પ્રધાનમંત્રીએ સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસના નિધન પર શોક વ્યક્ત કર્યો
February 26th, 07:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. પંકજ ઉધાસ સાથેની તેમની વિવિધ વાર્તાલાપને યાદ કરતાં શ્રી મોદીએ કહ્યું કે પંકજ ઉધાસજી ભારતીય સંગીતના દીવાદાંડી હતા, જેમની ધૂન પેઢીઓથી આગળ વધે છે. તેમની વિદાયથી સંગીત જગતમાં એક ખાલીપો પડી ગયો છે જે ક્યારેય પુરી ન શકાય તેમ શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું.