પશ્ચિમ બંગાળના કોલકાતામાં મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સના લોન્ચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 22nd, 05:15 pm
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ શાંતનુ ઠાકુરજી, રવનીત સિંહજી, સુકાંત મજુમદારજી, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીજી, સંસદમાં મારા સાથી શોમિક ભટ્ટાચાર્યજી, હાજર અન્ય જનપ્રતિનિધિઓ, દેવીઓ અને સજ્જનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં 5,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું
August 22nd, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના કોલકાતામાં 5,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેમને ફરી એકવાર પશ્ચિમ બંગાળના વિકાસને વેગ આપવાની તક મળી છે. નોઆપરાથી જયહિંદ એરપોર્ટ સુધી કોલકાતા મેટ્રોની સફરનો પોતાનો અનુભવ શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે આ મુલાકાત દરમિયાન તેમણે ઘણા સાથીદારો સાથે વાતચીત કરી અને નોંધ્યું કે કોલકાતાની જાહેર પરિવહન વ્યવસ્થાના આધુનિકીકરણ પર બધાએ ખુશી વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ છ લેનવાળા એલિવેટેડ કોના એક્સપ્રેસવેનો શિલાન્યાસ પણ કર્યો. તેમણે કોલકાતાના લોકો અને પશ્ચિમ બંગાળના તમામ નાગરિકોને આ બહુ-હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.