Prime Minister meets President of the United States of America on the sidelines of the G7 Summit in Evian

June 18th, 05:04 am

On the margins of the G7 Summit in Evian, France, PM Modi held a meeting with US President Donald Trump. The PM commended President Trump for his efforts to end the ongoing conflict in West Asia, underlined the importance of maintaining freedom of navigation in the Strait of Hormuz and the need to ensure the safety of seafarers. Both leaders expressed their satisfaction with the significant progress made in negotiations towards an interim Bilateral Trade Agreement.

G7 સમિટ અંતર્ગત પ્રધાનમંત્રીએ યુનાઇટેડ આરબ અમીરાતના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

June 17th, 12:38 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના એવિયનમાં G7 સમિટ અંતર્ગત યુનાઇટેડ આરબ અમીરાતના રાષ્ટ્રપતિ, હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. 2026માં બંને નેતાઓ વચ્ચે આ ત્રીજી મુલાકાત હતી, જે ભારત-UAE વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતી અને જીવંતતા દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત થવા બદલ મેજર અભિલાષા બરાકને અભિનંદન પાઠવ્યા

June 07th, 02:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત થવા બદલ મેજર અભિલાષા બરાકને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે મેજર બરાક લેબેનોનમાં સંયુક્ત રાષ્ટ્રના વચગાળાના દળ (UNIFIL) માં એન્ગેજમેન્ટ ટીમ કમાન્ડર અને જેન્ડર ફોકલ પોઇન્ટ તરીકે સેવા આપી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ મહર્ષિ પતંજલિનું સન્માન કરતા અને યોગના ગુણો પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

June 04th, 09:16 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહર્ષિ પતંજલિને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું અને યોગના ગહન લાભો પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું હતું.

પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જે સાચા જ્ઞાનની પરિવર્તનશીલ શક્તિ પર ભાર મૂકે છે

May 26th, 09:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સાચું જ્ઞાન રાષ્ટ્ર, સમાજ અને સમગ્ર માનવતાના કલ્યાણનો માર્ગ મોકળો કરે છે. તેમણે કહ્યું કે આપણું જ્ઞાન અને આપણા કાર્યો સમગ્ર માનવતા માટે પ્રેરણાસ્ત્રોત બને તે મહત્વપૂર્ણ છે.

યુ.એસ. વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

May 23rd, 04:20 pm

યુ.એસ. વિદેશમંત્રીએ, મહામહિમ શ્રી માર્કો રૂબિયોએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

સાયપ્રસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિની સત્તાવાર મુલાકાત અંગે સંયુક્ત નિવેદન

May 22nd, 09:31 pm

ભારત પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સાયપ્રસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ શ્રી નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સે 20-23 મે 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે યુરોપિયન યુનિયનની કાઉન્સિલના સાયપ્રસના અધ્યક્ષપદ દરમિયાન થઈ રહી છે.

પ્રધાનમંત્રીએ આપણી માતૃભૂમિના પવિત્ર વારસાને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે અને સાર્વત્રિક સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

May 21st, 09:04 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં નોંધ્યું કે આપણી માતૃભૂમિ આધ્યાત્મિક અભ્યાસ અને ઉપાસના, તેમજ હિંમત, શક્તિ અને સાર્વત્રિક કલ્યાણની પવિત્ર ભૂમિ રહી છે. શ્રી મોદીએ તેમની હાર્દિક ઇચ્છા વ્યક્ત કરી કે મહાન વારસો અને પ્રાચીન સંસ્કૃતિની આ પવિત્ર ભૂમિ હંમેશા દરેકને સુખ અને સમૃદ્ધિથી ભરપૂર રાખે.

ત્રીજી ભારત-નોર્ડિક સમિટમાં સંયુક્ત અખબારી નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું નિવેદન

May 19th, 04:25 pm

ઝડપથી વધી રહેલા વેપાર અને રોકાણે ભારતના વિકાસની વાર્તામાં તો યોગદાન આપ્યું જ છે; સાથે જ, નોર્ડિક દેશોના અર્થતંત્રોમાં પણ ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી છે અને હજારો નવી નોકરીઓનું સર્જન કર્યું છે. આ મજબૂત પાયા પર આપણા સંબંધોને આગલા સ્તર પર લઈ જવા માટે અમે તાજેતરમાં કેટલીક મહત્વપૂર્ણ પહેલો કરી છે.

પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે જેમાં પૃથ્વી માતા દ્વારા એક જ ઘરના સભ્યો તરીકે વિવિધ લોકોને અપનાવવામાં આવે છે

May 19th, 09:05 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે, જેમાં નોંધ્યું છે કે પૃથ્વી માતા સમગ્ર માનવતાને એક પરિવાર માને છે. શ્રી મોદીએ ભાર મૂક્યો કે તેમના માટે, આ સમગ્ર વિશ્વ એક ઘર જેવું છે, જ્યાં દરેક સંસ્કૃતિનું પોતાનું મહત્વ અને આદર છે.

પ્રધાનમંત્રીએ સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી

May 18th, 12:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વીડનના ગોથેનબર્ગ (Gothenburg) ખાતે પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ઉલ્ફ ક્રિસ્ટરસન (H.E. Mr. Ulf Kristersson) સાથે દ્વિપક્ષીય પરામર્શ કર્યો હતો. સ્વીડનના ક્રાઉન પ્રિન્સેસ વિક્ટોરિયાએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો અને મહામહિમ રાજા કાર્લ XVI ગુસ્તાફ અને રાણી સિલ્વિયા તરફથી ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ મહામહિમ રાજાના 80મા જન્મદિવસે તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ સ્વીડનમાં 'રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર, ડિગ્રી કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ' મેળવ્યો

May 17th, 11:13 pm

ગોથેનબર્ગમાં આયોજિત એક વિશેષ સમારોહમાં, સ્વીડનના ક્રાઉન પ્રિન્સેસ વિક્ટોરિયાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ‘રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર, ડિગ્રી કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ’ (Royal Order of the Polar Star, Degree Commander Grand Cross) એનાયત કર્યો હતો, જે 18મી સદીમાં સ્થાપિત સ્વીડનના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંનું એક છે. આ પુરસ્કાર વિદેશી સરકારોના વડાઓને અસાધારણ જાહેર સેવા અને સ્વીડન સાથેના સંબંધોને મજબૂત કરવા માટેના યોગદાનની માન્યતા રૂપે આપવામાં આવતું સ્વીડનનું સર્વોચ્ચ સન્માન છે.

