ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પિપ્રહવા પવિત્ર અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 03rd, 12:00 pm
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, ગજેન્દ્ર સિંહ શેખાવતજી, કિરણ રિજિજુજી, રામદાસ અઠાવલેજી, રાવ ઇન્દ્રજીતજી, દિલ્હીના મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો, તેમને નીકળવું પડ્યું અને દિલ્હીના તમામ મંત્રીગણના સાથીઓ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાજી, Excellencies, Diplomatic communityના તમામ માનનીય સભ્યો, Buddhist Scholars, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું
January 03rd, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, જેનું શીર્ષક “ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” છે, તેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એકસો પચ્ચીસ વર્ષની રાહ જોયા બાદ ભારતનો વારસો પરત આવ્યો છે, ભારતની વિરાસત પાછી આવી છે. તેમણે હાઇલાઇટ કર્યું કે આજથી ભારતના લોકો ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોના દર્શન કરી શકશે અને તેમના આશીર્વાદ મેળવી શકશે. શ્રી મોદીએ આ પવિત્ર અવશેષોના આગમન પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે બૌદ્ધ પરંપરા સાથે સંકળાયેલા સાધુઓ અને ધર્મ આચાર્યો પણ ઉપસ્થિત છે અને તેમની પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ઉપસ્થિતિ આ કાર્યક્રમને નવી ઊર્જા આપી રહી છે. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે 2026 ના પ્રારંભમાં જ આ શુભ ઉજવણી અત્યંત પ્રેરણાદાયી છે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભગવાન બુદ્ધના આશીર્વાદથી વર્ષ 2026 વિશ્વ માટે શાંતિ, સમૃદ્ધિ અને સંવાદિતાના નવા યુગની શરૂઆત કરે.નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 12th, 04:54 pm
આજે વિજ્ઞાન ભવન ભારતના સુવર્ણ ભૂતકાળના પુનર્જાગરણનું સાક્ષી બની રહ્યું છે. થોડા દિવસો પહેલા જ, મેં જ્ઞાન ભારતમ મિશનની જાહેરાત કરી હતી. અને આજે આટલા ટૂંકા સમયમાં, અમે જ્ઞાન ભારતમ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરી રહ્યા છીએ. તેની સાથે સંકળાયેલ પોર્ટલ પણ હવે શરૂ કરવામાં આવ્યું છે. આ કોઈ સરકારી કે શૈક્ષણિક કાર્યક્રમ નથી, જ્ઞાન ભારતમ મિશન ભારતની સંસ્કૃતિ, સાહિત્ય અને ચેતનાનું ઘોષણાપત્ર બનવા જઈ રહ્યું છે. હજારો પેઢીઓનું ચિંતન અને પ્રતિબિંબ, ભારતના મહાન ઋષિઓ-આચાર્યો અને વિદ્વાનોની સમજ અને સંશોધન, આપણી જ્ઞાન પરંપરાઓ, આપણી વૈજ્ઞાનિક વારસો, આપણે જ્ઞાન ભારતમ મિશન દ્વારા તેમને ડિજિટલાઇઝ કરવા જઈ રહ્યા છીએ. આ મિશન માટે હું બધા દેશવાસીઓને અભિનંદન આપું છું. જ્ઞાન ભારતમ અને સંસ્કૃતિ મંત્રાલયની આખી ટીમને મારી શુભકામનાઓ આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ પર આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી
September 12th, 04:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જ્ઞાન ભારતમ પર આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે વિજ્ઞાન ભવન આજે ભારતના સુવર્ણ ભૂતકાળના પુનરુત્થાનનું સાક્ષી બની રહ્યું છે. તેમણે ભાર મૂક્યો હતો કે થોડા દિવસો પહેલા જ તેમણે જ્ઞાન ભારતમ મિશનની જાહેરાત કરી હતી અને આટલા ટૂંકા ગાળામાં જ્ઞાન ભારતમ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રી મોદીએ માહિતી આપી હતી કે મિશન સાથે સંકળાયેલ પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ કોઈ સરકારી કે શૈક્ષણિક કાર્યક્રમ નથી એમ જણાવતા પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે જ્ઞાન ભારતમ મિશન ભારતની સંસ્કૃતિ, સાહિત્ય અને ચેતનાની ઘોષણા બનવા માટે તૈયાર છે. તેમણે હજારો પેઢીઓના ચિંતનશીલ વારસા પર પ્રતિબિંબ પાડ્યો. તેમણે ભારતના મહાન ઋષિઓ, આચાર્યો અને વિદ્વાનોના જ્ઞાન અને સંશોધનનો સ્વીકાર કર્યો, જે ભારતના જ્ઞાન, પરંપરાઓ અને વૈજ્ઞાનિક વારસાને રેખાંકિત કરે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે જ્ઞાન ભારતમ મિશન દ્વારા, આ વારસાનું ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે. તેમણે આ મિશન માટે તમામ નાગરિકોને અભિનંદન આપ્યા અને સમગ્ર જ્ઞાન ભારતમ ટીમ અને સંસ્કૃતિ મંત્રાલયને શુભેચ્છાઓ પાઠવી હતી.વારાણસીમાં વિવિધ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ/ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 11th, 11:00 am
સ્ટેજ પર બેઠેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક, ઉપસ્થિત મંત્રીઓ, અન્ય જનપ્રતિનિધિઓ, બનાસ ડેરીના ચેરમેન શંકર ભાઈ ચૌધરી અને મારા પરિવારના બધા સભ્યો, જેઓ આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારેનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું
April 11th, 10:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. જનમેદનીને સંબોધતા તેમણે કાશી સાથેના તેમના ઊંડા જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો. આ આશીર્વાદ માટે તેમના પરિવાર અને આ વિસ્તારના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા તેમને આપવામાં આવેલા પ્રેમ અને સમર્થનનો સ્વીકાર કર્યો હતો. તેમણે આ પ્રેમ પ્રત્યે પોતાની ઋણીતા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, કાશી તેમની છે અને તેઓ કાશીનાં છે. આવતીકાલે હનુમાન જન્મોત્સવનો પાવન પર્વ છે તેની નોંધ લઈને શ્રી મોદીએ કાશીમાં સંકટ મોચન મહારાજના દર્શન કરવાની તક મળતાં તેમનું સન્માન વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હનુમાન જન્મોત્સવ અગાઉ કાશીનાં લોકો કેવી રીતે વિકાસનાં પર્વની ઉજવણી કરવા એકત્ર થયાં છે.પ્રધાનમંત્રી 11 એપ્રિલનાં રોજ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે
April 09th, 09:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 એપ્રિલનાં રોજ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે. તેઓ વારાણસીનો પ્રવાસ ખેડશે અને સવારે 11 વાગ્યે તેઓ રૂ. 3,880 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત અને ઉદઘાટન કરશે. તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે.થાઇલેન્ડમાં “SAMVAD” કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
February 14th, 08:30 am
થાઈલેન્ડમાં “સંવાદ”ના આ સંસ્કરણમાં આપ સૌ સાથે જોડાવું મારા માટે સન્માનની વાત છે. ભારત, જાપાન અને થાઇલેન્ડની ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને મહાનુભાવો આ કાર્યક્રમને શક્ય બનાવવા માટે કામ કરી રહ્યા છે. હું તેમના પ્રયાસોની પ્રશંસા કરું છું અને બધા સહભાગીઓને શુભકામનાઓ પાઠવું છું.થાઇલેન્ડમાં “SAMVAD” કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય
February 14th, 08:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડમાં આયોજિત “SAMVAD” કાર્યક્રમ દરમિયાન આજે વીડિયો સંદેશ મારફતે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે થાઇલેન્ડમાં 'સંવાદ'ની આવૃત્તિમાં જોડાવા બદલ સન્માનની લાગણી વ્યક્ત કરી હતી અને આ કાર્યક્રમને શક્ય બનાવવા બદલ ભારત, જાપાન અને થાઇલેન્ડની વિશિષ્ટ સંસ્થાઓ અને વ્યક્તિઓની પ્રશંસા કરી હતી. તેમણે તમામ સહભાગીઓને શુભેચ્છા પાઠવી હતી.આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 17th, 10:05 am
સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજીજુ જી, ભંતે ભદંત રાહુલ બોધિ મહાથેરો જી, આદરણીય ચાંગચુપ છોદૈન જી, મહાસંઘના તમામ પ્રતિષ્ઠિત સભ્યો, મહાનુભાવો, રાજદ્વારી સમુદાયના સભ્યો, બૌદ્ધ વિદ્વાનો, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવા માટે આયોજિત સમારોહને સંબોધન કર્યો
October 17th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાનાં સમારંભમાં સંબોધન કર્યું હતું. અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના અભિધમ્મના ઉપદેશ આપ્યા બાદ સ્વર્ગથી અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે. પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે હાલમાં જ માન્યતા આપવાથી આ વર્ષના અભિધમ્મ દિવસ સમારોહનું મહત્વ વધી ગયું છે, કારણ કે ભગવાન બુદ્ધની અભિધમ્મ પરના ઉપદેશો મૂળરૂપે પાલી ભાષામાં ઉપલબ્ધ છે.ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં સ્વરવેદ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
December 18th, 12:00 pm
કાશી પ્રવાસનો આજે મારો આ બીજો દિવસ છે. હંમેશની જેમ, કાશીમાં વિતાવેલી દરેક ક્ષણ પોતાનામાં જ અદ્ભૂત હોય છે, અદ્ભૂત અનુભૂતિઓથી ભરેલી હોય છે. તમને યાદ હશે કે બે વર્ષ પહેલા આપણે આવી જ રીતે અખિલ ભારતીય વિહંગમ યોગ સંસ્થાનના વાર્ષિકોત્સવમાં ભેગા થયા હતા. ફરી એકવાર મને વિહંગમ યોગ સંત સમાજના શતાબ્દી સમારોહના ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળ્યો છે. વિહંગમ યોગ સાધનાની આ યાત્રાએ તેની 100 વર્ષની અવિસ્મરણીય યાત્રા પૂર્ણ કરી છે. મહર્ષિ સદાફલ દેવજીએ ગત સદીમાં જ્ઞાન અને યોગની દિવ્ય જ્યોતિ પ્રજ્વલિત કરી હતી. આ સો વર્ષની યાત્રામાં, આ દિવ્ય જ્યોતિએ દેશ અને વિશ્વનાં કરોડો લોકોનાં જીવનમાં પરિવર્તન લાવ્યું છે. આ પૂણ્ય પ્રસંગે અહીં 25 હજાર કુંડીય સ્વર્વેદ જ્ઞાન મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. મને આનંદ છે, મને વિશ્વાસ છે કે આ મહાયજ્ઞની દરેક આહુતિ વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત કરશે. આ અવસરે હું મહર્ષિ સદાફલ દેવજીને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું અને તેમની પ્રત્યે મારી હૃદયપૂર્વકની લાગણીઓને પૂર્ણ ભક્તિ સાથે સમર્પિત કરું છું. હું એવા તમામ સંતોને પણ શ્રદ્ધાંજલિ આપું છું જેઓ તેમની ગુરુ પરંપરાને સતત આગળ ધપાવી રહ્યા છે.પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું
December 18th, 11:30 am
સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આજે કાશીની તેમની મુલાકાતનો બીજો દિવસ છે અને કાશીમાં વિતાવેલી દરેક ક્ષણ અભૂતપૂર્વ અનુભવોથી ભરેલી છે. અખિલ ભારતીય વિહંગમ યોગ સંસ્થાનની બે વર્ષ પહેલાંની વાર્ષિક ઉજવણીને યાદ કરતાં પ્રધાનમંત્રીએ આ વર્ષની શતાબ્દી ઉજવણીનો ભાગ બનવાની તક મેળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે વિહંગમ યોગ સાધનાએ સો વર્ષની અવિસ્મરણીય યાત્રા પૂર્ણ કરી છે. તેમણે અગાઉની સદીમાં જ્ઞાન અને યોગ પ્રત્યે મહર્ષિ સદાફલ દેવજીના યોગદાન પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે તેના દિવ્ય પ્રકાશે વિશ્વભરના લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. આ શુભ અવસર પર, પ્રધાનમંત્રીએ 25,000 કુંડિયા સ્વરવેદ જ્ઞાન મહાયજ્ઞના સંગઠનની નોંધ લીધી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મહાયજ્ઞમાં દરેક અર્પણ વિકસીત ભારતના સંકલ્પને મજબૂત કરશે. તેમણે મહર્ષિ સદાફલ દેવજી સમક્ષ માથું નમાવ્યું અને તેમની દ્રષ્ટિ આગળ વધારનારા તમામ સંતોને પણ શ્રદ્ધાંજલિ આપી.G20 સાંસ્કૃતિક મંત્રીઓની બેઠકમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
August 26th, 10:15 am
વારાણસીમાં આપનું સ્વાગત છે, જેને કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. વારાણસીમાં આપને મળવાથી મને ખૂબ જ આનંદ થયો છે, આ મારો સંસદીય મતવિસ્તાર છે. કાશી, એ માત્ર વિશ્વનું સૌથી જૂનું જીવંત શહેર જ નથી. અહીંથી નજીકમાં જ સારનાથ છે, જ્યાં ભગવાન બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. કાશીને સુજ્ઞાન, ધર્મ અને સત્યરાશિની નગરી મતલબ કે - જ્ઞાન, કર્તવ્ય અને સત્યનો ભંડાર કહેવામાં આવે છે. તે ખરેખર ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રાજધાની છે. હું આશા રાખું છું કે તમે બધાએ તમારા કાર્યક્રમમાં ગંગા આરતીના દર્શન કરવા, સારનાથની મુલાકાત લેવા અને કાશીના ભોજનનો આનંદ માણવા માટે થોડો સમય રાખ્યો હશે.પ્રધાનમંત્રીએ G20 સાંસ્કૃતિક મંત્રીઓની બેઠકમાં સંબોધન આપ્યું
August 26th, 09:47 am
પ્રધાનમંત્રીએ આ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોનું વારાણસીમાં સ્વાગત કર્યું, જેને કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ શહેર તેમનો સંસદીય મત વિસ્તાર હોવાથી, G20 સાંસ્કૃતિક મંત્રીઓની બેઠકનું આયોજન આ શહેરમાં થઇ રહ્યું હોવાનો તેમણે આનંદ પણ વ્યક્ત કર્યો હતો. સૌથી પ્રાચીન જીવંત શહેરો પૈકીના એક કાશી હોવાનો તરીકે ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ નજીકમાં આવેલા સારનાથ શહેર કે, જ્યાં ભગવાન બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ અહીં આવેલા અતિથિઓને ગંગા આરતી કાર્યક્રમના સાક્ષી બનવાનું સૂચન કર્યું હતું, સારનાથની મુલાકાત લેવાનું કાશીની સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ માણવાનું સૂચન કર્યું હતું અને ટિપ્પણ કરી હતી કે, કાશીને જ્ઞાન, કર્તવ્ય અને સત્યના ભંડાર તરીકે ઓળખવામાં આવે છે અને તે ખરેખર ભારતની સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક રાજધાની છે.દિલ્હીમાં ગ્લોબલ બૌદ્ધ સમિટ ખાતે પ્રધાનમંત્રીનાં ઉદ્ઘાટન સંબોધનનો મૂળપાઠ
April 20th, 10:45 am
કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો શ્રી કિરણ રિજિજુજી, જી. કિશન રેડ્ડીજી, અર્જુન રામ મેઘવાલજી, મીનાક્ષી લેખીજી, આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના મહાસચિવ, દેશ અને વિદેશથી અહીં પધારેલા અને અમારી સાથે જોડાયેલા તમામ આદરણીય ભિક્ષુ ગણ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં વૈશ્વિક બૌદ્ધ સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન આપ્યું
