સિક્કિમ@50 કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 29th, 10:00 am
આજનો દિવસ એક ખાસ દિવસ છે, આ સિક્કિમની લોકતાંત્રિક યાત્રાની સુવર્ણ જયંતીના અવસર પર હું પોતે પણ આપ સૌની વચ્ચે રહેવા માંગતો હતો અને આ ઉજવણી, આ ઉત્સાહ, 50 વર્ષની આ સફળ યાત્રાનો સાક્ષી બનવા માંગતો હતો. હું પણ તમારી સાથે ખભે ખભા મિલાવીને આ ઉજવણીનો ભાગ બનવા માંગતો હતો. હું સવારે વહેલા દિલ્હીથી નીકળીને બાગડોગરા પહોંચ્યો, પણ હવામાને મને તમારા દરવાજાથી આગળ વધવામાં રોક્યો અને તેથી મને તમને રૂબરૂ મળવાની તક મળી નહીં. પણ હું આ દ્રશ્ય જોઈ રહ્યો છું, આટલું ભવ્ય દ્રશ્ય મારી સામે છે. હું દરેક જગ્યાએ લોકોને જોઈ શકું છું, કેટલું અદ્ભુત દ્રશ્ય છે. જો હું પણ તમારી વચ્ચે હોત તો ખૂબ સારું હોત, પણ હું પહોંચી શક્યો નહીં, હું તમારા બધાની માફી માંગુ છું. પરંતુ જેમ માનનીય મુખ્યમંત્રીએ મને આમંત્રણ આપ્યું છે, હું તમને ખાતરી આપું છું કે રાજ્ય સરકાર નક્કી કરશે એ સાથે જ હું ચોક્કસપણે સિક્કિમ આવીશ. તમને બધાને મળીશ અને હું 50 વર્ષની આ સફળ યાત્રાનો દર્શક પણ બનીશ. આજે છેલ્લા 50 વર્ષની સિદ્ધિઓની ઉજવણી કરવાનો દિવસ છે અને તમે ખૂબ જ સારો કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને હું સતત સાંભળી રહ્યો હતો, જોઈ રહ્યો હતો, મુખ્યમંત્રી પોતે આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે ખૂબ જ ઊર્જા સાથે કામ કરી રહ્યા છે. તેઓ બે વાર દિલ્હી પણ આવીને મને આમંત્રણ આપી ચૂક્યા છે. હું સિક્કિમ રાજ્યની 50મી વર્ષગાંઠ પર આપ સૌને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘સિક્કિમ@50’ ઉજવણી કાર્યક્રમને સંબોધિત કર્યો
May 29th, 09:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગંગટોકમાં 'સિક્કિમ@50' કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમનો વિષય હતો 'જ્યાં પ્રગતિ હેતુને પૂર્ણ કરે છે, અને પ્રકૃતિ વિકાસને પોષણ આપે છે'. આ પ્રસંગે બોલતા, તેમણે સિક્કિમ રાજ્યની 50મી વર્ષગાંઠ નિમિત્તે આ ખાસ દિવસે સિક્કિમના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે તેઓ લોકોના ઉત્સાહ, ઉર્જા અને ઉમંગને વ્યક્તિગત રીતે જોવા માંગતા હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેઓ હાજર રહી શક્યા નહીં. તેમણે નજીકના ભવિષ્યમાં સિક્કિમની મુલાકાત લેવા અને તેમની સિદ્ધિઓ અને ઉજવણીનો ભાગ બનવાનું વચન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે આજે છેલ્લા 50 વર્ષની તેમની સિદ્ધિઓની ઉજવણી કરવાનો દિવસ છે, તેમણે સિક્કિમના મુખ્યમંત્રી અને તેમની ટીમની ભવ્ય કાર્યક્રમને યાદગાર બનાવવામાં ઉર્જાની પ્રશંસા કરી હતી. તેમણે ફરી એકવાર સિક્કિમના લોકોને તેમના રાજ્યના સુવર્ણ જયંતિ ઉજવણી પર શુભેચ્છા પાઠવી હતી.મન કી બાત – (122મી કડી) પ્રસારણ તારીખ-25-05-2025
May 25th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ આતંકવાદ વિરૂદ્ધ એક જૂથ છે, આક્રોશથી ભરેલો છે, સંકલ્પબદ્ધ છે, આજે દરેક ભારતીયનો એ જ સંકલ્પ છે કે, આપણે આતંકવાદનો ખાતમો બોલાવવાનો જ છે. સાથીઓ, ઓપરેશન સિંદૂર વખતે આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે, તેનાથી દરેક હિંદુસ્તાનીનું માથું ઉંચું કરી દીધું છે. જે ચોકસાઇની સાથે, જે સટિકતાથી આપણી સેનાઓએ સરહદની પેલે પારના આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા છે. તે અદભૂત છે. ઓપરેશન સિંદૂરે દુનિયાભરમાં આતંક વિરૂદ્ધની લડાઇને નવો વિશ્વાસ અને ઉત્સાહ આપ્યા છે.રાઇઝિંગ નોર્થઈસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 23rd, 11:00 am
મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથીદારો જ્યોતિરાદિત્ય સિંધિયાજી, સુકાંત મજુમદારજી, મણિપુરના ગવર્નર અજય ભલ્લાજી, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માજી, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુજી, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાજી, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાજી, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગજી, નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોજી, મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાજી, તમામ ઉદ્યોગ અગ્રણીઓ, રોકાણકારો, મહિલાઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું
May 23rd, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરતા, પ્રધાનમંત્રીએ ઉત્તર પૂર્વીય ક્ષેત્રના ભવિષ્યમાં ગર્વ, ઉષ્મા અને અપાર વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે તાજેતરમાં ભારત મંડપમ ખાતે યોજાયેલા અષ્ટલક્ષ્મી મહોત્સવને યાદ કરી ભાર મૂક્યો કે આજનો કાર્યક્રમ ઉત્તર પૂર્વમાં રોકાણોની ઉજવણી છે. પ્રધાનમંત્રીએ સમિટમાં ઉદ્યોગના અગ્રણીઓની નોંધપાત્ર હાજરી પર પ્રકાશ પાડ્યો અને આ ક્ષેત્રમાં રહેલી તકો અંગેના ઉત્સાહ પર ભાર મૂક્યો. તેમણે તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારોને અભિનંદન આપ્યા અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવતા નોર્થ ઇસ્ટ રાઇઝિંગ સમિટની પ્રશંસા કરી અને પ્રદેશના સતત વિકાસ અને સમૃદ્ધિ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.પ્રધાનમંત્રી 23 મેના રોજ નવી દિલ્હીમાં રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે
May 22nd, 04:13 pm
ઉત્તર પૂર્વ ક્ષેત્રને તકોની ભૂમિ તરીકે પ્રકાશિત કરવાના, વૈશ્વિક અને સ્થાનિક રોકાણોને આકર્ષવા અને મુખ્ય હિસ્સેદારો, રોકાણકારો અને નીતિ નિર્માતાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાના ઉદ્દેશ્ય સાથે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 મેના રોજ સવારે 10:30 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે.