રાજ્યસભામાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ

April 17th, 11:10 am

સદન વતી અને મારી તરફથી, હું શ્રીમાન હરિવંશ જીને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પણ પાઠવું છું. રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે સતત ત્રીજી વખત ચૂંટાવું, તે પોતાનામાં જ આ સદનનો તમારા પ્રત્યે જે ઊંડો વિશ્વાસ છે અને વીતેલા સમયગાળામાં તમારા અનુભવનો સદનને જે લાભ મળ્યો છે, સૌને સાથે લઈને ચાલવાનો તમારો જે પ્રયાસ રહ્યો છે, તેના પર એક પ્રકારે સદને આજે મહોર લગાવી દીધી છે અને આ પોતાનામાં જ એક અનુભવનું સન્માન છે, એક સહજ કાર્યશૈલીનું સન્માન છે અને એક સહજ કાર્યશૈલીનો સ્વીકાર પણ છે. આપણે સૌએ હરિવંશ જીના નેતૃત્વમાં સદનની શક્તિને વધુ પ્રભાવી થતી જોઈ છે અને હું કહી શકું છું કે માત્ર સદનની કાર્યવાહીનું સંચાલન જ નહીં, તેઓ પોતાના જીવનના ભૂતકાળના જે અનુભવો છે, તેનો પણ ખૂબ જ સચોટ રીતે સદનને સમૃદ્ધ કરવામાં ઉપયોગ કરે છે. તેમનો આ અનુભવ સમગ્ર કાર્યવાહીને, સંચાલનને અને સદનના માહોલને વધુ પરિપક્વ બનાવે છે. મને વિશ્વાસ છે, ઉપસભાપતિ જીનો નવો કાર્યકાળ એ જ ભાવના, સંતુલન અને સમર્પણ સાથે આગળ વધશે અને આપણા સૌના પ્રયાસોથી સદનની ગરિમાને નવી ઊંચાઈ પ્રાપ્ત થશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાને સંબોધિત કરી

April 17th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભાને સંબોધિત કરી હતી અને શ્રી હરિવંશને અભૂતપૂર્વ સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. આ ઐતિહાસિક સિદ્ધિ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આ શ્રી હરિવંશમાં ગૃહના ઊંડા વિશ્વાસ અને તેઓ આ સંસ્થામાં જે મૂલ્યવાન અનુભવ લાવ્યા છે તેને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાવા એ તેમના અનુભવ, તેમના સર્વસમાવેશક અભિગમ અને તેમની ગરિમાપૂર્ણ કાર્યશૈલી પર ગૃહની મંજૂરીની મહોર છે.

પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી

April 17th, 08:53 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચંદ્રશેખરની જન્મજયંતી પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે.

પીએમએ ભૂતપૂર્વ PM શ્રી ચંદ્ર શેખરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

April 17th, 11:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચંદ્રશેખરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.