Prime Minister Narendra Modi to inaugurate India AI Impact Expo 2026
February 15th, 02:21 pm
PM Modi will inaugurate the India AI Impact Expo 2026 on 16th February 2026 in New Delhi. The Expo, to be held from 16th to 20th February 2026 alongside the India AI Impact Summit, will serve as a national demonstration of AI in action. It will feature 13 country pavilions, bringing together global technology firms, startups, academia and research institutions, Union Ministries, State Governments and international partners.ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પિપ્રહવા પવિત્ર અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 03rd, 12:00 pm
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, ગજેન્દ્ર સિંહ શેખાવતજી, કિરણ રિજિજુજી, રામદાસ અઠાવલેજી, રાવ ઇન્દ્રજીતજી, દિલ્હીના મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો, તેમને નીકળવું પડ્યું અને દિલ્હીના તમામ મંત્રીગણના સાથીઓ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાજી, Excellencies, Diplomatic communityના તમામ માનનીય સભ્યો, Buddhist Scholars, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું
January 03rd, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, જેનું શીર્ષક “ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” છે, તેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એકસો પચ્ચીસ વર્ષની રાહ જોયા બાદ ભારતનો વારસો પરત આવ્યો છે, ભારતની વિરાસત પાછી આવી છે. તેમણે હાઇલાઇટ કર્યું કે આજથી ભારતના લોકો ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોના દર્શન કરી શકશે અને તેમના આશીર્વાદ મેળવી શકશે. શ્રી મોદીએ આ પવિત્ર અવશેષોના આગમન પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે બૌદ્ધ પરંપરા સાથે સંકળાયેલા સાધુઓ અને ધર્મ આચાર્યો પણ ઉપસ્થિત છે અને તેમની પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ઉપસ્થિતિ આ કાર્યક્રમને નવી ઊર્જા આપી રહી છે. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે 2026 ના પ્રારંભમાં જ આ શુભ ઉજવણી અત્યંત પ્રેરણાદાયી છે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભગવાન બુદ્ધના આશીર્વાદથી વર્ષ 2026 વિશ્વ માટે શાંતિ, સમૃદ્ધિ અને સંવાદિતાના નવા યુગની શરૂઆત કરે.પરિણામોની સૂચિઃ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિની ભારત ખાતે સત્તાવાર મુલાકાત
December 05th, 05:53 pm
ભારત ગણરાજ્યની સરકાર અને રશિયન ફેડરેશનની સરકાર વચ્ચે એક રાજ્યના નાગરિકોની બીજા રાજ્યના પ્રદેશમાં અસ્થાયી શ્રમ પ્રવૃત્તિ અંગેનો કરાર થયો છે. ઉપરાંત, ભારત ગણરાજ્યની સરકાર અને રશિયન ફેડરેશનની સરકાર વચ્ચે અનિયમિત સ્થળાંતર સામે લડવા માટે સહકાર અંગેનો કરાર પણ કરવામાં આવ્યો છે.23મી ભારત - રશિયા વાર્ષિક શિખર મંત્રણા બાદનું સંયુક્ત નિવેદન
December 05th, 05:43 pm
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન, 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠક માટે 04-05 ડિસેમ્બર, 2025 ના રોજ ભારતની રાજ્ય મુલાકાતે પધાર્યા હતા.નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત-રશિયા વ્યાપાર મંચમાં પ્રધાનમંત્રીના ભાષણના મૂળપાઠ
December 05th, 03:45 pm
ભારત રશિયા બિઝનેસ ફોરમ, હું માનું છું કે આજે આ કાર્યક્રમમાં આટલા મોટા પ્રતિનિધિમંડળને લાવવાનું રાષ્ટ્રપતિ પુતિન દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે. હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અને આપ સૌની વચ્ચે હાજર રહેવું મારા માટે ખૂબ જ આનંદની વાત છે. હું મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો આ ફોરમમાં જોડાવા અને તેમની મૂલ્યવાન સમજ શેર કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વ્યવસાય માટે સરળ, અનુમાનિત પદ્ધતિઓ વિકસાવવામાં આવી રહી છે. ભારત અને યુરેશિયન આર્થિક સંઘ વચ્ચે FTA પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે ભારત-રશિયા વ્યાપાર મંચને સંબોધિત કર્યું
December 05th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત-રશિયા વ્યાપાર મંચને સંબોધિત કર્યો હતો, જેમાં રશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન પણ સામેલ હતા. પોતાના ભાષણમાં, પ્રધાનમંત્રીએ મહામહિમ રાષ્ટ્રપતિ પુતિન, ભારત અને વિદેશના નેતાઓ અને તમામ પ્રતિષ્ઠિત મહેમાનોનું સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું હતું કે ભારત-રશિયા વ્યાપાર મંચ રાષ્ટ્રપતિ પુતિન દ્વારા એક મોટી પહેલનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે એક વિશાળ પ્રતિનિધિમંડળ લઈને આવ્યા છે. તેમણે ઉપસ્થિત સૌનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને કહ્યું કે તેમની વચ્ચે આવવાનો આનંદ થયો. શ્રી મોદીએ ફોરમમાં હાજરી આપવા અને તેમની મૂલ્યવાન સમજ શેર કરવા બદલ તેમના મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો. તેમણે ભાર મૂક્યો કે વ્યવસાય માટે સરળ અને વિશ્વસનીય પ્રણાલીઓ બનાવવામાં આવી રહી છે, અને નોંધ્યું કે ભારત અને યુરેશિયન આર્થિક સંઘ વચ્ચે મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો શરૂ થઈ ગઈ છે.રશિયાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ સ્ટેટમેન્ટ
