ત્રીજી ભારત-નોર્ડિક સમિટ દરમિયાન ડેનમાર્કના કાર્યકારી પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીની બેઠક
May 19th, 06:40 pm
બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી હતી અને સંયુક્ત એજન્ડામાં હાંસલ થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ ભારત-ડેનમાર્ક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં થયેલી પ્રગતિને આવકારી હતી જે પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં સહયોગ તેમજ બંને દેશોમાં ગ્રીન ટ્રાન્ઝિશન (હરિત પરિવર્તન) ને સહાય કરવા માટેના સામૂહિક પ્રયાસોને પ્રાધાન્ય આપે છે. વર્ષ 2020 માં ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની શરૂઆત થઈ ત્યારથી બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનને યાદ કરતા, નેતાઓએ નવી અને ઉભરતી ટેકનોલોજી, સંચાર, અદ્યતન સંશોધન, સ્ટાર્ટ-અપ્સ અને શૈક્ષણિક આદાનપ્રદાનમાં સહયોગને વધુ મજબૂત કરવાનો નિર્ણય કર્યો હતો. તેઓએ સંરક્ષણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રોમાં સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ડેનિશ કંપનીઓને ગિફ્ટ સિટી (GIFT city) ગુજરાતમાં પોતાની હાજરી સ્થાપિત કરવા માટે આમંત્રિત કર્યા હતા.પ્રધાનમંત્રીએ નોર્વેના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા યોજી
May 18th, 08:21 pm
બંને નેતાઓ આર્થિક અને વ્યાપારી ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે વિશાળ સંભાવનાઓ હોવા અંગે સંમત થયા હતા. પ્રધાનમંત્રીએ ભારતમાં નોર્વેજીયન સાહસો દ્વારા વધુ રોકાણ કરવાનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ 2030 સુધીમાં ભારત અને નોર્વે વચ્ચેના વર્તમાન વેપારના મૂલ્યને બમણું કરવાના લક્ષ્યને રેખાંકિત કર્યો હતો અને TEPA હેઠળ 100 અબજ યુએસ ડોલર (USD) ના રોકાણની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તેમજ ભારતમાં 10 લાખ (1 મિલિયન) નોકરીઓની વિભાવનાને સાકાર કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં ગતિશીલ જોડાણ તરફ કામ કરવા માટે વ્યવસાયિક પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કર્યા હતા.પ્રધાનમંત્રીની નોર્વેના હિઝ મેજેસ્ટી કિંગ હેરાલ્ડ V સાથે મુલાકાત
May 18th, 07:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓસ્લોમાં રોયલ પેલેસ ખાતે નોર્વેના હિઝ મેજેસ્ટી કિંગ હેરાલ્ડ V સાથે મુલાકાત કરી હતી.