પ્રધાનમંત્રીએ નવીનતમ QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓની સંખ્યામાં રેકોર્ડ વધારાનું સ્વાગત કર્યું
November 04th, 09:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા દાયકામાં QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓની સંખ્યામાં થયેલા રેકોર્ડ વધારાને આવકાર્યો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સરકાર સંશોધન અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણા યુવાનો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ કહ્યું અમે સમગ્ર ભારતમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓને સક્ષમ બનાવીને આ ક્ષેત્રમાં સંસ્થાકીય ક્ષમતાઓનું નિર્માણ પણ કરી રહ્યા છીએ.