સંયુક્ત નિવેદન: ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કુવૈતની સત્તાવાર મુલાકાત (21-22 ડિસેમ્બર, 2024)
December 22nd, 07:46 pm
કુવૈત રાજ્યના મહામહિમ આમિર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 21-22 ડિસેમ્બર, 2024ના રોજ કુવૈતની સત્તાવાર મુલાકાત લીધી હતી. કુવૈતની આ તેમની પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 21 ડિસેમ્બર, 2024ના રોજ કુવૈતમાં 26માં અરેબિયન ગલ્ફ કપના ઉદ્ઘાટન સમારંભમાં હિઝ હાઇનેસ ધ આમિર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના 'ગેસ્ટ ઓફ ઓનર' તરીકે હાજરી આપી હતી.પ્રધાનમંત્રીએ કુવૈતના અમીર સાથે મુલાકાત કરી
December 22nd, 05:08 pm
નેતાઓએ બંને દેશો વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને મૈત્રીપૂર્ણ સંબંધોને યાદ કર્યા અને દ્વિપક્ષીય સહયોગને વધુ વિસ્તરણ અને ગાઢ બનાવવા માટે તેમની સંપૂર્ણ પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી. આ સંદર્ભમાં, તેઓ દ્વિપક્ષીય સંબંધોને 'વ્યૂહાત્મક ભાગીદારી'માં ઉન્નત કરવા સંમત થયા હતા.પ્રધાનમંત્રી કુવૈતના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત
December 22nd, 04:37 pm
કુવૈતના અમીર મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કુવૈતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ મુબારક અલ-કબીર એનાયત કર્યો. કુવૈતના પ્રધાનમંત્રી મહામહિમ શેખ અહમદ અલ-અબ્દુલ્લાહ અલ-અહમદ અલ-સબાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ કુવૈતના મહામહિમ અમીરના ગેસ્ટ ઓફ ઓનર તરીકે અરેબિયન ગલ્ફ કપમાં ઉપસ્થિત રહ્યાં
December 21st, 10:24 pm
કુવૈતના અમીર મહામહિમ શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુવૈતમાં 26માં અરેબિયન ગલ્ફ કપના ઉદ્ઘાટન સમારોહમાં તેમના 'ગેસ્ટ ઑફ ઓનર' તરીકે હાજરી આપી હતી. પ્રધાનમંત્રી મહામહિમ અમીર, મહામહિમ ક્રાઉન પ્રિન્સ અને કુવૈતના પ્રધાનમંત્રીની સાથે ભવ્ય ઉદ્ઘાટન સમારંભમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમે કુવૈતના નેતૃત્વ સાથે પ્રધાનમંત્રીની અનૌપચારિક વાતચીતની તક પણ પૂરી પાડી હતી.વડાપ્રધાન મોદી કુવૈત પહોંચ્યા
December 21st, 03:39 pm
કુવૈતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. 43 વર્ષમાં ભારતીય પીએમની આ પ્રથમ મુલાકાત છે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી કુવૈતના અમીર, ક્રાઉન પ્રિન્સ અને પીએમ સાથે વાતચીત કરશે. તેઓ ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે અને અરેબિયન ગલ્ફ કપના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશેકુવૈતની મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
December 21st, 09:21 am
આજે, હું કુવૈતના અમીર હિઝ હાઈનેસ શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈતની બે દિવસની મુલાકાતે જઈ રહ્યો છું.વડાપ્રધાન મોદી 21-22 ડિસેમ્બર 2024 સુધી કુવૈતની મુલાકાત લેશે
December 19th, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21-22 ડિસેમ્બર 2024ના રોજ કુવૈત રાજ્યના અમીર મહામહિમ શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાત લેશે. 43 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત હશે.પ્રધાનમંત્રીએ કુવૈતના નવા અમીરને અભિનંદન પાઠવ્યા
December 20th, 10:22 pm
કુવૈત રાજ્યના અમીર તરીકેની જવાબદારી સંભાળવા બદલ મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહને શુભેચ્છાઓ અને અભિવાદન. વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં આપણા સંબંધો વધુ મજબૂત બનશે અને કુવૈતમાં ભારતીય સમુદાયની પ્રગતિ ચાલુ રહેશે.