December 05th, 02:00 pm
આજે 23મી ભારત-રશિયા સમિટમાં રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. તેમની યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે આપણા દ્વિપક્ષીય સંબંધો અનેક ઐતિહાસિક સીમાચિહ્નો પાર કરી રહ્યા છે. બરાબર 25 વર્ષ પહેલાં, રાષ્ટ્રપતિ પુતિને આપણી Strategic Partnership (વ્યૂહાત્મક ભાગીદારી) નો પાયો નાખ્યો હતો. પંદર વર્ષ પહેલાં, 2010 માં, આપણી ભાગીદારીને Special and Privileged Strategic Partnership” (વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી)ના દરજ્જા સુધી પહોંચાડવામાં આવી હતી.PM Modi’s remarks during the joint press meet with Russian President Vladimir Putin
December 05th, 01:50 pm
PM Modi addressed the joint press meet with President Putin, highlighting the strong and time-tested India-Russia partnership. He said the relationship has remained steady like the Pole Star through global challenges. PM Modi announced new steps to boost economic cooperation, connectivity, energy security, cultural ties and people-to-people linkages. He reaffirmed India’s commitment to peace in Ukraine and emphasised the need for global unity in the fight against terrorism.પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું
December 05th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ભારતમાં સ્વાગત કર્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી અને તેમને તેમના 73મા જન્મદિવસ પર અભિનંદન આપ્યા
October 07th, 06:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી.પ્રધાનમંત્રી 8 ઓક્ટોબરે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના 9માં સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે
October 07th, 10:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 9:45 વાગ્યે નવી દિલ્હી સ્થિત યશોભૂમિ ખાતે એશિયાના સૌથી મોટા ટેલિકોમ્યુનિકેશન, મીડિયા અને ટેકનોલોજી કાર્યક્રમ, ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025ના 9મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે.રશિયાના નાયબ પ્રધાનમંત્રી દિમિત્રી પાત્રુશેવ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા
September 25th, 08:56 pm
રશિયન ફેડરેશનના નાયબ પ્રધાનમંત્રી, મહામહિમ દિમિત્રી પાત્રુશેવ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રીના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી
September 17th, 07:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિનનો ટેલિફોન કોલ મળ્યો હતો.રશિયા-યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા અંગે પીએમ મોદીનું મોટું નિવેદન
September 01st, 12:48 pm
ચીનના તિયાનજિનમાં SCO સમિટ દરમિયાન, પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી, જ્યાં યુક્રેન સંઘર્ષ ચર્ચાનો કેન્દ્રબિંદુ હતો. પીએમ મોદીએ શાંતિ તરફના તાજેતરના પ્રયાસોનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરી કે બધા પક્ષો રચનાત્મક રીતે આગળ વધશે. તેમણે સંઘર્ષને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવાની તાત્કાલિક જરૂરિયાત પર અને કાયમી શાંતિનો માર્ગ શોધવો જરૂરી હોવા પર ભાર મૂક્યો. મોટા માનવીય પરિમાણ પર ભાર મૂકતા, પીએમ મોદીએ કહ્યું કે આ ફક્ત પ્રાદેશિક ચિંતા નથી પરંતુ માનવતાનું આહવાન છે.‘વોકલ ફોર લોકલ’ મન કી વાતમાં, પીએમ મોદીએ સ્વદેશી ગૌરવ સાથે તહેવારો ઉજવવા વિનંતી કરી
August 31st, 11:30 am
આ મહિનાના મન કી બાત સંબોધનમાં, વડાપ્રધાન મોદીએ પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને મદદ કરનારા સુરક્ષા દળો અને નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં રમતગમતના કાર્યક્રમો, સૌર ઉર્જા, 'ઓપરેશન પોલો' અને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રસાર જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પીએમએ નાગરિકોને તહેવારોની મોસમ દરમિયાન મેડ-ઇન-ઇન્ડિયા ઉત્પાદનો ખરીદવા અને સ્વચ્છતા જાળવવાના મહત્વ વિશે વધુ યાદ અપાવ્યું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી
August 08th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીએ રશિયામાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો
July 24th, 11:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયામાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો. અમે રશિયા અને તેના લોકો સાથે ઉભા છીએ, એમ શ્રી મોદીએ કહ્યું હતું.પ્રધાનમંત્રી અને યુએસ રાષ્ટ્રપતિ વચ્ચેની ટેલિફોન વાતચીત અંગે વિદેશ સચિવનું નિવેદન
June 18th, 12:32 pm
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ G-7 સમિટ દરમિયાન મળવાના હતા. પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પને વહેલા અમેરિકા પરત ફરવું પડ્યું, જેના કારણે આ મુલાકાત થઈ શકી નહીં.આ અઠવાડિયે ભારત પર વિશ્વ
April 22nd, 12:27 pm
રાજદ્વારી ફોન કોલ્સથી લઈને ક્રાંતિકારી વૈજ્ઞાનિક શોધો સુધી, આ અઠવાડિયે વૈશ્વિક મંચ પર ભારતની હાજરી સહયોગ, નવીનતા અને સાંસ્કૃતિક ગૌરવ દ્વારા ચિહ્નિત થયેલ હતી.