Prime Minister pays homage to Father of the Nation, Mahatma Gandhi at Rajghat

January 30th, 01:54 pm

On the death anniversary of Mahatma Gandhi, PM Modi paid tributes to the Father of the Nation at Rajghat. The PM said that Bapu’s timeless ideals continue to guide our nation’s journey and reaffirmed the commitment to building an India rooted in justice, harmony and service to humanity.

ભારત સરકાર અને ફિલિપાઇન્સની સરકાર વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના અંગેની ઘોષણા

August 05th, 05:23 pm

ભારતના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી ફર્ડિનેન્ડ આર. માર્કોસ જુનિયરે 4-8 ઓગસ્ટ 2025ના રોજ ભારતની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ માર્કોસની સાથે પ્રથમ મહિલા, શ્રીમતી લુઇસ અરેનેટા માર્કોસ અને ફિલિપાઇન્સના અનેક કેબિનેટ મંત્રીઓ અને ઉચ્ચ સ્તરીય વ્યાપારી પ્રતિનિધિમંડળ સહિત એક ઉચ્ચ સ્તરીય સત્તાવાર પ્રતિનિધિમંડળ પણ હતું.

પ્રધાનમંત્રી શ્રીએ મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી

October 02nd, 03:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

‘મન કી બાત’ (105મી કડી) પ્રસારણ તારીખ: 24.09.2023

September 24th, 11:30 am

મારા પ્રિય પરિવારજનો, નમસ્કાર. ‘મન કી બાત’ના વધુ એક એપિસૉડમાં મને આપ સહુ સાથે દેશની સફળતાને, દેશવાસીઓની સફળતાને, તેમની પ્રેરણાત્મક જીવનયાત્રાને, તમારી સાથે વહેંચવાનો અવસર મળ્યો છે. આ દિવસોમાં સહુથી વધુ પત્રો, સંદેશાઓ, જે મને મળ્યા છે તે બે વિષયો પર વધારે છે. પહેલો વિષય છે, ચંદ્રયાન-3ના સફળ ઉતરાણનો અને બીજો વિષય છે દિલ્લીમાં જી-૨૦નું સફળ આયોજન. દેશના દરેક ભાગમાંથી, સમાજના દરેક વર્ગમાંથી, દરેક આયુના લોકોના, મને અગણિત પત્રો મળ્યા છે. જ્યારે ચંદ્રયાન-૩નું લૅન્ડર ચંદ્રમા પર ઉતરવાનું હતું ત્યારે કરોડો લોકો અલગ-અલગ માધ્યમો દ્વારા એક સાથે એ ઘટનાની પળેપળના સાક્ષી બની રહ્યા હતા. ઇસરોની યૂટ્યૂબ લાઇવ ચૅનલ પર ૮૦ લાખથી વધુ લોકોએ આ ઘટનાને જોઈ – તે પોતાની રીતે એક વિક્રમ છે. તેના પરથી ખબર પડે છે કે ચંદ્રયાન-૩ પ્રત્યે કરોડો ભારતીયોનો કેટલો ગાઢ લગાવ છે. ચંદ્રયાનની આ સફળતા પર દેશમાં આ દિવસોમાં એક ખૂબ જ શાનદાર પ્રશ્નોત્તરી સ્પર્ધા પણ ચાલી રહી છે અને તેને નામ આપવામાં આવ્યું છે- ‘ચંદ્રયાન ૩ મહા ક્વિઝ’. MyGov portal પર થઈ રહેલી આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધુ લોકો ભાગ લઈ ચૂક્યા છે. MyGovની શરૂઆત પછી કોઈ પણ ક્વિઝમાં આ સૌથી મોટી સહભાગિતા છે. હું તમને પણ કહીશ કે જો તમે અત્યાર સુધી તેમાં ભાગ નથી લીધો તો હવે મોડું ન કરતા, હજુ તેમાં છ દિવસ બચ્યા છે. આ ક્વિઝમાં જરૂર ભાગ લો.

G20 દેશોના નેતાઓએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

September 10th, 12:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ G20 સભ્ય દેશોના નેતાઓ સાથે આજે પ્રતિષ્ઠિત રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે રેખાંકિત કર્યું કે ગાંધીજીના કાલાતીત આદર્શો સુમેળભર્યા, સર્વસમાવેશક અને સમૃદ્ધ વૈશ્વિક ભવિષ્ય માટે સામૂહિક દ્રષ્ટિને માર્ગદર્શન આપે છે.