પ્રધાનમંત્રીએ ભારતીય રોઈંગ ટીમને એશિયાઈ રમતોત્સવ 2018માં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

August 24th, 07:49 pm

ઈન્ડોનેશિયાના જકાર્તા-પાલેમ્બાંગ ખાતે ચાલી રહેલા 18માં એશિયાઈ રમતોત્સવ 2018માં ભારતના સ્વર્ણ સિંહ, દત્તુ બબાન ભોકાનાલ, ઓમ પ્રકાશ અને સુખમીત સિંહની ટીમને સુવર્ણ પદક જીતવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા હતા.