પ્રધાનમંત્રીએ કટોકટી દરમિયાન લોકશાહીનું રક્ષણ કરનારાઓને શ્રદ્ધાંજલિ અર્પી
June 25th, 10:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોનું દ્રઢતાપૂર્વક રક્ષણ કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેને ભારતના ઇતિહાસના સૌથી અંધકારમય પ્રકરણોમાંના એક તરીકે ગણાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે આ સમયગાળાએ એવા અસંખ્ય નાગરિકોની અસાધારણ હિંમત અને દ્રઢતા પણ દર્શાવી હતી જેમણે મૌન રહેવાનો ઇનકાર કર્યો હતો અને બંધારણમાં સમાવિષ્ટ આદર્શોને જાળવી રાખ્યા હતા.સંવિધાન હત્યા દિવસ એ યાદ અપાવશે કે જ્યારે ભારતના બંધારણને કચડી નાખવામાં આવ્યું હતું: પ્રધાનમંત્રી
July 12th, 05:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 25મી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકેની ઘોષણા એ સમયની યાદ અપાવશે જ્યારે ભારતના બંધારણને કચડી નાખવામાં આવ્યું હતું.