પ્રધાનમંત્રી 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે
September 12th, 02:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે.NextGen GST સુધારાઓ ડેરી ખેડૂતોને સશક્ત બનાવે છે અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવે છે: PM
September 04th, 08:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના ડેરી ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્ર પ્રત્યે સરકારની અતૂટ પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ આપી, પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં અને સમાવેશી વિકાસને આગળ ધપાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપી.વારાણસીમાં વિવિધ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ/ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 11th, 11:00 am
સ્ટેજ પર બેઠેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક, ઉપસ્થિત મંત્રીઓ, અન્ય જનપ્રતિનિધિઓ, બનાસ ડેરીના ચેરમેન શંકર ભાઈ ચૌધરી અને મારા પરિવારના બધા સભ્યો, જેઓ આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારેનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું
April 11th, 10:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. જનમેદનીને સંબોધતા તેમણે કાશી સાથેના તેમના ઊંડા જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો. આ આશીર્વાદ માટે તેમના પરિવાર અને આ વિસ્તારના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા તેમને આપવામાં આવેલા પ્રેમ અને સમર્થનનો સ્વીકાર કર્યો હતો. તેમણે આ પ્રેમ પ્રત્યે પોતાની ઋણીતા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, કાશી તેમની છે અને તેઓ કાશીનાં છે. આવતીકાલે હનુમાન જન્મોત્સવનો પાવન પર્વ છે તેની નોંધ લઈને શ્રી મોદીએ કાશીમાં સંકટ મોચન મહારાજના દર્શન કરવાની તક મળતાં તેમનું સન્માન વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હનુમાન જન્મોત્સવ અગાઉ કાશીનાં લોકો કેવી રીતે વિકાસનાં પર્વની ઉજવણી કરવા એકત્ર થયાં છે.બાવળીયાલી ધામના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 20th, 04:35 pm
સૌ પ્રથમ, હું ભરવાડ સમુદાયની પરંપરા અને બધા પૂજ્ય સંતો, મહંતો અને સમગ્ર પરંપરા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા તમામ લોકોને મારા આદરપૂર્વક પ્રણામ કરું છું. આજે ખુશી અનેક ગણી વધી ગઈ છે. આ વખતે યોજાયેલો મહાકુંભ ઐતિહાસિક હતો, પરંતુ તે આપણા માટે ગર્વની વાત છે કારણ કે મહાકુંભના શુભ પ્રસંગે, મહંત શ્રી રામ બાપુજીને મહા મંડલેશ્વરનું બિરુદ મળ્યું હતું. આ એક ખૂબ જ મોટી ઘટના છે, અને આપણા બધા માટે અનેક આનંદનો પ્રસંગ છે. રામ બાપુજી અને સમાજના તમામ પરિવારજનોને મારી શુભકામનાઓ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાવળીયાળી ધામના કાર્યક્રમને સંબોધન કર્યું
March 20th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ગુજરાતના ભરવાડ સમાજ સાથે સંબંધિત બાવળીયાળી ધામના કાર્યક્રમ દરમિયાન પોતાનું વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ મહંત શ્રી રામ બાપુજી, સમાજના આગેવાનો અને ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભરવાડ સમાજની પરંપરાઓ અને આ પરંપરાઓને જાળવવા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા પૂજ્ય સંતો અને મહંતોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપીને શરૂઆત કરી હતી. શ્રી મોદીએ આ ઐતિહાસિક મહાકુંભ સાથે સંકળાયેલા અપાર આનંદ અને ગર્વને ઉજાગર કરતાં આ પવિત્ર કાર્યક્રમ દરમિયાન મહંત શ્રી રામ બાપુજીને મહામંડલેશ્વરની ઉપાધિથી સન્માનિત કરવાના મહત્વપૂર્ણ અવસર પર ટિપ્પણી કરતા તેમને એક મહાન સિદ્ધિ અને સૌના માટે ખૂબ આનંદનો સ્ત્રોત ગણાવ્યો હતો. તેમણે મહંત શ્રી રામબાપુજી અને સમાજના પરિવારોને તેમના યોગદાન અને સિદ્ધિઓની ઉજવણી કરીને તેમની શુભકામનાઓ પાઠવી હતી.કેબિનેટે વર્ષ 2024-25 અને 2025-26 માટે ફાળવણીમાં વધારા સાથે સંશોધિત રાષ્ટ્રીય ગોકુલ મિશનનાં અમલીકરણને મંજૂરી આપી
March 19th, 04:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે પશુધન ક્ષેત્રમાં વૃદ્ધિને વેગ આપવા માટે સંશોધિત રાષ્ટ્રીય ગોકુલ મિશન (આરજીએમ)ને મંજૂરી આપી દીધી છે. વિકાસ કાર્યક્રમ યોજનાનાં કેન્દ્ર ક્ષેત્રનાં ઘટક સ્વરૂપે સંશોધિત આરજીએમનો અમલ રૂ. 1000 કરોડનાં વધારાનાં ખર્ચ સાથે થઈ રહ્યો છે, જે 2021-22થી 2025-26 સુધી 15માં નાણાં પંચનાં ચક્ર દરમિયાન રૂ. 3400 કરોડનો કુલ ખર્ચ છે.જીસીએમએમએફ, અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતી ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 22nd, 11:30 am
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી પુરૂષોત્તમ રૂપાલાજી, સંસદમાં મારા સાથીદાર સી.આર. પાટીલ, અમૂલના ચેરમેન શ્રી શ્યામલભાઈ અને અહીં મોટી સંખ્યામાં આવેલા મારા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ ગુજરાતનાં અમદાવાદમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણીમાં ભાગ લીધો
February 22nd, 10:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોટેરા, અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની સ્વર્ણ જયંતીની ઉજવણીમાં સહભાગી થયા હતા. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની સફર ખેડી હતી અને ગોલ્ડન જ્યુબિલી કોફી ટેબલ બુકનું અનાવરણ પણ કર્યું હતું. જીસીએમએમએફ સહકારી મંડળીઓની સ્થિતિસ્થાપકતા, તેમની ઉદ્યોગસાહસિકતાનો જુસ્સો અને ખેડૂતોનાં દ્રઢ દ્રઢ નિશ્ચયનો પુરાવો છે, જેણે અમૂલને દુનિયામાં સૌથી મજબૂત ડેરી બ્રાન્ડમાંની એક બનાવી દીધી છે.રાજસ્થાનના ભિલવારામાં ભગવાન શ્રી દેવનારાયણ જીના 1111મા અવતરણ મહોત્સવની સ્મૃતિમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 28th, 03:50 pm
આજે આ પાવન પ્રસંગે ભગવાન દેવનારાયણ જીનો બુલાવો આવ્યો અને જ્યારે ભગવાન દેવનારાયણ જીનો બુલાવો આવે અને કોઇ તક છોડે છે શું ? હું પણ હાજર થઈ ગયો. અને આપ યાદ રાખો આ કોઈ પ્રધાનમંત્રી અહીં આવ્યા નથી. હું સંપૂર્ણ ભક્તિભાવથી આપની માફક જ એક પ્રવાસીના રૂપમાં આશીર્વાદ લેવા આવ્યો છું. હજી મારે યજ્ઞશાળામાં પૂર્ણાહુતિ આપવાનું સૌભાગ્ય પણ સાંપડ્યું છે. મારા માટે આ સૌભાગ્યનો વિષય છે કે મારા જેવા એક સામાન્ય વ્યક્તિને આજે આપની વચ્ચે આવીને ભગવાન દેવનારાયણ જીના તથા તેમના તમામ ભક્તોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું પૂણ્ય પ્રાપ્ત થયું છે. ભગવાન દેવનારાયણ અને જનતા જનાર્દન બંનેના દર્શન કરવાથી આજે હું ધન્ય થઈ ગયો છું. દેશભરમાંથી અહીં પધારેલા તમામ શ્રદ્ધાળુઓની માફક હું ભગવાન દેવનારાયણ પાસેથી અવતરિત રાષ્ટ્રસેવા માટે ગરીબોના કલ્યાણ માટે આશીર્વાદ માગવા આવ્યો છું.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા 'અવતરણ મહોત્સવ'ના સ્મૃતિ સમારંભમાં સંબોધન આપ્યું
