પીએમ 16મી ઓક્ટોબરે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે

October 14th, 05:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી ઓક્ટોબરે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 વાગ્યે, તે નંદ્યાલ જિલ્લામાં શ્રીશૈલમ, શ્રી ભ્રામરામ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ, બપોરે લગભગ 12:15 વાગ્યે, તેઓ શ્રીશૈલમમાં શ્રી શિવાજી સ્ફૂર્તિ કેન્દ્રની મુલાકાત લેશે.