના બેડામાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં. આ જહાજોની ડિઝાઇન અને મેન્યુફૅક્ચરિંગ સુધી, બધું જ સ્વદેશી છે.

પ્રધાનમંત્રીએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

June 26th, 12:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે તેમને એક મહાન સાહિત્યકાર તરીકે યાદ કર્યા જેમના કાર્યોએ ભારતીયોની પેઢીઓમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવના જગાડી હતી.

પ્રધાનમંત્રીએ રાજર્ષિ છત્રપતિ શાહુજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

June 26th, 12:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજર્ષિ છત્રપતિ શાહુજી મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. શ્રી મોદીએ કહ્યું, તેમણે પોતાનું જીવન વંચિત, શોષિત અને પછાત વર્ગોના ઉત્થાન માટે સમર્પિત કર્યું. તેમનું મહાન કાર્ય અને આદર્શો આવનારા સમયમાં દેશને માર્ગદર્શન આપતા રહેશે.

પ્રધાનમંત્રીએ એકતા અને પરસ્પર સદ્ભાવ પર ભાર મૂકતા એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું

June 26th, 12:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં હંમેશા એકતા અને સુમેળ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.