સંયુક્ત નિવેદન: ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કુવૈતની સત્તાવાર મુલાકાત (21-22 ડિસેમ્બર, 2024)

December 22nd, 07:46 pm

કુવૈત રાજ્યના મહામહિમ આમિર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 21-22 ડિસેમ્બર, 2024ના રોજ કુવૈતની સત્તાવાર મુલાકાત લીધી હતી. કુવૈતની આ તેમની પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 21 ડિસેમ્બર, 2024ના રોજ કુવૈતમાં 26માં અરેબિયન ગલ્ફ કપના ઉદ્ઘાટન સમારંભમાં હિઝ હાઇનેસ ધ આમિર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના 'ગેસ્ટ ઓફ ઓનર' તરીકે હાજરી આપી હતી.

પ્રધાનમંત્રીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરી

December 22nd, 05:32 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ-ખાલેદ અલ-હમદ અલ-મુબારક અલ-સબાહ સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ સપ્ટેમ્બર 2024માં યુએનજીએ સત્રના માર્જિન પર મહામહિમ ક્રાઉન પ્રિન્સ સાથેની તેમની તાજેતરની મુલાકાતને પ્રેમપૂર્વક યાદ કરી.

પ્રધાનમંત્રીએ શેખ સબાહ અલ-ખાલિદ અલ-હમદ અલ-સબાહને કુવૈતના પ્રધાનમંત્રી પદે ફરીથી નિમણૂક થવા બદલ અભિનંદન આપ્યા

December 08th, 10:48 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શેખ સબાહ અલ-ખાલિદ અલ-હમદ અલ-સબાહને કુવૈતના પ્રધાનમંત્રી પદે ફરીથી નિમણૂક થવા બદલ અભિનંદન આપ્યા છે.