પ્રધાનમંત્રીએ ભારતના નેટ-ઝીરો વિઝનને આગળ ધપાવતી ટકાઉ નવીનતાની પ્રશંસા કરી

August 03rd, 04:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક મહત્વપૂર્ણ પહેલની પ્રશંસા કરી જે ટકાઉપણાને સમર્થન આપે છે અને નેટ-ઝીરો ઉત્સર્જન પ્રાપ્ત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

ગુજરાતના ભૂજમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 26th, 05:00 pm

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રના મંત્રીમંડળમાં મારા સાથી મનોહર લાલજી, મંત્રીમંડળના અન્ય તમામ સભ્યો, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ વરિષ્ઠ મહાનુભાવો અને કચ્છના મારા પ્રિય ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભુજમાં 53,400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું

May 26th, 04:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાતના ભુજમાં 53400 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. સભાને સંબોધતા, તેમણે કચ્છના લોકોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી અને ક્રાંતિકારીઓ અને શહીદો, ખાસ કરીને મહાન સ્વાતંત્ર્ય સેનાની શ્રી શ્યામજી કૃષ્ણ વર્માને આદર આપ્યો હતો. પ્રધાનમંત્રીએ કચ્છના સપૂતોને શ્રદ્ધાંજલિ આપી, તેમના યોગદાનનો સ્વીકાર કર્યો હતો.