January 28th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા ‘અવતરણ મહોત્સવ’ના સ્મૃતિ સમારંભમાં સંબોધન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ મંદિર દર્શન અને પરિક્રમા કર્યા હતા અને લીમડાનો છોડ પણ રોપ્યો હતો. તેમણે યજ્ઞશાળામાં ચાલી રહેલા વિષ્ણુ મહાયજ્ઞમાં પૂર્ણાહુતિ પણ કરી હતી. રાજસ્થાનના લોકો ભગવાન શ્રી દેવનારાયણજીની પૂજા કરે છે અને તેમના અનુયાયીઓ સમગ્ર દેશમાં ફેલાયેલા છે. તેઓ ખાસ કરીને જનસેવા માટેના પોતાના કાર્યો બદલ લોકોમાં પૂજનીય સ્થાન ધરાવે છે.ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટ 2022નાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
September 12th, 11:01 am
મને ખુશી છે કે, ડેરી ક્ષેત્રનાં સમગ્ર વિશ્વના નિષ્ણાતો, નવપ્રવર્તકો આજે ભારતમાં એકત્ર થયા છે. વિશ્વ ડેરી સમિટમાં વિવિધ દેશોથી આવેલા તમામ મહાનુભાવોનું ભારતના કોટિ કોટિ પશુઓ તરફથી, ભારતના કોટિ કોટિ નાગરિકો તરફથી, ભારત સરકાર તરફથી હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ડેરી ક્ષેત્રનું સામર્થ્ય ગ્રામીણ અર્થતંત્રને તો વેગ આપે જ છે, પણ સાથે સાથે તે વિશ્વભરના કરોડો લોકોની આજીવિકાનું પણ એક મોટું સાધન છે. મને વિશ્વાસ છે કે આ સમિટ વિચારો, ટેકનોલોજી, કુશળતા અને ડેરી ક્ષેત્ર સાથે જોડાયેલ પરંપરાઓનાં સ્તર પર એક બીજાની જાણકારી વધારવામાં અને એકબીજા પાસેથી શીખવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવશે.PM inaugurates International Dairy Federation World Dairy Summit 2022 in Greater Noida
September 12th, 11:00 am
PM Modi inaugurated International Dairy Federation World Dairy Summit. “The potential of the dairy sector not only gives impetus to the rural economy, but is also a major source of livelihood for crores of people across the world”, he said.પશુપાલન અને ડેરી વિભાગની યોજનાઓના વિવિધ ઘટકોને સુધારવા અને પુન:સંગઠિત કરવા અને રૂ. 54618 કરોડના રોકાણના લાભ માટે ખાસ પશુધન પૅકેજને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી
July 14th, 07:40 pm
પશુધન ક્ષેત્રમાં વિકાસને વધુ વેગ મળે અને પશુપાલન ક્ષેત્રમાં રોકાયેલા 10 કરોડ ખેડૂતોને પશુપાલન વધારે લાભદાયી બને એ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતો અંગેની કૅબિનેટ સમિતિએ ભારત સરકારની યોજનાઓ સુધારીને પુન:સંગઠિત કરીને વિવિધ પ્રવૃત્તિઓ ધરાવતા ખાસ પશુધન ક્ષેત્રના પૅકેજના અમલીકરણને 2021-22થી શરૂ કરીને આગામી પાંચ વર્ષ માટે મંજૂરી આપી છે. આ પૅકેજમાં 5 વર્ષ માટે રૂ. 54,618 કરોડના રોકાણના લાભ માટે પાંચ વર્ષના ગાળામાં રૂ. 9800 કરોડની કેન્દ્ર સરકારની મદદની કલ્પના કરાઇ છે.