આસામના સિલચરમાં વિવિધ વિકાસ કાર્યોના શુભારંભ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 14th, 11:10 am
સંસ્કૃતિ, હિંમત અને જીવંતતાથી ભરપૂર બરાક ખીણના પરિવારના સભ્યો, આપ સૌ વચ્ચે હોવું ખૂબ જ ખાસ અનુભવ છે. સિલચરને બરાક ખીણના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. આ એક એવી જગ્યા છે જ્યાં ઇતિહાસ, ભાષા, સંસ્કૃતિ અને ઉદ્યોગ એક અનોખી ઓળખ બનાવવા માટે ભેગા થયા છે. અહીં બંગાળી બોલાય છે, આસામી ભાષા ગુંજી ઉઠે છે અને અન્ય આદિવાસી પરંપરાઓ પણ ખીલે છે. આ વિવિધતાને તમારી શક્તિ બનાવીને તમે બધા આ સમગ્ર પ્રદેશને ભાઈચારો અને સંવાદિતા સાથે વિકસિત કરી રહ્યા છો. આ બરાક ખીણની મહાન શક્તિ છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના સિલચરમાં ₹23,550 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
March 14th, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના સિલચરમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. સભાને સંબોધતા, પીએમ મોદીએ કહ્યું કે તેની સંસ્કૃતિ અને જીવંતતા માટે જાણીતી બરાક ખીણની મુલાકાત હંમેશા તેમના માટે ખૂબ જ ખાસ અનુભવ રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સિલચર આ ખીણના પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે, જ્યાં ઇતિહાસ અને ભાષા એક અનોખી પ્રાદેશિક ઓળખ બનાવવા માટે એકસાથે આવે છે. શ્રી મોદીએ કહ્યું કે આ પ્રદેશની તાકાત તેની વિવિધતામાં રહેલી છે, જ્યાં બંગાળી, આસામી અને આદિવાસી પરંપરાઓ સુમેળમાં ખીલે છે. શ્રી મોદીએ જણાવ્યું કે, બરાક ખીણની વિવિધતા તેની સૌથી મોટી સંપત્તિ છે, જે તેના નાગરિકોમાં ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપે છે.ગુવાહાટી, આસામમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 13th, 05:30 pm
મુર મરોમોર ગુવાહાટી બાશી રાઈઝ, આપુનાલોકક મોઈ મુર, આંતોરિક નમોશ્કાર જોનાઈશુ। આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી સર્બાનંદ સોનોવાલજી, ઉપસ્થિત રાજ્ય સરકારના તમામ મંત્રીગણ, જનપ્રતિનિધિગણ, દેશભરમાંથી ટેકનોલોજીના માધ્યમથી, આ કાર્યક્રમમાં જોડાયેલા આપણા તમામ અન્નદાતા સાથી, ટી-ગાર્ડનમાં કામ કરતા મારા ભાઈ-બહેન, અને હું જોઈ રહ્યો છું કે ઘણા સિનિયર આપણા તમામ મુખ્યમંત્રીજી પણ આજે આપણી સાથે આ કાર્યક્રમમાં દેશના ખૂણે-ખૂણેથી જોડાયેલા છે, મારા સૌને નમસ્કાર.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટી, આસામમાં ₹1,94,800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો; દેશભરના કરોડો ખેડૂતોને ₹18,000 કરોડથી વધુની PM કિસાન સન્માન નિધિ જાહેર
March 13th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુવાહાટી, આસામમાં આશરે ₹1,94,800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ ગુવાહાટીમાં એક ભવ્ય જનસભાને સંબોધિત કરી અને શહેરના લોકોને હાર્દિક અભિવાદન પાઠવ્યું. તેમણે દેશભરમાંથી જોડાયેલા ખેડૂતો તેમજ ચાના બગીચાઓમાં કામ કરતા ભાઈઓ અને બહેનોનું પણ અભિવાદન કર્યું. પ્રધાનમંત્રીએ નવરાત્રિની પૂર્વ સંધ્યાએ મા કામાખ્યાની પવિત્ર ભૂમિ પર હોવા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી. મને નવરાત્રિ શરૂ થાય તે પહેલાં મા કામાખ્યાની આ પવિત્ર ભૂમિ પર તમારા દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું છે, શ્રી મોદીએ કહ્યું.સિક્કિમના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
July 18th, 09:35 pm
સિક્કિમના રાજ્યપાલ શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્ય આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.સિક્કિમના રાજ્યપાલે પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી
August 02nd, 04:41 pm
સિક્કિમના રાજ્યપાલ શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.