બિહારના સિવાનમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
June 20th, 01:00 pm
હું દરેકને નમન કરું છું. બાબા મહેન્દ્ર નાથ, બાબા હંસનાથ, સોહાગરા ધામ, મા થાવે ભવાની, મા અંબિકા ભવાની, પ્રથમ રાષ્ટ્રપતિ દેશ રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને લોકનાયક જયપ્રકાશ નારાયણની પવિત્ર ભૂમિ પર હું સૌને વંદન કરું છું!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના સિવાનમાં 5,200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
June 20th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના સિવાનમાં 5,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવતા, પ્રધાનમંત્રીએ બાબા મહેન્દ્ર નાથ અને બાબા હંસ નાથને શ્રદ્ધાંજલિ આપી અને સોહગરા ધામની પવિત્ર ઉપસ્થિતિનું આહ્વાન કર્યું હતું. તેમણે મા થાવે ભવાની અને મા અંબિકા ભવાનીને પણ વંદન કર્યા હતા. પ્રધાનમંત્રીએ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ, દેશ રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને લોકનાયક જયપ્રકાશ નારાયણની સ્મૃતિને શ્રદ્ધાંજલિ આપી હતી.પ્રધાનમંત્રી 20 થી 21 જૂન દરમિયાન બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે
June 19th, 05:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 થી 21 જૂન દરમિયાન બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. તેઓ 20 જૂને બિહારના સિવાનની મુલાકાત લેશે અને બપોરે 12 વાગ્યે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.બિહારમાં વિવિધ વિકાસ યોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 15th, 12:01 pm
સાથીઓ, આજે જે ચાર યોજનાઓનો પ્રારંભ થઈ રહ્યો છે તેમાં પટણા શહેરના બેઉર અને કરમ –લીચકમાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સિવાય અમૃત યોજના હેઠળ સીવાન અને છપરામાં પાણીની તંગીને દૂર કરવા માટેની યોજનાઓનો સમાવેશ થાય છે. તે સિવાય મુંગેર અને જમાલપુરમાં પાણીની તંગી દૂર કરવા માટે પાણી પૂરવઠા યોજનાઓ અને મુઝફફર નગરમાં નમામિ ગંગે યોજના હેઠળ રિવર ફ્રન્ટ વિકાસ યોજનાનો પણ આજે શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. શહેરી ગરીબો, શહેરમાં વસતા મધ્યમ વર્ગના સાથીઓનુ જીવન આસાન બનાવનારી આ નવી સુવિધાઓ બદલ હું તમને ખૂબ-ખૂબ અભિનંદન આપુ છું.પ્રધાનમંત્રીએ બિહારમાં ‘નમામિ ગંગે’ યોજના અને ‘અમૃત (AMRUT) યોજના’ અંતર્ગત વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
September 15th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં નમામિ ગંગે યોજના અને અમૃત યોજના અંતર્ગત વિવિધ પ્રો પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે ચાર યોજનાઓ અંતર્ગત વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં પટણા શહેરમાં બેઉર અને કરમ-લીચકમાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ અમૃત યોજના હેઠળ સિવાન અને છપરામાં પાણી સાથે સંબંધિત વિવિધ પરિયોજનાઓ સામેલ હતી. આ ઉપરાંત મુંગેર અને જમાલપુરમાં પાણી પુરવઠા સાથે સંબંધિત પરિયોજનાનું આજે શિલાન્યાસ કરવામાં આવ્યું હતું તથા મુઝફ્ફરપુરમાં નમામિ ગંગે પરિયોજના અંતર્ગત રિવર ફ્રન્ટ વિકાસ યોજનાનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું.People of Bihar have lost faith in Mahaswarthbandhan: PM Modi in Bihar
October 26th, 05:05 pm