પ્રધાનમંત્રી 3 નવેમ્બરના રોજ ઇમર્જિંગ સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન સમિટ 2025નું ઉદ્ઘાટન કરશે

November 02nd, 09:29 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 નવેમ્બરના રોજ સવારે 9:30 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઉભરતા વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા પરિષદ (ESTIC) 2025નું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી 8 ઓક્ટોબરે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના 9માં સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે

October 07th, 10:27 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 9:45 વાગ્યે નવી દિલ્હી સ્થિત યશોભૂમિ ખાતે એશિયાના સૌથી મોટા ટેલિકોમ્યુનિકેશન, મીડિયા અને ટેકનોલોજી કાર્યક્રમ, ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025ના 9મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે.

ભારત સિંગાપોર સંયુક્ત નિવેદન

September 04th, 08:04 pm

સિંગાપોર પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી લોરેન્સ વોંગની ભારત પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત પ્રસંગે ભારત અને સિંગાપોર વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટેના રોડમેપ પર સંયુક્ત નિવેદન

સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

September 04th, 12:45 pm

હું પદ સંભાળ્યા પછી પ્રધાનમંત્રી વોંગનું તેમની પ્રથમ ભારત મુલાકાત પર હાર્દિક સ્વાગત કરું છું. આ મુલાકાત વધુ ખાસ છે. કારણ કે આ વર્ષે આપણે આપણા સંબંધોની 60મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ.

ભારત-જાપાન આર્થિક મંચ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

August 29th, 11:20 am

અને તે રીતે ઘણા લોકો છે જેમની સાથે મારો વ્યક્તિગત પરિચય છે. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે પણ, અને જ્યારે હું ગુજરાતથી દિલ્હી આવ્યો ત્યારે પણ. તમારામાંથી ઘણા લોકો સાથે મારો ગાઢ પરિચય થયો છે. મને ખુશી છે કે મને આજે આપ સૌને મળવાની તક મળી.

પ્રધાનમંત્રી ભારત-જાપાન આર્થિક મંચમાં ઉપસ્થિત રહ્યા

August 29th, 11:02 am

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં ભારત-જાપાન સ્પેશિયલ સ્ટ્રેટેજિક અને ગ્લોબલ પાર્ટનરશીપની સફળતા, ખાસ કરીને રોકાણ, ઉત્પાદન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ પર પ્રકાશ પાડ્યો હતો. જાપાની કંપનીઓને ભારતમાં તેમની હાજરીને વધુ વિસ્તૃત કરવા આમંત્રણ આપતાં, તેમણે કહ્યું કે ભારતીય વિકાસ ગાથા તેમના માટે પ્રોત્સાહક તકો રજૂ કરે છે. તેમણે કહ્યું કે વર્તમાન અશાંત વૈશ્વિક આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં વિશ્વસનીય મિત્રો વચ્ચેની ગાઢ આર્થિક ભાગીદારી ખાસ કરીને સુસંગત છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે રાજકીય સ્થિરતા, નીતિગત આગાહી, સુધારાઓ પ્રત્યે પ્રતિબદ્ધતા અને વ્યવસાય કરવાની સરળતા માટેના પ્રયાસોએ ભારતીય બજારમાં રોકાણકારોમાં નવો વિશ્વાસ આપ્યો છે, જે વૈશ્વિક એજન્સીઓ દ્વારા ભારતના નવીનતમ ક્રેડિટ રેટિંગના અપગ્રેડમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.

ત્રણ પરમ રૂદ્ર સુપર કમ્પ્યુટર્સ અને હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમ રાષ્ટ્રને અર્પણ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 26th, 05:15 pm

આદરણીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, દેશભરની વિવિધ સંશોધન સંસ્થાઓના આદરણીય નિયામકો, પ્રતિષ્ઠિત વરિષ્ઠ વૈજ્ઞાનિકો, ઇજનેરો, સંશોધકો, વિદ્યાર્થીઓ, અન્ય મહાનુભાવો અને દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ત્રણ પરમ રૂદ્ર સુપર કોમ્પ્યુટર દેશને અર્પણ કર્યા

September 26th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આશરે રૂ. 130 કરોડનાં મૂલ્યનાં ત્રણ પરમ રૂદ્ર સુપર કમ્પ્યુટર દેશને અર્પણ કર્યા હતાં. નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન (એનએસએમ) હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલા આ સુપર કમ્પ્યુટર્સને પૂણે, દિલ્હી અને કોલકાતામાં અગ્રણી વૈજ્ઞાનિક સંશોધનની સુવિધા આપવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ હવામાન અને આબોહવામાં સંશોધન માટે તૈયાર થયેલી હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ (એચપીસી) સિસ્ટમનું પણ ઉદઘાટન કર્યું હતું.