બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમના સંવાદનો મૂળપાઠ

September 26th, 03:00 pm

હવે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાના પસંદ કરાયેલા લાભાર્થીઓના અનુભવો શેર કરવાના છે. હું સૌપ્રથમ પશ્ચિમ ચંપારણ જિલ્લાની રંજીતા કાઝી દીદીને તેમનો અનુભવ શેર કરવા વિનંતી કરીશ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી

September 26th, 02:49 pm

જીવિકા સ્વ-સહાય જૂથ સાથે સંકળાયેલ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાની આદિવાસી મહિલા લાભાર્થી શ્રીમતી રંજીતા કાઝીએ તેમના ક્ષેત્રમાં લાવવામાં આવેલા પરિવર્તનકારી ફેરફારો માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારનો હૃદયપૂર્વક આભાર માન્યો.તેમણે ભાર મૂક્યો કે તેમનો જંગલ વિસ્તાર - જે એક સમયે મૂળભૂત માળખાગત સુવિધાઓથી વંચિત હતો - હવે રસ્તાઓ, વીજળી, પાણી, સ્વચ્છતા અને શિક્ષણની સુવિધાનો આનંદ માણે છે. તેમણે મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી પહેલો માટે મુખ્યમંત્રીનો આભાર માન્યો, જેમાં સરકારી નોકરીઓ અને પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલા પ્રતિનિધિત્વ વધારવા માટે અનામતની જોગવાઈઓનો સમાવેશ થાય છે. તેમણે સાયકલ અને ગણવેશ યોજનાઓની પ્રશંસા કરી, છોકરીઓ શાળા ગણવેશમાં સાયકલ ચલાવતી વખતે જે ગર્વ અનુભવે છે તે નોંધ્યું.