જોહાનિસબર્ગમાં G20 નેતાઓના સમિટ દરમિયાન પ્રધાનમંત્રી જાપાનના પ્રધાનમંત્રીને મળ્યા
November 23rd, 09:46 pm
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G20 નેતાઓની સમિટ દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સના તાકાચી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. 29 ઓક્ટોબર, 2025ના રોજ પ્રધાનમંત્રી તાકાચી સાથે ટેલિફોન પર વાતચીત કર્યા પછી પ્રધાનમંત્રીની તેમની સાથે આ પહેલી મુલાકાત હતી.પ્રધાનમંત્રીએ જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સાને તાકાઈચીને અભિનંદન પાઠવ્યાં; ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના વધુ વિકાસની ચર્ચા કરી
October 29th, 01:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સાને તાકાઈચી સાથે ઉષ્માભરી વાતચીત કરી.પ્રધાનમંત્રીએ મહામહિમ શ્રીમતી સાને તાકાઈચીને જાપાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
October 21st, 11:24 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ સુશ્રી સાને તાકાઈચીને જાપાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા. X પરના તેમના એક સંદેશમાં, પ્રધાનમંત્રી મોદીએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.