Significant moment in the India-United Kingdom partnership: PM Modi as India-UK CETA comes into force
July 15th, 12:58 pm
Quoting a post by Union Minister, Shri Piyush Goyal on the India-United Kingdom Comprehensive Economic and Trade Agreement (CETA) and the agreement on Social Security, Prime Minister Narendra Modi described it as a significant milestone in the India-UK partnership. Shri Modi said that the two agreements would further deepen the economic linkages between India and the United Kingdom and translate the shared ambition of both countries into tangible opportunities for their people.India-New Zealand relationship built on enduring friendship, shared values, common commitment: PM Modi in Auckland
July 11th, 01:15 pm
PM Modi addressed a vibrant community event in Auckland, praising the Indian diaspora as a strong bridge between India and New Zealand. He highlighted the elevation of bilateral ties to a Strategic Partnership, celebrated 100 years of sporting ties between the two countries and underscored the shared heritage and deepening partnership between the two nations.Prime Minister Addresses the Indian Diaspora in New Zealand
July 11th, 12:35 pm
PM Modi addressed a vibrant community event in Auckland, praising the Indian diaspora as a strong bridge between India and New Zealand. He highlighted the elevation of bilateral ties to a Strategic Partnership, celebrated 100 years of sporting ties between the two countries and underscored the shared heritage and deepening partnership between the two nations.ઇન્ડોનેશિયાની સંસદમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 07th, 03:15 pm
આજે સવારે મને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન મેળવવાનું પણ સૌભાગ્ય મળ્યું. હું કરોડો ભારતીયો પ્રત્યે ઇન્ડોનેશિયાના લોકોના સ્નેહને, હૃદયપૂર્વક, નમ્રતાથી, સ્વીકારું છું. આ સન્માન, આપણા બંને દેશોના લોકતાંત્રિક મૂલ્યોનું છે, વહેંચાયેલી વિરાસતનું છે, અને બંને દેશોના મજબૂત થતા સંબંધોનું છે. હું આપ સૌ સાથીઓનો, રાષ્ટ્રપતિ પ્રબોવો જીનો, ઇન્ડોનેશિયાની સરકાર અને અહીંની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરી
July 07th, 03:00 pm
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ પ્રબોવો સુબિયાન્તોની ગરિમામય ઉપસ્થિતિ બદલ તેમનો અને સંસદના સ્પીકર મહામહિમ પુઆન મહારાણીના ઉષ્માભર્યા આમંત્રણ તેમજ ભારત-ઇન્ડોનેશિયા ભાગીદારીમાં સાર્થક યોગદાન બદલ આભાર માનીને કરી હતી. સંસદસભ્યોને ભારતના 140 કરોડ લોકો વતી શુભેચ્છાઓ પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીની જનની તરીકે ભારત ઇન્ડોનેશિયા સાથે લોકતાંત્રિક સંબંધોને મજબૂત કરવા માટે ઉત્સુક છે. બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને દરિયાઈ સંબંધો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે બે સહસ્ત્રાબ્દીથી વધુ સમયથી, હિંદ મહાસાગરે વિચારો, વ્યાપાર, સંસ્કૃતિ અને આસ્થાના આદાનપ્રદાન દ્વારા ભારત અને ઇન્ડોનેશિયાને જોડી રાખ્યા છે. વસુધૈવ કુટુંબકમ્ અને ભિનેકા તુંગલ ઇકા (વિવિધતામાં એકતા - Unity in Diversity) ના સહિયારા આદર્શોનો ઉલ્લેખ કરતા તેમણે નોંધ્યું હતું કે આ મૂલ્યો બંને દેશો વચ્ચેની ભાગીદારીને માર્ગદર્શન આપતા રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સહિયારો ઐતિહાસિક પ્રવાહ, સમાન પડકારો અને તેમના લોકોની સહિયારી આકાંક્ષાઓ ભારત અને ઇન્ડોનેશિયાને કુદરતી અને વિશ્વસનીય ભાગીદાર તરીકે એકસાથે લાવે છે.'ડિજિટલ ઇન્ડિયા'ના 11 વર્ષ પૂર્ણ થવા પર, પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પહેલે શાસનમાં પરિવર્તન લાવ્યું છે, નાગરિકોને સશક્ત બનાવ્યા છે અને 'વિકસિત ભારત'નો પાયો મજબૂત બનાવ્યો છે