April 20th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હોટેલ અશોક ખાતે યોજાયેલા વૈશ્વિક બૌદ્ધ સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ અહીં ઉભા કરવામાં આવેલા ફોટો પ્રદર્શનમાં લટાર મારી હતી અને બુદ્ધની મૂર્તિને પુષ્પ અર્પણ કર્યાં હતાં. તેમણે ઓગણીસ પ્રતિષ્ઠિત સાધુઓને સાધુ વસ્ત્રો (ચિવર દાના) પણ અર્પણ કર્યા.નેપાળમાં 2566મી બુદ્ધ જયંતી અને લુમ્બિની દિવસ 2022 કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન
May 16th, 09:45 pm
ભૂતકાળમાં પણ, વૈશાખ પૂર્ણિમાના દિવસે, મને ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલી ઘટનાઓ માટે, તેમની સાથે સંકળાયેલાં દિવ્ય સ્થળોની મુલાકાત લેવાની તક મળતી રહી છે. અને આજે, મને ભારતના મિત્ર નેપાળમાં ભગવાન બુદ્ધનાં પવિત્ર જન્મસ્થળ લુમ્બિનીની મુલાકાત લેવાનો લહાવો મળ્યો છે. થોડા સમય પહેલા માયાદેવી મંદિરના દર્શન કરવાનો જે મોકો મળ્યો તે પણ મારા માટે અવિસ્મરણીય છે. ભગવાન બુદ્ધ પોતે જ્યાં જન્મ્યા હતા તે સ્થાન, ત્યાંની ઊર્જા, ત્યાંની ચેતના, તે એક અલગ જ અનુભૂતિ છે. મને એ જોઈને પણ આનંદ થાય છે કે 2014માં મેં આ સ્થાન પર જે મહાબોધિ વૃક્ષનો રોપો ભેંટ કર્યો હતો તે હવે વૃક્ષ બની રહ્યું છે.નેપાળના લુમ્બિની ખાતે બુદ્ધ જયંતીની ઉજવણી
May 16th, 03:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના લુમ્બિની ખાતે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને મેડિટેશન હોલમાં 2566મી બુદ્ધ જયંતીની ઉજવણીમાં હાજરી આપી હતી. તેમની સાથે નેપાળના પ્રધાનમંત્રી મહામહિમ શેર બહાદુર દેઉબા અને તેમના જીવનસાથી ડૉ. આરઝુ રાણા દેઉબા, નેપાળના માનનીય સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી પ્રેમ બહાદુર આલે, જેઓ લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટ (એલડીટી)ના અધ્યક્ષ છે, લુમ્બિનીના માનનીય મુખ્યમંત્રી શ્રી કુલ પ્રસાદ કે.સી., LDTના ઉપાધ્યક્ષ, આદરણીય મેત્તેય શાક્ય પુટ્ટા અને નેપાળ સરકારના કેટલાક મંત્રીઓ ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં સામેલ હતા.પ્રધાનમંત્રીએ કેદારનાથમાં વિવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી તથા શિલાન્યાસ કર્યો
November 05th, 10:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેદારનાથમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો તથા રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમણે શ્રી આદિ શંકરાચાર્ય સમાધિનું ઉદઘાટન કર્યું તેમજ શ્રી આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તેમણે આંતરમાળખાકીય સુવિધાઓના સંપન્ન થયેલા અને હાલ ચાલી રહેલા કાર્યોની સમીક્ષા કરી હતી તથા નિરીક્ષણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રીશ્રીએ કેદારનાથ મંદિરમાં પ્રાર્થના પણ કરી હતી. કેદારનાથ ધામમાં યોજાયેલ કાર્યક્રમની સાથે સાથે સમગ્ર દેશમાં 12 જ્યોતિર્લિંગ અને ચાર ધામમાં પણ પ્રાર્થના કરવામાં આવી હતી અને ઉજવણી કરાઈ હતી. આ તમામ કાર્યક્રમો કેદારનાથ ધામના મુખ્ય કાર્યક્રમ સાથે સંકળાયેલા હતાં.