પ્રધાનમંત્રી 28 જૂને નવી દિલ્હીમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કરશે
June 27th, 05:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 જૂને સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે સભાને સંબોધન પણ કરશે.પ્રધાનમંત્રીએ મહાવીર જયંતી પર ભગવાન મહાવીરને વંદન કર્યાં
April 10th, 08:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાવીર જયંતી નિમિત્તે ભગવાન મહાવીરને વંદન કર્યાં. શ્રી મોદીએ કહ્યું કે ભગવાન મહાવીર હંમેશા અહિંસા, સત્ય અને કરુણા પર ભાર મૂકતા હતા અને તેમના આદર્શો વિશ્વભરના અસંખ્ય લોકોને શક્તિ આપે છે. પ્રધાનમંત્રીએ એ પણ નોંધ્યું કે ગયા વર્ષે સરકારે પ્રાકૃતને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો હતો, આ નિર્ણયની ઘણી પ્રશંસા થઈ હતી.કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા માટે મંજૂરી આપી
October 03rd, 09:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી દીધી છે. શાસ્ત્રીય ભાષાઓ ભારતના ગહન અને પ્રાચીન સાંસ્કૃતિક વારસાના સંરક્ષક તરીકે સેવા આપે છે, જે દરેક સમુદાયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સીમાચિહ્નના સારને મૂર્તિમંત કરે છે.