ભારત-થાઇલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના પર સંયુક્ત જાહેરનામું
April 04th, 07:29 pm
03-04 એપ્રિલ, 2025 દરમિયાન પ્રજાસત્તાક ભારતનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડની સત્તાવાર મુલાકાત લીધી હતી અને થાઇલેન્ડ સામ્રાજ્યનાં પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી પેંટોન્ગટાર્ન શિનાવાત્રાનાં આમંત્રણ પર બેંગકોકમાં આયોજિત 6ઠ્ઠી બિમ્સ્ટેક સમિટમાં સહભાગી થયાં હતાં. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું બેંગકોકમાં સરકારી ભવનમાં પ્રધાનમંત્રી શિનાવાત્રાએ ઔપચારિક સ્વાગત કર્યું હતું.Prime Minister’s visit to Wat Pho
April 04th, 03:36 pm
PM Modi with Thai PM Paetongtarn Shinawatra, visited Wat Pho, paying homage to the Reclining Buddha. He offered ‘Sanghadana’ to senior monks and presented a replica of the Ashokan Lion Capital. He emphasized the deep-rooted civilizational ties between India and Thailand, strengthening cultural bonds.પ્રધાનમંત્રીએ થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
April 03rd, 08:42 pm
બંને નેતાઓએ ભારત અને થાઇલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય સહકારની સંપૂર્ણ શ્રેણીની સમીક્ષા કરી હતી. તેમણે રાજકીય આદાન-પ્રદાન, સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી, વ્યૂહાત્મક જોડાણ, વેપાર અને રોકાણ તથા લોકો વચ્ચેનાં સંબંધોને વધારે મજબૂત કરવા ચર્ચા કરી હતી. આમ કરતી વખતે તેમણે કનેક્ટિવિટી, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, સ્ટાર્ટ-અપ, નવીનતા, ડિજિટલ, શિક્ષણ, સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રમાં જોડાણ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે માનવ તસ્કરી, માદક દ્રવ્યોની દાણચોરી અને સાયબર કૌભાંડો સહિત આંતરરાષ્ટ્રીય સંગઠિત અપરાધોનો સામનો કરવા સહકારને ગાઢ બનાવવાનાં માર્ગો પર પણ ચર્ચા કરી હતી. બંને વડા પ્રધાનોએ વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું અને બિમસ્ટેક, આસિયાન અને મેકાંગ ગંગા સહકાર સહિત પેટા-પ્રાદેશિક, પ્રાદેશિક અને બહુપક્ષીયમાં ગાઢ સહકાર સ્થાપિત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.થાઇલેન્ડના પ્રધાનમંત્રી સાથેના સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
April 03rd, 03:01 pm
હું 28 માર્ચના રોજ આવેલા ધરતીકંપમાં જાનમાલની હાનિ માટે ભારતના લોકો વતી મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અમે ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પણ કામના કરીએ છીએ.પીએમ મોદી થાઇલેન્ડના બેંગકોક પહોંચ્યા
April 03rd, 11:01 am
વડાપ્રધાને નરેન્દ્ર મોદી થાઈલેન્ડના બેંગકોક પહોંચ્યા. તેઓ બીમ્સટેક સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન પેટોંગટાર્ન શિનાવાત્રા સાથે પણ વાતચીત કરશે.થાઇલેન્ડ અને શ્રીલંકાની મુલાકાત માટે પ્રસ્થાન કરતાં અગાઉ પ્રધાનમંત્રીનું નિવેદન
April 03rd, 06:00 am
પ્રધાનમંત્રી પેતોંગ્તારન શિનાવાત્રાના આમંત્રણ પર આજે હું થાઇલેન્ડની સત્તાવાર મુલાકાતે જવા અને છઠ્ઠી BIMSTEC શિખર બેઠકમાં હાજરી આપવા માટે રવાના થઈ રહ્યો છું.વડાપ્રધાન ની થાઈલેન્ડ અને શ્રીલંકાની મુલાકાત: 03-06 એપ્રિલ, 2025
April 02nd, 02:00 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગકોકમાં છઠ્ઠા બિમસ્ટેક સમિટમાં ભાગ લેવા માટે થાઇલેન્ડ (૩-૪ એપ્રિલ, ૨૦૨૫) ની મુલાકાત લેશે. ત્યારબાદ, તેઓ રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકના આમંત્રણ પર શ્રીલંકાની રાજ્ય મુલાકાત (૪-૬ એપ્રિલ, ૨૦૨૫) પર જશે.પ્રધાનમંત્રીએ ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ પર શુભેચ્છાઓ આપવા બદલ થાઇલેન્ડના પ્રધાનમંત્રીનો આભાર માન્યો
January 26th, 10:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ પર શુભેચ્છાઓ આપવા બદલ થાઇલેન્ડના પ્રધાનમંત્રી શ્રીમતી પેતોંગતાર્ન શિનાવાત્રાનો આભાર માન્યો.પ્રધાનમંત્રીએ થાઈલેન્ડના પ્રધાનમંત્રી પૈતોંગટાર્ન શિનવાત્રાના પગલાં પર ખુશી વ્યક્ત કરી
October 30th, 09:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઈલેન્ડના પ્રધાનમંત્રી પૈતોંગટાર્ન શિનવાત્રાના પગલાં પર ખુશી વ્યક્ત કરી છે. માનનીય પ્રધાનમંત્રી પૈતોંગટાર્ન શિનવાત્રાએ આજે બેંગકોકના લિટલ ઈન્ડિયાના પાહુરત ખાતે અમેઝિંગ થાઈલેન્ડ દિવાળી ફેસ્ટિવલ 2024નું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ અમેઝિંગ થાઈલેન્ડ દિવાળી ફેસ્ટિવલ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવશે.પ્રધાનમંત્રીની થાઈલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
October 11th, 12:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 11 ઑક્ટોબર 2024ના રોજ વિએન્ટિઆનમાં પૂર્વ એશિયા સમિટ દરમિયાન થાઇલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી પૈતોંગટાર્ન શિનાવાત્રા સાથે મુલાકાત કરી. બંને પ્રધાનમંત્રીઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુશ્રી પેટોંગટાર્ન શિનવાત્રાને થાઈલેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
August 18th, 11:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુશ્રી પેટોંગટાર્ન શિનાવાત્રાને થાઈલેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદીએ ભારત અને થાઈલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરી હતી, જે સભ્યતાગત, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના જોડાણના મજબૂત પાયા પર આધારિત છે.