પ્રધાનમંત્રી 4 ઓક્ટોબરના રોજ 62,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યુવા-કેન્દ્રિત પહેલોનું અનાવરણ કરશે
October 03rd, 03:54 pm
એક ઐતિહાસિક યુવા વિકાસ પહેલમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ₹62,000 કરોડથી વધુની વિવિધ યુવા-કેન્દ્રિત પહેલોનું અનાવરણ કરશે, જે દેશભરમાં શિક્ષણ, કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાને નિર્ણાયક પ્રોત્સાહન આપશે. આ કાર્યક્રમમાં કૌશલ્ય દિક્ષાંત સમારોહનો પણ સમાવેશ થશે, જે પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ રાષ્ટ્રીય કૌશલ્ય દિક્ષાંત સમારોહનું ચોથું સંસ્કરણ છે, જ્યાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના 46 અખિલ ભારતીય ટોચના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.