ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 જીતવા બદલ પ્રધાનમંત્રીએ ભારતીય રિઝર્વ બેંક (RBI)ને બિરદાવી
March 16th, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 જીતવા બદલ ભારતીય રિઝર્વ બેંક (RBI)ને બિરદાવી. સેન્ટ્રલ બેંકિંગ, લંડન, યુકે દ્વારા RBI ને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં આવી છે, જે તેની ઇન-હાઉસ ડેવલપર ટીમ દ્વારા વિકસાવવામાં આવેલી તેની નવીન ડિજિટલ પહેલ - પ્રવાહ અને સારથી - ને માન્યતા આપે છે.