ભારત અને ભૂટાન વચ્ચેની અનોખી અને ઐતિહાસિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ: પ્રધાનમંત્રી
February 21st, 07:16 pm
નવી દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્ક્લેવમાં ભૂટાનના પ્રધાનમંત્રી, મહામહિમ ત્શેરિંગ ટોબગેના સંબોધનની પ્રશંસા કરતા, શ્રી મોદીએ કહ્યું કે અમે ભારત અને ભૂટાન વચ્ચેની અનોખી અને ઐતિહાસિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.પ્રધાનમંત્રી 21 ફેબ્રુઆરીનાં રોજ દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્કલેવનાં પ્રથમ સંસ્કરણનું ઉદઘાટન કરશે
February 19th, 06:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 ફેબ્રુઆરીનાં રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીનાં ભારત મંડપમમાં SOUL લીડરશીપ કોન્ક્લેવનાં પ્રથમ સંસ્કરણનું ઉદઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. ભૂટાનના વડા પ્રધાન દશો શેરિંગ તોબગે અતિથિ વિશેષ તરીકે મુખ્ય ભાષણ આપશે.