July 01st, 12:04 pm
શ્રી મોદીએ જણાવ્યું હતું કે ડિજિટલ ઈન્ડિયાએ શાસનને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને નાગરિક-કેન્દ્રિત બનાવીને પુનઃવ્યાખ્યાયિત કર્યું છે અને સાથે જ દેશભરમાં સર્વાંગી વિકાસને વેગ આપ્યો છે. તેમણે નોંધ્યું હતું કે આ પહેલે જીવનના દરેક પાસાને સ્પર્શ કર્યો છે, જેમાં સીમલેસ ડિજિટલ ચૂકવણી અને પારદર્શક ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી લઈને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ સુધીનો સમાવેશ થાય છે, જેણે ટેક્નોલોજીને ઇઝ ઓફ લિવિંગ વધારવા માટેનું એક શક્તિશાળી સાધન બનાવ્યું છે.શ્રી એન્ડી જેસી પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી
June 25th, 02:30 pm
એમેઝોનના CEO શ્રી એન્ડી જેસીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારતમાં એમેઝોનનું રેકોર્ડ $48 બિલિયનનું રોકાણ વિશ્વભરમાં ભારતમાં રોકાણ કરવા માટે વધી રહેલી રુચિ દર્શાવે છે.પ્રધાનમંત્રીએ સહાયક સચિવ તરીકે નિયુક્ત 2024 બેચના IAS અધિકારી તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
June 23rd, 02:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે નવી દિલ્હીમાં સેવા તીર્થ ખાતે વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે જોડાયેલા IAS 2024 બેચના 183 ઓફિસર ટ્રેનીઝ સાથે વાતચીત કરી હતી.ઓડિશા સરકારના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 20th, 01:10 pm
હાલના દિવસોમાં આપણું ઓડિશા ઉત્સવોના આનંદમાં ડૂબેલું છે. અહીંનો ગણપર્વ રજ, ગયા અઠવાડિયે જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. મહાપ્રભુ જગન્નાથ જીની રથયાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. મયુરભંજના બારીપદા રથયાત્રાને લઈને પણ ઉત્સાહનો માહોલ છે. અને આ બધાની વચ્ચે જ લોકશાહીના વિકાસનો ઉત્સવ પણ ચાલી રહ્યો છે. ઓડિશાની ભાજપ સરકારે પોતાના 2 વર્ષ પણ પૂર્ણ કર્યા છે. આ અવસરે, આપ સૌની વચ્ચે આવવાનું, મયુરભંજ આવવાનું આ સૌભાગ્ય અને આટલી મોટી સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ, આ અવસર મારા માટે બહુ ખાસ છે. તમારો પોતાનો ભાવ મને વારંવાર અહીં ખેંચી લાવે છે. હું આપ સૌનું હૃદયપૂર્વક બહુ-બહુ અભિનંદન કરું છું. અને ઓડિશાની જનતાને ડબલ એન્જિન સરકારમાં વિકાસ યાત્રાની પણ વધામણી આપું છું, શુભેચ્છાઓ આપું છું. સાથે જ, આ અવસરે હું પંડિત રઘુનાથ મુર્મુ જી, ડો. દમયંતી બેશ્રા જી, અને શ્રી ચરણ હેમ્બ્રમ જી જેવી વિભૂતિઓને પણ નમન કરું છું. રઘુનાથ મુર્મુ જીએ સંથાલી ભાષા માટે ઓલ ચિકી લિપિનું નિર્માણ કર્યું હતું. આપણી સરકારે સંથાલી ભાષામાં ભારતનું સંવિધાન પ્રસ્તુત કર્યું છે. ઓડિશાના સંતાનોને પદ્મ સન્માન આપીને સન્માનિત કર્યા છે. વિતેલા 2 વર્ષોમાં ઓડિશા સરકાર પણ આ બધી વિભૂતિઓના સપનાઓને પૂરા કરવામાં દિવસ રાત પુરુષાર્થ કરી રહી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશા સરકારના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મયૂરભંજ જિલ્લાના રાયરંગપુર ખાતે ₹47,600 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
June 20th, 01:00 pm
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મયૂરભંજ જિલ્લાના પહાડપુર ગામની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પવિત્ર ઉપવન સંથાલી જાહેરા અને હો જાહેરા, સ્કિલ સેન્ટર અને પહાડપુર શાળામાં પૂજા-અર્ચના કરી હતી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઓડિશા સરકારના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મયૂરભંજ જિલ્લાના રાયરંગપુર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમની થીમ “વિકાસ રા ધારા, ઓડિશા સારા” (Vikas ra Dhara, Odisha Sara) છે. શ્રી મોદીએ ₹47,600 કરોડથી વધુની કિંમતના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત પ્રોત્સાહનોનું વિતરણ કરતી વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 19th, 05:15 pm
મંત્રીમંડળના મારા સાથી શ્રી મનસુખ માંડવિયાજી, બહેન શોભાજી, દેશના વિવિધ ભાગોના અલગ-અલગ કાર્યક્રમોમાં જોડાયેલા, ટેકનોલોજીથી જોડાયેલા તમામ મહાનુભાવ, અને જેમ હમણાં મંચ સંચાલક જણાવી રહ્યા હતા કે, 200 સ્થાનો પર આશરે બે લાખ લોકો અત્યારે આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયેલા છે, હું તે બધાને પણ ભલે દૂરથી જ સાચું, પરંતુ દિલથી આપ સૌને મારી શુભેચ્છાઓ આપું છું. ઉદ્યોગ જગત સાથે પણ જોડાયેલા બહુ બધા મહાનુભાવ હું આજે અહીં જોઈ રહ્યો છું, અને યુવા સાથીઓનો ઉત્સાહ તો ધ્યાનમાં આવે જ આવે છે, આટલી મોટી સંખ્યામાં.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું
June 19th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ અને હિતધારકોને સંબોધિત કર્યા હતા, અને ભારતના યુવાનોને સશક્ત બનાવવા તથા દેશભરમાં રોજગાર નિર્માણને વેગ આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી મોદીએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY) હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું હતું, જે ભારત સરકારની આ ફ્લેગશિપ રોજગાર-લિંક્ડ પ્રોત્સાહન યોજનાના અમલીકરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને વિવિધ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષા કવચનો વિસ્તાર કરે છે. આ પ્રોત્સાહને દેશભરમાં 15 લાખ રોજગારીની તકોના નિર્માણને ટેકો આપ્યો છે.સ્લોવાકિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત અખબારી નિવેદન દરમિયાન ભારતના પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન
June 15th, 03:00 pm
ભારત-યુરોપીયન સંઘ મુક્ત વેપાર કરારને અંતિમ રૂપ આપવામાં સ્લોવાકિયા તરફથી મળેલા સહયોગ માટે હું પ્રધાનમંત્રીજીનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. અમે તેના વહેલામાં વહેલા અમલીકરણ માટે કામ કરીશું જેથી બંને દેશોના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને વેપારીઓ આનો મહત્તમ લાભ ઉઠાવી શકે.ફ્રાન્સમાં ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 14th, 04:36 pm
એક એવું ભારત, જે સોલ્યુશન્સનું કન્ઝ્યુમર નહીં પરંતુ સોલ્યુશન્સનું કન્ટ્રીબ્યુટર બનીને ઉભરી રહ્યું છે. અહીં કોઈ એઆઈ (AI) થી ગામડાઓનું જીવન બદલવા માટે કામ કરી રહ્યું છે, તો કોઈ ખેડૂતોની મદદ માટે સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. કેટલાક યુવાનો સ્માર્ટ સિટીઝ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને નવા મટિરિયલ્સથી ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે. કોઈ ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને બેટરી ટેકનોલોજીસથી એક સસ્ટેનેબલ ફ્યુચર સુનિશ્ચિત કરી રહ્યું છે. અને કેટલાક સ્ટાર્ટ-અપ્સ સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં નવી ટેકનોલોજીઓ વિકસિત કરી રહ્યા છે.પ્રધાનમંત્રીએ ભારત ઇનોવેટ્સ 2026માં ભાગ લીધો (14 જૂન, 2026)
