80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ
August 15th, 04:44 pm
80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમના સંબોધનમાં, તેમણે છેલ્લા 12 વર્ષમાં ઉત્પાદન, ડિજિટલ વિકાસ અને નાગરિકોને સેવા પહોંચાડવા જેવા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિનું વિગતવાર વર્ણન કર્યું. રાષ્ટ્રીય લક્ષ્યોને હાંસલ કરવા માટે તેમણે સાત મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ કરતી પરિવર્તનકારી ‘સપ્તધારા’નું પણ અનાવરણ કર્યું.પરિવર્તનના 12 વર્ષ: પ્રધાનમંત્રી મોદીએ સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો
August 15th, 01:18 pm
પોતાના સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્પાદન, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૂળભૂત સુવિધાઓ, ઊર્જા સુરક્ષા, યુવા સશક્તિકરણ, નવીનતા, સામાજિક સુરક્ષા અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની રૂપરેખા આપતા છેલ્લા 12 વર્ષોમાં ભારતમાં આવેલા પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રી દ્વારા એક વર્ષમાં 1 કરોડ યુવાનોને AI કૌશલ્ય પ્રદાન કરવાની જાહેરાત
August 15th, 01:01 pm
80મા સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, શિક્ષણ, રમતગમત, સિવિલ ડિફેન્સ, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, અણુ ઊર્જા અને મહિલા સંચાલિત વિકાસને આવરી લેતી શ્રેણીબદ્ધ પહેલો અને લક્ષ્યોની જાહેરાત કરી હતી.પ્રધાનમંત્રીએ ગુજરાતના હઝીરામાં પ્રદર્શનમાં હાજરી આપી
June 05th, 10:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના હઝીરા ખાતે આયોજિત એક પ્રદર્શનમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે 'મેક ઇન ઇન્ડિયા' (Make in India) પહેલ હેઠળ સંરક્ષણ ક્ષેત્રે દેશની વધતી જતી ક્ષમતાઓ નિહાળી હતી.ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઈઝેશન એસેમ્બલી 2024માં ઈન્ડસ્ટ્રીના નેતાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી
October 15th, 02:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (આઇટીયુ-ડબલ્યુટીએસએ) 2024 દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસની 8મી આવૃત્તિનું ઉદઘાટન કર્યું હતું. ડબલ્યુટીએસએ (WTSA) એ આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન, યુનાઇટેડ નેશન્સ એજન્સી ફોર ડિજિટલ ટેકનોલોજીસના સ્ટાન્ડર્ડાઇઝેશન કાર્ય માટેની ગવર્નિંગ કોન્ફરન્સ છે, જે દર ચાર વર્ષે આયોજિત થાય છે. ભારત અને એશિયા-પેસિફિકમાં પહેલીવાર આઇટીયુ-ડબલ્યુટીએસએનું આયોજન થઇ રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઇવેન્ટ છે, જેણે ટેલિકોમ, ડિજિટલ અને આઇસીટી ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા 190થી વધારે દેશોના 3,000થી વધારે ઉદ્યોગજગતના અગ્રણીઓ, નીતિઘડવૈયાઓ અને ટેક નિષ્ણાતોને એકમંચ પર લાવ્યા છે.પ્રધાનમંત્રી 12 ડિસેમ્બરનાં રોજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વાર્ષિક ગ્લોબલ પાર્ટનરશિપ (જીપીએઆઈ) સમિટનું ઉદઘાટન કરશે
December 11th, 04:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ડિસેમ્બર, 2023ના રોજ સાંજે પાંચ વાગ્યે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ગ્લોબલ પાર્ટનરશીપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (જીપીએઆઈ) સમિટનું ઉદઘાટન કરશે.પીએમ 3જી ડિસેમ્બરે ઈન્ફિનિટી ફોરમનું ઉદ્ઘાટન કરશે
November 30th, 11:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3જી ડિસેમ્બર, 2021ના રોજ સવારે 10 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈન્ફિનિટી ફોરમ, ફિનટેક પર વિચારશીલ નેતૃત્વ મંચનું ઉદ્ઘાટન કરશે.વૈશ્વિક તેલ અને ગેસ CEO અને નિષ્ણાતો સાથે વડાપ્રધાનની ચર્ચા
October 09th, 02:26 pm
વડાપ્રધાને સમગ્ર વિશ્વમાંથી આવેલા તેલ અને ગેસ CEO સાથે ચર્ચા કરી હતી. બાયોમાસ ઉર્જા પર ધ્યાન દોરતા તેમણે પૂર્વ ભારતમાં ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા સંપર્કની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે ભારત સ્વચ્છ અને વધારે ઇંધણ કાર્યક્ષમ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેના લાભ સમાજના તમામ ક્ષેત્રોના લોકોને સીધા મળવા જોઈએ જેમાં સૌથી ગરીબ લોકો સૌથી મહત્ત્વના છે.