પ્રધાનમંત્રીએ ડૉ. શંકર રાવ તત્વવાદી જીના નિધન પર શોક વ્યક્ત કર્યો
March 13th, 08:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. શંકર રાવ તત્વવાદી જીના નિધન પર શોક વ્યક્ત કર્યો. શ્રી મોદીએ કહ્યું કે ડૉ. શંકર રાવ તત્વવાદી જીને રાષ્ટ્ર નિર્માણ અને ભારતના સાંસ્કૃતિક ઉત્થાનમાં તેમના વ્યાપક યોગદાન માટે યાદ કરવામાં આવશે. શ્રી મોદીએ કહ્યું, હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને ભારત અને વિદેશમાં અનેક પ્રસંગોએ તેમની સાથે વાતચીત કરવાની મને તક મળી છે. તેમની વૈચારિક સ્પષ્ટતા અને સૂક્ષ્મ કાર્યશૈલી હંમેશા અલગ રહી છે.