June 14th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોને આજે સંયુક્ત રીતે નીસ (Nice)ના પેલેસ ડેસ એક્સપોઝિશન્સ (Palais des Expositions) ખાતે ''ભારત ઇનોવેટ્સ 2026'' નું ઉદ્ઘાટન કર્યું હતું. ત્રણ દિવસીય કાર્યક્રમ 'ભારત ઇનોવેટ્સ', ભારતના ડીપ-ટેક સ્ટાર્ટ-અપ્સ, ઇનોવેટર્સ, સંશોધકો અને રોકાણકારોને વૈશ્વિક ઇનોવેશન ફંડ્સ અને વૈશ્વિક પદચિહ્ન (ફૂટપ્રિન્ટ) સાથે એકસાથે લાવે છે. તે વૈશ્વિક મહત્વના 13 કટોકટીના તકનીકી સ્તંભો (ક્રિટિકલ ટેક્નોલોજી પિલર્સ) પર 120 પથદર્શક (પાથબ્રેકિંગ) સ્ટાર્ટ-અપ્સ અને 20 થી વધુ ઉત્કૃષ્ટતા સંસ્થાઓ (ઇન્સ્ટિટ્યુટ્સ ઓફ એક્સેલન્સ) ને પ્રદર્શિત કરીને વૈશ્વિક મંચ પર ભારતની અગ્રણી ડીપ ટેકનોલોજીને રજૂ કરે છે. વિશ્વભરમાંથી 350 થી વધુ ટોચના રોકાણકારો અને વેન્ચર કેપિટલિસ્ટ્સ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.The trust of 140 crore Indians is our greatest strength and responsibility: PM Modi at the NDA Leaders’ Conclave
June 10th, 06:33 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.PM Modi addresses NDA Leaders' Conclave, reaffirms commitment to Viksit Bharat
June 10th, 06:30 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.પ્રધાનમંત્રીએ ભારતીય અર્થતંત્રની મજબૂત વિકાસ ગતિ પર પ્રકાશ પાડ્યો
June 05th, 08:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાઇલાઇટ કર્યુ હતું કે ભારતની વિકાસની ગતિ મજબૂત બની રહી છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે નાણાકીય વર્ષ (FY) 2025-26 માં 7.7% નો જીડીપી (GDP) વૃદ્ધિ દર અને નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ક્વાર્ટર (Q4) માં 7.8% નો વૃદ્ધિ દર અર્થતંત્રની આંતરિક શક્તિ, સુધારાઓની સફળતા અને 140 કરોડ ભારતીયોની સખત મહેનતને પ્રતિબિંબિત કરે છે.પ્રધાનમંત્રીએ ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સફરમાં અસાધારણ ગતિશીલતા પર પ્રકાશ પાડ્યો
June 05th, 05:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રકાશ પાડ્યો હતો કે ભારતની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સફર નોંધપાત્ર ગતિ પકડી રહી છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એરટ્રંકે ભારતમાં આશરે ₹3 લાખ કરોડ ($30 બિલિયન) નું રોકાણ કરવાની અને 5 ગીગાવોટ (GW) ની ડેટા સેન્ટર ક્ષમતા વિકસાવવાની યોજનાઓની જાહેરાત કરી છે, અને અવલોકન કર્યું કે દેશના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમમાં આ સૌથી મોટા પ્રસ્તાવિત રોકાણોમાંનું એક છે.પ્રધાનમંત્રીની યુએઈ (UAE), નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત (15 - 20 મે, 2026)
May 11th, 09:00 pm
પ્રધાનમંત્રી મોદી 15 મે થી 20 મે, 2026 દરમિયાન યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળશે અને વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. નેધરલેન્ડમાં, પ્રધાનમંત્રી રાજા વિલેમ-એલેક્ઝાન્ડરને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટેન સાથે વાતચીત કરશે. સ્વીડનમાં, તેઓ પ્રધાનમંત્રી ક્રિસ્ટરસન સાથે વાતચીત કરશે. નોર્વેમાં, તેઓ રાજા હેરાલ્ડ V ની મુલાકાત લેશે અને પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોર (Jonas Gahr Støre) સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. ત્યારબાદ, તેઓ પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરવા માટે ઈટાલીની મુલાકાત લેશે.