પ્રધાનમંત્રીની સેશેલ્સની સત્તાવાર રાજકીય મુલાકાત
June 28th, 08:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની 27-29 જૂન 2026 દરમિયાન સેશેલ્સની સત્તાવાર રાજકીય મુલાકાતના ભાગરૂપે, પ્રધાનમંત્રી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. પેટ્રિક હર્મિનીએ આજે વિક્ટોરિયા, માહે ખાતે આવેલા સ્ટેટ હાઉસમાં સત્તાવાર મંત્રણા કરી હતી.સેશેલ્સની નેશનલ એસેમ્બલીમાં પ્રધાનમંત્રીનું સંબોધન
June 28th, 05:00 pm
પ્રધાનમંત્રી તરીકે મેં હિંદ મહાસાગર ક્ષેત્રના જે પ્રથમ દેશની મુલાકાત લીધી હતી તે 2015 માં સેશેલ્સ હતો. પ્રધાનમંત્રી તરીકે આ મારી આફ્રિકાની પણ પ્રથમ મુલાકાત હતી. હું અહીં એટલા માટે આવ્યો હતો કારણ કે હું માનતો હતો કે હિંદ મહાસાગર માટેના ભારતના વિઝનમાં સેશેલ્સ એક વિશેષ સ્થાન ધરાવે છે. આજે, એક દાયકા પછી જ્યારે હું અહીં પરત ફર્યો છું, ત્યારે મારો તે વિશ્વાસ અગાઉ કરતાં વધુ મજબૂત બન્યો છે.પ્રધાનમંત્રીને ‘ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન’ પ્રેસિડેન્શિયલ ડિસ્ટિન્ક્શનથી સન્માનિત કરાયા
June 28th, 03:07 pm
એક વિશેષ સમારોહમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે સેશેલ્સના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. પેટ્રિક હર્મિની દ્વારા પ્રેસિડેન્શિયલ ડિસ્ટિન્ક્શન - ‘ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન’ એનાયત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીને તેમના હરિત નેતૃત્વ, અને વિકાસશીલ દેશોના હિતોને આગળ વધારવાના પ્રયાસો તેમજ બ્લુ ઇકોનોમી (સમુદ્ર આધારિત અર્થતંત્ર)ને પ્રોત્સાહન આપવા, ક્લાઇમેટ એક્શન, સમુદ્ર સંસાધનોના ટકાઉ સંચાલન અને નાના દ્વીપ વિકાસશીલ દેશોની વિકાસલક્ષી આકાંક્ષાઓ પ્રત્યેની તેમની લાંબા સમયથી ચાલી રહેલી પ્રતિબદ્ધતા માટે આ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે આ પ્રતિષ્ઠિત સન્માન કોઈને એનાયત કરવામાં આવ્યું હોય.સેશેલ્સના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
June 28th, 02:02 pm
અમારો વિશ્વાસ છે કે હિંદ મહાસાગર આપણું સહિયારું ઘર છે; આની સુરક્ષા, ટકાઉપણું અને સમૃદ્ધિ આપણી સામૂહિક જવાબદારી છે. આ જ ભાવના આપણા મહાસાગર વિઝનનો આધાર છે.વડાપ્રધાન મોદી સેશેલ્સ પહોંચ્યા, ત્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
June 27th, 03:30 pm
પીએમ મોદી સેશેલ્સ પહોંચ્યા અને એરપોર્ટ પર રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિની દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પરંપરાગત નૃત્ય સાથે એક ખાસ સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવી. આ મુલાકાત ભારત-સેશેલ્સ વચ્ચે ગાઢ અને લાંબા સમયથી ચાલતી ભાગીદારીને ઉજાગર કરે છે, જેમાં તમામ ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મુલાકાત દરમિયાન, પીએમ મોદી બંને દેશો વચ્ચે સહયોગને વધુ વધારવા માટે સેશેલ્સના નેતૃત્વ સાથે વાતચીત કરશે.સેશેલ્સની મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન (27-29 જૂન, 2026)
June 27th, 08:25 am
મારા મિત્ર, રિપબ્લિક ઓફ શેશેલ્સના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. પેટ્રિક હર્મિનીના આમંત્રણ પર, હું શેશેલ્સના રાષ્ટ્રીય દિવસની સુવર્ણ જયંતિની ઉજવણીમાં 'ગેસ્ટ ઓફ ઓનર' તરીકે ભાગ લેવા માટે 27-29 જૂન 2026 સુધી શેશેલ્સની રાજ્ય મુલાકાત લઈશ.વડાપ્રધાનની સેશેલ્સની રાજકીય મુલાકાત (27–29 જૂન, 2026)
June 25th, 06:05 pm
સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીના આમંત્રણ પર, પીએમ મોદી 27-29 જૂન 2026 દરમિયાન સેશેલ્સની મુલાકાત લેશે, જે ભારતના વિઝન મહાસાગરને આગળ વધારશે. આ મુલાકાત દરમિયાન, તેઓ સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતીના સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે અને રાષ્ટ્રપતિ હર્મિની સાથે વાતચીત કરશે. તેઓ સેશેલ્સની રાષ્ટ્રીય સભાને પણ સંબોધિત કરશે અને ભારતીય ડાયસ્પોરાના સભ્યો સાથે વાતચીત કરશે.પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓ અને નાગરિકોનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો
June 10th, 11:50 pm
પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓ અને નાગરિકોનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યોભારત અને સેશેલ્સ વચ્ચે સંકલિત જોડાણો દ્વારા સ્થિરતા, આર્થિક વિકાસ અને સુરક્ષા માટે સંયુક્ત વિઝન
February 09th, 03:28 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સેશેલ્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક અર્મિની 5 થી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે.સેશેલ્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક અર્મિની સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 09th, 01:00 pm
સેશેલ્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ હું 140 કરોડ ભારતીયો વતી તેમને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.પ્રધાનમંત્રીએ સેશેલ્સ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડૉ. પેટ્રિક હર્મિનીને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા
October 12th, 09:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સેશેલ્સ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડૉ. પેટ્રિક હર્મિનીને તેમની જીત બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.