રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રીના વિડિયો સંદેશનો મૂળપાઠ
August 23rd, 11:00 am
કેન્દ્રીય મંત્રીમંડળના સાથીઓ, ઇસરો અને અંતરિક્ષ ક્ષેત્રના તમામ વૈજ્ઞાનિકો અને ઇજનેરો અને મારા પ્રિય દેશવાસીઓ!રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 2025 પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
August 23rd, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 2025 નિમિત્તે એક વિડિયો સંદેશ દ્વારા સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે, હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વર્ષનો વિષય, આર્યભટ્ટથી ગગનયાન સુધી, ભારતના ભૂતકાળના આત્મવિશ્વાસ અને ભવિષ્ય માટેના સંકલ્પ બંનેને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે ખૂબ જ ટૂંકા ગાળામાં, રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ભારતના યુવાનો માટે આકર્ષણ અને ઉત્સાહનો પ્રસંગ બની ગયો છે, જે રાષ્ટ્રીય ગૌરવનો વિષય છે. તેમણે વૈજ્ઞાનિકો અને યુવાનો સહિત અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી મોદીએ માહિતી આપી કે ભારત હાલમાં ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર પર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડનું આયોજન કરી રહ્યું છે, જેમાં સાઠથી વધુ દેશોના લગભગ 300 યુવા સહભાગીઓ ભાગ લઈ રહ્યા છે. શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી કે આ કાર્યક્રમમાં ઘણા ભારતીય સહભાગીઓએ મેડલ જીત્યા છે. તેમણે કહ્યું કે આ ઓલિમ્પિયાડ અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતના ઉભરતા વૈશ્વિક નેતૃત્વનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે યુવાનોમાં અંતરિક્ષમાં રસ વધારવા માટે, ISROએ ઇન્ડિયન સ્પેસ હેકાથોન અને રોબોટિક્સ ચેલેન્જ જેવી પહેલ શરૂ કરી છે. તેમણે આ સ્પર્ધાઓમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓ અને વિજેતાઓને અભિનંદન આપ્યા હતા.PSLV C54 મિશનના સફળ પ્રક્ષેપણ પર પ્રધાનમંત્રીશ્રીએ ISRO અને NSILને અભિનંદન પાઠવ્યા
November 26th, 06:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PSLV C54 મિશનના સફળ પ્રક્ષેપણ પર ISRO અને NSILને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ આ લોન્ચ સાથે સંકળાયેલી તમામ કંપનીઓને પણ અભિનંદન પાઠવ્યા છે.