કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે કર્મચારીઓને 78 દિવસ માટે ઉત્પાદકતા આધારિત બોનસ મંજૂર કર્યું

September 24th, 03:10 pm

રેલવે કર્મચારીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 10,91,146 રેલવે કર્મચારીઓને રૂ. 1865.68 કરોડના 78 દિવસના ઉત્પાદકતા આધારિત બોનસ (PLB-Productivity Linked Bonus)) મંજૂરી આપી છે.

કેબિનેટે રેલવે કર્મચારીઓને 78 દિવસ માટે પ્રોડક્શન લિંક્ડ બોનસ (PLB)ને મંજૂરી આપી અને તેની જાહેરાત કરી.

October 03rd, 09:53 pm

રેલવે સ્ટાફની વિવિધ શ્રેણીઓ જેમ કે ટ્રેક મેઇન્ટેનર્સ, લોકો પાઇલોટ્સ, ટ્રેન મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર્સ, સુપરવાઇઝર, ટેકનિશિયન, ટેકનિશિયન હેલ્પર્સ, પોઇન્ટ્સમેન, મિનિસ્ટ્રીયલ સ્ટાફ અને અન્ય ગ્રુપ એક્સસી સ્ટાફને આ રકમ ચૂકવવામાં આવશે. PLB ની ચુકવણી રેલવે કર્મચારીઓને રેલવેની કામગીરીમાં સુધારો કરવા માટે પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહન તરીકે કાર્ય કરે છે.