દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

April 27th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે જ્યારે હું તમારી સાથે 'મન કી બાત' કરી રહ્યો છું તો મનમાં ભારે પીડા છે. 22 એપ્રિલે પહલગામમાં થયેલા ત્રાસવાદી આક્રમણે દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે. ભલે તે કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, પરંતુ તે એ લોકોની પીડાને અનુભવી રહ્યો છે, જેમણે આ આક્રમણમાં પોતાના પરિજનોને ખોયા છે. મને અનુભૂતિ છે કે દરેક ભારતીયનું લોહી, ત્રાસવાદી આક્રમણની છબિઓને જોઈને ઉકળી રહ્યું છે. પહલગામમાં થયેલું આ આક્રમણ, ત્રાસવાદીના સંરક્ષકોની હતાશા દેખાડે છે, તેમની કાયરતા દેખાડે છે. જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળા-કૉલેજોમાં એક ઉમંગ હતો, નિર્માણ કાર્યોમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું હતું, પર્યટકોની સંખ્યામાં વિક્રમી વૃદ્ધિ થઈ રહી હતી, લોકોની કમાણી વધી રહી હતી, યુવાનો માટે નવા અવસર તૈયાર થઈ રહ્યા હતા. દેશના દુશ્મનોને, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ રુચ્યું નહીં. આતંકવાદી અને આતંકવાદીઓના આકા ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી નાશ પામે અને એટલા માટે આટલા મોટા ષડયંત્રને તેમણે પાર પાડ્યું. આતંકવાદ વિરુદ્ધ આ યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોનો સંપ, આપણી સૌથી મોટી શક્તિ છે. આ એકતા જ આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. આપણે દેશ સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પને મજબૂત કરવાનો છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દૃઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવું છે.

મહારાષ્ટ્રના નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 30th, 11:53 am

ગુડી પાડ-વ્યાચ્યા આણિ નવીન વર્ષાચ્યા આપલ્યા સર્વાન્ના અતિશય મનઃપૂર્વક શુભેચ્છા! આ કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ પૂજ્ય સરસંઘચાલકજી, ડૉ. મોહન ભાગવતજી, સ્વામી ગોવિંદ ગિરિજી મહારાજ, સ્વામી અવધેશાનંદ ગિરિજી મહારાજ, મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ નીતિન ગડકરીજી, ડૉ. અવિનાશ ચંદ્ર અગ્નિહોત્રીજી, અન્ય મહાનુભાવો અને ઉપસ્થિત બધા વરિષ્ઠ સાથીઓ, મને આજે રાષ્ટ્ર યજ્ઞના આ પવિત્ર વિધિમાં હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું છે. આજે ચૈત્ર શુક્લ પ્રતિપદાનો આ દિવસ ખૂબ જ ખાસ છે. આજથી નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. આજે દેશના વિવિધ ખૂણામાં ગુડી પડવા, ઉગાદી અને નવરેહના તહેવારો પણ ઉજવવામાં આવી રહ્યા છે. આજે ભગવાન ઝુલેલાલજી અને ગુરુ અંગદ દેવજીની પણ જન્મજયંતી છે. આ આપણા પ્રેરણા સ્ત્રોત, પરમ પૂજ્ય ડૉક્ટર સાહેબની જન્મજયંતીનો પણ પ્રસંગ છે. અને આ વર્ષે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌરવશાળી યાત્રાના 100 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે. આજે, આ પ્રસંગે, મને સ્મૃતિ મંદિરની મુલાકાત લેવાનો અને પૂજ્ય ડૉક્ટર સાહેબ અને પૂજ્ય ગુરુજીને શ્રદ્ધાંજલિ આપવાનો લહાવો મળ્યો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો

March 30th, 11:52 am

પ્રધાનમંત્રીએ આજે મહારાષ્ટ્રનાં નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે પવિત્ર નવરાત્રી મહોત્સવની શરૂઆતની સાથે સાથે ચૈત્ર શુક્લ પ્રતિપદાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, અત્યારે દેશભરમાં ગુડી પડવા, ઉગાદી અને નવરેહ જેવા તહેવારોની ઉજવણી થઈ રહી છે. તેમણે આ દિવસના મહત્વ પર ભાર મૂક્યો કારણ કે તે ભગવાન ઝુલેલાલ અને ગુરુ અંગદ દેવની જન્મજયંતી સાથે સુમેળ ખાય છે. તેમણે આ પ્રસંગને પ્રેરણાદાયી ડૉ. કે. બી. હેડગેવારની જન્મજયંતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ઝળહળતી યાત્રાના શતાબ્દી વર્ષ તરીકે પણ સ્વીકાર્યો હતો. તેમણે આ મહત્વપૂર્ણ દિવસે ડો. હેડગેવાર અને શ્રી ગોલવલકર ગુરુજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્મૃતિ મંદિરની મુલાકાત લઈને આદર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભૂકંપ દુર્ઘટના વચ્ચે મ્યાનમારના સિનિયર જનરલ મહામહિમ મિન આંગ હ્લલાઈંગ સાથે વાત કરી

March 29th, 01:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂકંપ દુર્ઘટના વચ્ચે મ્યાનમારના સિનિયર જનરલ મહામહિમ મિન આંગ હ્લલાઈંગ સાથે વાત કરી. પ્રધાનમંત્રીએ આ પડકારજનક સમયમાં મ્યાનમાર સાથે એકજુટતા સાથે ઊભા રહેવા માટે નજીકના મિત્ર અને પાડોશી તરીકે ભારતની અડગ પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી. આ આફતના પ્રતિભાવમાં, ભારત સરકારે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે, જે અસરગ્રસ્ત પ્રદેશોને તાત્કાલિક રાહત અને સહાય પૂરી પાડવા માટે એક પહેલ છે.