"વિકસિત ભારત માટે ટેકનોલોજી, સુધારા અને નાણાં" વિષય પર બજેટ પછીના વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 27th, 01:01 pm
આ વર્ષના પ્રથમ બજેટ વેબિનારમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. છેલ્લા કેટલાક વર્ષોમાં, બજેટ વેબિનાર એક મજબૂત પરંપરા બની ગઈ છે. ઘણીવાર બજેટનું મૂલ્યાંકન વિવિધ પરિમાણો પર કરવામાં આવે છે: ક્યારેક શેરબજારની ગતિવિધિઓ, ક્યારેક ચર્ચા આવકવેરાની દરખાસ્તો પર કેન્દ્રિત હોય છે. સત્ય એ છે કે રાષ્ટ્રીય બજેટ ટૂંકા ગાળાના વેપાર દસ્તાવેજ નથી; તે એક નીતિ માર્ગદર્શિકા છે. તેથી, બજેટની અસરકારકતાનું મૂલ્યાંકન પણ નક્કર પરિમાણો પર થવું જોઈએ. એવી નીતિઓ જે માળખાગત સુવિધાઓનો વિસ્તાર કરે છે, ધિરાણ પ્રવાહને સરળ બનાવે છે, વ્યવસાય કરવામાં સરળતા વધારે છે, શાસનમાં પારદર્શિતા વધારે છે અને જનતા માટે જીવન સરળ બનાવે છે અને તેમના માટે નવી તકો ઉભી કરે છે. અર્થતંત્રને કાયમી મજબૂતી પૂરી પાડતા બજેટ નિર્ણયો મહત્વપૂર્ણ છે. અને સૌથી અગત્યનું, કોઈપણ બજેટને એકલું ન જોવું જોઈએ. રાષ્ટ્ર નિર્માણ એક સતત પ્રક્રિયા છે. દરેક બજેટ એક મોટા ધ્યેય તરફ એક પગલું છે અને આપણી સમક્ષ તે મોટું લક્ષ્ય 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે. દરેક સુધારા, દરેક ફાળવણી, દરેક પરિવર્તનને આ લાંબી યાત્રાના ભાગ રૂપે જોવું જોઈએ. અને તેથી બજેટ પછી દર વર્ષે યોજાતા આ વેબિનાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને આશા છે કે આ વેબિનાર ફક્ત વિચારોના આદાન-પ્રદાન પૂરતા મર્યાદિત નહીં રહે, પરંતુ એક અસરકારક વિચાર-મંથન પણ બનશે. તમારા અનુભવો અને વ્યવહારુ પડકારોના આધારે તમારા સૂચનો નિઃશંકપણે આપણને આર્થિક વ્યૂહરચનાઓ સુધારવા અને ઉકેલો શોધવામાં મદદ કરશે. જ્યારે ઉદ્યોગ, શિક્ષણવિદો, વિશ્લેષકો અને નીતિ નિર્માતાઓ સાથે મળીને વિચારે છે, ત્યારે યોજનાઓનો અમલ સુધરે છે અને પરિણામો વધુ સચોટ હોય છે. વેબિનારની આ શ્રેણી પાછળની ભાવના આ છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ “વિકસિત ભારત માટે ટેકનોલોજી સુધારા અને નાણાં” પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કર્યો
February 27th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 2026-27 શ્રેણીના પ્રથમ પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કર્યો હતો, જેની થીમ વિકસિત ભારત માટે ટેકનોલોજી સુધારા અને નાણાં પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. રાષ્ટ્રીય બજેટ એ ટૂંકા ગાળાના ટ્રેડિંગ દસ્તાવેજને બદલે પોલિસી રોડમેપ છે તે અંગે જણાવતા, શ્રી મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે સામૂહિક પ્રયાસો કરવા આહ્વાન કર્યું હતું.પીએમ દ્વારા દિલ્હીમાં AI ઇમ્પેક્ટ સમિટમાં વૈશ્વિક નેતાઓનું સ્વાગત
February 16th, 10:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે આયોજિત AI ઇમ્પેક્ટ સમિટમાં વિશ્વના નેતાઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, નવપ્રવર્તકો (innovators), નીતિ નિર્માતાઓ, સંશોધકો અને ટેકનોલોજી ઉત્સાહીઓનું સ્વાગત કર્યું હતું.પ્રધાનમંત્રી 7 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે
August 06th, 12:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યે નવી દિલ્હીમાં ICAR PUSA ખાતે એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન પણ કરશે.