ટીવી9 સમિટ 2026માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 23rd, 08:30 pm

સાથીઓ, આજે જ્યારે દુનિયા, conflicts (સંઘર્ષો) ને કારણે ગૂંચવાયેલી છે, જ્યારે આ સંઘર્ષોની દુષ્પ્રેરણા આખી દુનિયા પર દેખાઈ રહી છે, ત્યારે India and the world ની વાત કરવી ખૂબ જ પ્રાસંગિક છે. ભારત આજે એ દેશ છે, જેની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. 2014 પહેલાની સ્થિતિઓને પાછળ છોડીને આજે ભારત એક નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. હવે ભારત પડકારોને ટાળતું નથી પરંતુ પડકારો સામે ટકરાય છે. તમે છેલ્લા 5-6 વર્ષમાં જુઓ, કોરોનાની મહામારી પછી પડકારો એક પછી એક વધતા જ ગયા છે. એવું કોઈ વર્ષ નથી, જેણે ભારતની, ભારતીયોની પરીક્ષા ન લીધી હોય. પરંતુ 140 કરોડ દેશવાસીઓના એકજૂટ પ્રયાસથી ભારત દરેક આપત્તિનો સામનો કરતા આગળ વધી રહ્યું છે. આ સમયે યુદ્ધની પરિસ્થિતિઓમાં પણ ભારતની નીતિ અને વ્યૂહરચના જોઈને, ભારતનું સામર્થ્ય જોઈને દુનિયાના અનેક દેશો હેરાન છે. આપણે ત્યાં કહેવત છે, સાંચ કો આંચ નહીં. 28 ફેબ્રુઆરીથી દુનિયામાં જે ઉથલપાથલ મચી છે, આ કઠોર વિપરીત પરિસ્થિતિઓમાં પણ ભારત પ્રગતિના, વિકાસના, વિશ્વાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. આ 23 દિવસોમાં ભારતે પોતાની Relationship Building Capacity બતાવી છે, Decision Making Capacity બતાવી છે અને Crisis Management Capacity બતાવી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ TV-9 નેટવર્ક સમિટને સંબોધિત કરી

March 23rd, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'ભારત અને વિશ્વ' થીમ પર આધારિત TV9 સમિટને સંબોધિત કરી હતી. અભૂતપૂર્વ અને ગંભીર વૈશ્વિક પરિસ્થિતિઓને સ્વીકારતા, પ્રધાનમંત્રીએ એક નિર્ણાયક વળાંક પર વિચારોના આદાનપ્રદાન માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનાવવા બદલ TV9 નેટવર્કની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ જે ગંભીર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે તે અભૂતપૂર્વ અને અત્યંત ગંભીર છે, અને આની વચ્ચે TV9 નેટવર્કે વિચારો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ઊભું કર્યું છે.

આસામના સિલચરમાં વિવિધ વિકાસ કાર્યોના શુભારંભ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 14th, 11:10 am

સંસ્કૃતિ, હિંમત અને જીવંતતાથી ભરપૂર બરાક ખીણના પરિવારના સભ્યો, આપ સૌ વચ્ચે હોવું ખૂબ જ ખાસ અનુભવ છે. સિલચરને બરાક ખીણના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. આ એક એવી જગ્યા છે જ્યાં ઇતિહાસ, ભાષા, સંસ્કૃતિ અને ઉદ્યોગ એક અનોખી ઓળખ બનાવવા માટે ભેગા થયા છે. અહીં બંગાળી બોલાય છે, આસામી ભાષા ગુંજી ઉઠે છે અને અન્ય આદિવાસી પરંપરાઓ પણ ખીલે છે. આ વિવિધતાને તમારી શક્તિ બનાવીને તમે બધા આ સમગ્ર પ્રદેશને ભાઈચારો અને સંવાદિતા સાથે વિકસિત કરી રહ્યા છો. આ બરાક ખીણની મહાન શક્તિ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના સિલચરમાં ₹23,550 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

March 14th, 10:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આસામના સિલચરમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. સભાને સંબોધતા, પીએમ મોદીએ કહ્યું કે તેની સંસ્કૃતિ અને જીવંતતા માટે જાણીતી બરાક ખીણની મુલાકાત હંમેશા તેમના માટે ખૂબ જ ખાસ અનુભવ રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સિલચર આ ખીણના પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે, જ્યાં ઇતિહાસ અને ભાષા એક અનોખી પ્રાદેશિક ઓળખ બનાવવા માટે એકસાથે આવે છે. શ્રી મોદીએ કહ્યું કે આ પ્રદેશની તાકાત તેની વિવિધતામાં રહેલી છે, જ્યાં બંગાળી, આસામી અને આદિવાસી પરંપરાઓ સુમેળમાં ખીલે છે. શ્રી મોદીએ જણાવ્યું કે, બરાક ખીણની વિવિધતા તેની સૌથી મોટી સંપત્તિ છે, જે તેના નાગરિકોમાં ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપે છે.

પ્રધાનમંત્રી 13-14 માર્ચે આસામની મુલાકાત લેશે

March 12th, 05:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13-14 માર્ચ 2026 ના રોજ આસામની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી કોકરાઝાર, ગુવાહાટી અને સિલ્ચરમાં ₹47,800 કરોડથી વધુના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે, શિલાન્યાસ કરશે, ભૂમિપૂજન કરશે અને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.

પ્રધાનમંત્રીએ સિલચર અને આસપાસના વિસ્તારોમાં 'ઇઝ ઑફ લિવિંગ' ને આગળ વધારી રહ્યા છે એવા વિકાસ કાર્યો પર ખુશી વ્યક્ત કરી

April 03rd, 09:55 am

એક ટ્વીટ થ્રેડમાં, સંસદ સભ્ય, ડૉ. રાજદીપ રોયે સિલચરની વિકાસ યાત્રા વિશે માહિતી આપી. તેમણે માહિતી આપી હતી કે શિક્ષણ, સ્વચ્છતા, આરોગ્યસંભાળ, પાણી પુરવઠો, પર્યાવરણ, પરિવહન, પરવડે તેવા આવાસની ઉપલબ્ધતા, સલામતી સુરક્ષા અને જાહેર સેવાઓ સહિત પ્રદેશની આર્થિક ક્ષમતાની સાથે જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે. તેમણે CGHS વેલનેસ સેન્ટર, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY), પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G) અને અન્ય વિકાસલક્ષી પહેલો વિશે પણ વાત કરી જે સિલ્ચર અને આસપાસના વિસ્તારોના લોકોના જીવનને વધુ સરળ બનાવે છે.