છત્તીસગઢના નવા રાયપુર ખાતે રજત મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 01st, 03:30 pm
છત્તીસગઢના રાજ્યપાલ, રમણ ડેકાજી, રાજ્યના લોકપ્રિય અને ઉર્જાવાન મુખ્યમંત્રી, વિષ્ણુ દેવ સાંઈજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા વરિષ્ઠ સાથીઓ, જુઆલ ઓરાઓનજી, દુર્ગા દાસ ઉઇકે જી, તોખાન સાહુજી, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ, રમણ સિંહજી, નાયબ મુખ્યમંત્રી અરુણ સાહુજી, વિજય શર્માજી, હાજર મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, અને છત્તીસગઢના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં આવેલા મારા બધા પ્રિય ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ રજત મહોત્સવમાં સંબોધન કર્યુ
November 01st, 03:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવા રાયપુર ખાતે છત્તીસગઢ રાજ્યની સ્થાપનાના 25 વર્ષ નિમિત્તે છત્તીસગઢ રજત મહોત્સવને સંબોધિત કર્યો હતો. તેમણે રસ્તા, ઉદ્યોગ, આરોગ્યસંભાળ અને ઉર્જા જેવા મુખ્ય ક્ષેત્રોને આવરી લેતા ₹14,260 કરોડથી વધુના વિકાસલક્ષી અને પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યું હતું. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ છત્તીસગઢના લોકોને શુભેચ્છા પાઠવી અને કહ્યું હતું કે આજે, છત્તીસગઢ રાજ્યની રચનાના 25 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે તેમણે છત્તીસગઢના તમામ લોકોને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.