પ્રધાનમંત્રીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શ્રી નંદા પ્રસ્ટીના નિધન પર શોક વ્યક્ત કર્યો
December 07th, 05:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શ્રી નંદા પ્રુસ્ટીજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; શ્રી નંદા પ્રુસ્ટીજીના નિધનથી દુઃખી છું. ખૂબ જ આદરણીય નંદા સર ઓડિશામાં શિક્ષણનો આનંદ ફેલાવવાના તેમના પ્રયાસોને કારણે પેઢીઓ સુધી યાદ કરવામાં આવશે. તેમણે થોડા અઠવાડિયા પહેલા પદ્મ એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું અને સ્નેહ મેળવ્યો હતો. ઓમ શાંતિ.