રામનવમીના પ્રસંગે પ્રધાનમંત્રી તમિલનાડુની મુલાકાત લેશે અને રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડતાં નવા પમ્બન રેલ બ્રીજનું ઉદઘાટન કરશે
April 04th, 02:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 એપ્રિલનાં રોજ તમિલનાડુની મુલાકાત લેશે. રામનવમીના પ્રસંગે બપોરે 12 વાગ્યાની આસપાસ તેઓ નવા પમ્બન રેલ બ્રિજ - ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કરશે અને રોડ બ્રિજ પરથી ટ્રેન અને એક જહાજને લીલી ઝંડી આપશે અને પુલની કામગીરીના સાક્ષી બનશે.સિલ્વાસામાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
March 07th, 03:00 pm
સિલ્વાસાની આ કુદરતી સુંદરતા, અહીંના લોકોનો પ્રેમ અને દાદરા નગર હવેલી, દમણ દીવ, તમે બધા જાણો છો કે તમારો અને મારો સંબંધ કેટલો જૂનો છે. આ દાયકાઓ જૂની નિકટતા અને અહીં આવીને મને કેટલો આનંદ મળે છે, તે ફક્ત તમે અને હું જ જાણીએ છીએ. આજે હું ખૂબ જૂના મિત્રોને મળી રહ્યો હતો. વર્ષો પહેલા મને અહીં ઘણી વાર આવવાની તક મળી હતી. તે સમયે સિલવાસા અને સમગ્ર દાદરા નગર હવેલી, દમણ-દીવની સ્થિતિ કેવી હતી, તે કેટલી અલગ હતી અને લોકો એવું પણ માનતા હતા કે તે દરિયા કિનારે એક નાનું સ્થળ છે, ત્યાં શું થઈ શકે? પણ મને અહીંના લોકોમાં, અહીંના લોકોની ક્ષમતાઓમાં વિશ્વાસ હતો, મને તમારામાં વિશ્વાસ હતો. 2014માં કેન્દ્રમાં સરકાર બનાવ્યા પછી, અમારી સરકારે આ વિશ્વાસને શક્તિમાં પરિવર્તિત કર્યો, તેને આગળ ધપાવ્યો અને આજે આપણું સિલવાસા, આ રાજ્ય એક આધુનિક ઓળખ સાથે ઉભરી રહ્યું છે. સિલવાસા એક એવું શહેર બની ગયું છે જ્યાં દરેક જગ્યાએથી લોકો રહે છે. અહીંનો આ વૈશ્વિક મિજાજ દર્શાવે છે કે દાદરા નગર હવેલીમાં કેટલી ઝડપથી નવી તકોનો વિકાસ થયો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં રૂ. 2580 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શુભારંભ કરાવ્યો
March 07th, 02:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં આજે રૂ. 2580 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ કાર્યક્રમની શરૂઆતમાં સિલવાસામાં નમો હોસ્પિટલનું ઉદઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના સમર્પિત કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. જેમણે તેમને આ વિસ્તાર સાથે જોડાવાની અને તેમની સાથે જોડાવાની તક આપી હતી. તેમણે લોકો સાથે લાંબા ગાળાનાં જોડાણ અને ઉષ્માભર્યા સંબંધોનો સ્વીકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ ક્ષેત્ર સાથેનો તેમનો નાતો દાયકાઓ જૂનો છે. તેમણે વર્ષ 2014માં તેમની સરકાર સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો અને દાદરા અને નગર હવેલી, દમણ અને દીવની સંભવિતતાને આધુનિક અને પ્રગતિશીલ ઓળખમાં પરિવર્તિત કરી હતી.અયોધ્યાજી ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 22nd, 05:12 pm
આજે આપણા રામ આવી ગયા છે! સદીઓ સુધી રાહ જોયા પછી આપણા રામ આવી ગયા છે. સદીઓનું અભૂતપૂર્વ ધૈર્ય, અસંખ્ય ત્યાગ, બલિદાન અને તપસ્યા પછી આપણા ભગવાન રામનું આગમન થયું છે. આ શુભ અવસર પર આપ સૌને અને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન.પ્રધાનમંત્રીએ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં ભાગ લીધો
January 22nd, 01:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા (પવિત્ર) સમારંભમાં ભાગ લીધો હતો. શ્રી મોદીએ શ્રીરામ જન્મભૂમિ મંદિરનાં નિર્માણમાં પ્રદાન કરનાર શ્રમજીવી સાથે વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીએ રામ સેતુના પ્રારંભ બિંદુ - અરિચલ મુનાઈની મુલાકાત લીધી
January 21st, 03:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રામ સેતુના પ્રારંભિક બિંદુ અરિચલ મુનાઈની મુલાકાત લીધી હતી.‘મન કી બાત’ (102મો હપ્તો) પ્રસારણ તારીખ :18.06.2023
June 18th, 11:30 am
સાથીઓ, ઘણા લોકો કહે છે કે, પ્રધાનમંત્રીના તરીકે મેં આ સારૂં કામ કર્યું, પેલું મોટું કામ કર્યું. મન કી બાતના કેટલાય શ્રોતાઓ પોતાના પત્રોમાં ઘણીબધી પ્રશંસા કરે છે. કોઇ કહે છે આ કહ્યું, કોઇ કહે છે પેલું કર્યું, આ સારૂં કર્યું, પેલું વધારે સારૂં કર્યું, આ બહેતર કર્યું, પરંતુ હું જયારે ભારતના અદના માનવીના પ્રયાસ તેમની મહેનત, તેમની ઇચ્છાશક્તિને જોઉં છું તો હું ખુદ અભિભૂત થઇ જાઉં છું. મોટામાં મોટું લક્ષ્ય હોય, મુશ્કેલમાં મુશ્કેલ પડકાર હોય, ભારતના લોકોનું સામૂહિક બળ, સામૂહિક શક્તિ દરેક પડકારનો ઉકેલ લાવી દે છે. હજી હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં આપણે જોયું કે, દેશના પશ્ચિમ કિનારે કેટલું મોટું વાવાઝોડું આવ્યું, તોફાની પવન, ભારે વરસાદ. વાવાઝોડા બિપરજોયે કચ્છમાં કેટલું બધું ખેદાનમેદાન કરી નાંખ્યું, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને તૈયારીની સાથે આટલા ખતરનાક વાવાઝોડાનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. બે દિવસ પછી કચ્છવાસીઓ પોતાનું નવું વર્ષ એટલે કે, અષાઢી બીજ પણ ઉજવવા જઇ રહ્યા છે. આ પણ એક સંયોગ જ છે કે, અષાઢી બીજ કચ્છમાં ચોમાસાની શરૂઆતનું પ્રતિક ગણવામાં આવે છે. હું આટલા વર્ષ કચ્છ આવતો જતો રહ્યો છું, ત્યાંના લોકોની સેવા કરવાનું મને સદભાગ્ય પણ મળ્યું છે, અને એટલે જ કચ્છવાસીઓની હિંમત અને તેમની જીજીવિષા વિષે હું સારી રીતે જાણું છું. બે દાયકા પહેલાંના વિનાશક ભૂકંપ પછી જે કચ્છ માટે કહેવામાં આવતું હતું કે તે, કયારેય બેઠું નહીં થઇ શકે, આજે એ જ જીલ્લો દેશના ઝડપથી વિકસિત થઇ રહેલા જીલ્લામાંનો એક છે. મને વિશ્વાસ છે કે, વાવાઝોડા બિપરજોયે જે વિનાશ વેર્યો છે, તેનાથી પણ કચ્છવાસીઓ બહુ ઝડપથી ઉભા થઇ જશે.