ભારતે અને નેધરલેન્ડ્સે ભારતના પ્રધાનમંત્રીની નેધરલેન્ડ્સની મુલાકાત અંગે સંયુક્ત નિવેદન જાહેર કર્યું

May 17th, 03:45 am

નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી માનનીય શ્રી રોબ જેટનના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16-17 મે 2026 દરમિયાન નેધરલેન્ડ્સની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ પ્રધાનમંત્રી મોદીની નેધરલેન્ડ્સની બીજી મુલાકાત હતી.

હેગ, નેધરલેન્ડ્સમાં એક સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 16th, 01:30 pm

આમ તો ધ હેગ (The Hague) ને દુનિયા City of Peace and Justice” (શાંતિ અને ન્યાયનાં શહેર)ના રૂપમાં જાણે છે. પરંતુ આજે અહીં જે માહોલ છે તેને જોઈને લાગી રહ્યું છે કે ધ હેગ, ભારતીય મિત્રતાનું જીવંત પ્રતીક બની ગયું છે!

પ્રધાનમંત્રીએ નેધરલેન્ડ્સમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા

May 16th, 01:20 pm

સભાને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ ઉત્સાહપૂર્ણ અને રંગારંગ સ્વાગત બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે ડચ સોસાયટી (સમાજ) માં તેમના યોગદાન માટે અને ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મિત્રતાના જીવંત સેતુ તરીકે સેવા આપવા બદલ ભારતીય ડાયસ્પોરાની પ્રશંસા કરી હતી. તેમણે ભારત સાથે સુરીનામી-હિન્દુસ્તાની સમુદાયના ઊંડા અને સ્થાયી ઐતિહાસિક સંબંધોને પણ યાદ કર્યા હતા, અને પેઢી દર પેઢી તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા અને તેની ઉજવણી કરવાના તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા. પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું હતું કે ટેક્નોલોજી ક્ષેત્રે મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ અને ડચ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યા, ખાસ કરીને ઇનોવેશન-આધારિત (નવીનતા-સંચાલિત) ક્ષેત્રોમાં, બંને દેશો વચ્ચેની સમકાલીન ભાગીદારીને મજબૂત બનાવી રહી છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે રમતગમતના જોડાણો, ખાસ કરીને ક્રિકેટ અને હોકી, બંને દેશો વચ્ચેના ગાઢ લોકો-થી-લોકોના સંબંધોમાં નવી ગતિશીલતા ઉમેરી રહ્યા છે.

પ્રધાનમંત્રીની સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત

May 15th, 03:59 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર મુલાકાત લીધી હતી. એરપોર્ટ પર UAEના રાષ્ટ્રપતિ હિઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન દ્વારા તેમનું સ્વાગત કરીને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી 10 મેના રોજ કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે

May 09th, 11:17 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 મે, 2026ના રોજ કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. આશરે 11 વાગ્યે, પ્રધાનમંત્રી બેંગલુરુમાં ધ આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થશે અને આ પ્રસંગે જનમેદનીને સંબોધિત કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી હૈદરાબાદ જશે અને આશરે 3 વાગ્યે, તેઓ આશરે ₹9,400 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે. આશરે 3:45 વાગ્યે, પ્રધાનમંત્રી હૈદરાબાદમાં સિંધુ હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે.

ભારત ગણરાજ્ય અને વિયેતનામ સમાજવાદી ગણરાજ્ય વચ્ચે ઉન્નત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અંગે સંયુક્ત નિવેદન

May 06th, 05:24 pm

ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી અને વિયેતનામ સમાજવાદી ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી તો લમે 05 મે થી 07 મે 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. જનરલ સેક્રેટરી, રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી તો લમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ અને એક મજબૂત બિઝનેસ પ્રતિનિધિમંડળ પણ આવ્યું હતું.

વિયેતનામ સમાજવાદી પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાતના પરિણામોની યાદી

May 06th, 03:44 pm

આઈઆરઈએલ (ઇન્ડિયા) લિમિટેડ [IREL (India) Ltd.] અને વિયેતનામના ઇન્સ્ટિટ્યુટ ફોર ટેકનોલોજી ઓફ રેડિયોએક્ટિવ એન્ડ રેર એલિમેન્ટ્સ (ITRRE) વચ્ચે પરસ્પર સહયોગ માટે સમજૂતી કરાર (MoU)

વિયેતનામના રાષ્ટ્રપતિ માનનીય તો લમ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 06th, 01:00 pm

એટલું જ નહીં, તેમણે ભારત યાત્રાની શરૂઆત બોધગયાથી કરી છે. આ આપણા બંને દેશોની સહિયારી સભ્યતા અને આધ્યાત્મિક પરંપરાને દર્શાવે છે. તેમની આ મુલાકાત અને આપણી સાર્થક ચર્ચાઓથી, આપણે આપણી પરસ્પર સદ્ભાવનાને કેટલાય નક્કર પરિણામોમાં બદલી રહ્યા છીએ.