નવા રાયપુરમાં શાંતિ શિખર - બ્રહ્મા કુમારિસ ધ્યાન કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
November 01st, 11:15 am
આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે, આપણું છત્તીસગઢ તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. છત્તીસગઢની સાથે, ઝારખંડ અને ઉત્તરાખંડે પણ તેમની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કર્યા. આજે, દેશના ઘણા અન્ય રાજ્યો તેમના સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છે. હું આ બધા રાજ્યોના રહેવાસીઓને તેમના સ્થાપના દિવસ પર હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. રાજ્યનો વિકાસ દેશના વિકાસ તરફ દોરી જાય છે ના મંત્રને અનુસરીને, આપણે ભારતના વિકાસના અભિયાનમાં રોકાયેલા છીએ.છત્તીસગઢના નવા રાયપુરમાં શાંતિ શિખર - ધ્યાન કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ બ્રહ્મા કુમારીઓને સંબોધન કર્યું
November 01st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના નવા રાયપુરમાં આધ્યાત્મિક શિક્ષણ, શાંતિ અને ધ્યાન માટેના આધુનિક કેન્દ્ર શાંતિ શિખરના ઉદ્ઘાટન પ્રસંગે બ્રહ્માકુમારીઓને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે છત્તીસગઢ તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. તેમણે ભાર મૂક્યો કે છત્તીસગઢની સાથે, ઝારખંડ અને ઉત્તરાખંડે પણ તેમની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમણે ધ્યાન દોર્યું કે દેશભરના ઘણા અન્ય રાજ્યો આજે તેમના સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છે. શ્રી મોદીએ આ તમામ રાજ્યોના રહેવાસીઓને તેમના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ ભાર મુકતા જણાવ્યું કે, રાજ્યોનો વિકાસ રાષ્ટ્રની પ્રગતિને વેગ આપે છે તે માર્ગદર્શક સિદ્ધાંતથી પ્રેરિત થઈને, અમે વિકસિત ભારતના નિર્માણના મિશનમાં સક્રિયપણે જોડાયેલા છીએ.ઘાના પ્રજાસત્તાકની સંસદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 03rd, 03:45 pm
ઘાનાને સોનાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, ફક્ત તમારી માટી નીચે રહેલી બાબતો માટે જ નહીં, પરંતુ તમારા હૃદયમાં રહેલી હૂંફ અને શક્તિ માટે પણ. જ્યારે આપણે ઘાના તરફ જોઈએ છીએ, ત્યારે આપણે એક એવો રાષ્ટ્ર જોઈએ છીએ જે હિંમતથી ચમકે છે જે ઇતિહાસથી ઉપર ઉઠે છે અને દરેક પડકારનો ગૌરવ અને શાનદાર રીતે સામનો કરે છે. લોકશાહી આદર્શો અને સમાવેશી પ્રગતિ પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા ખરેખર ઘાનાને સમગ્ર આફ્રિકન ખંડ માટે પ્રેરણાની દીવાદાંડી બનાવે છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઘાનાની સંસદને સંબોધિત કરી
July 03rd, 03:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઘાનાની સંસદના એક ખાસ સત્રને સંબોધિત કર્યું, જે આ કરનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે. સંસદના અધ્યક્ષ શ્રી અલ્બાન કિંગ્સફોર્ડ સુમના બાગબીન દ્વારા બોલાવવામાં આવેલા આ સત્રમાં સંસદ સભ્યો, સરકારી અધિકારીઓ અને બંને દેશોના પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા. આ સંબોધન ભારત-ઘાના સંબંધોમાં એક મહત્વપૂર્ણ ક્ષણ હતી, જે પરસ્પર આદર અને સહિયારા લોકશાહી મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે જે બંને દેશોને એક કરે છે.શ્રી નારાયણ ગુરુ અને ગાંધીજી વચ્ચેની વાતચીતની શતાબ્દી ઉજવણી સભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 24th, 11:30 am
બ્રહ્મર્ષિ સ્વામી સચ્ચિદાનંદ જી, શ્રીમઠ સ્વામી શુભાંગ-નંદાજી, સ્વામી શારદાનંદજી, બધા પૂજ્ય સંતો, સરકારમાં મારા સાથી શ્રી જ્યોર્જ કુરિયનજી, સંસદમાં મારા સાથી શ્રી અદૂર પ્રકાશજી અન્ય તમામ વરિષ્ઠ મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેની ઐતિહાસિક વાતચીતના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો
June 24th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભારતના બે મહાન આધ્યાત્મિક અને નૈતિક નેતાઓ, શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેના ઐતિહાસિક વાર્તાલાપના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ તેમની આદરપૂર્ણ શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે આજે આ સ્થળ દેશના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ક્ષણનું સાક્ષી બની રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ એક ઐતિહાસિક ઘટના હતી જેણે આપણા સ્વતંત્રતા આંદોલનને નવી દિશા આપી, સ્વતંત્રતાના ઉદ્દેશ્યોને નક્કર અર્થ આપ્યો અને સ્વતંત્ર ભારતનું સ્વપ્ન સાકાર કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું, શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચે 100 વર્ષ પહેલાં થયેલી મુલાકાત આજે પણ પ્રેરણાદાયક અને સુસંગત છે અને સામાજિક સંવાદિતા અને વિકસિત ભારતના સામૂહિક લક્ષ્યો માટે ઊર્જાના શક્તિશાળી સ્ત્રોત તરીકે સેવા આપે છે. તેમણે આ ઐતિહાસિક પ્રસંગે શ્રી નારાયણ ગુરુના ચરણોમાં નમન કર્યું અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.ઊર્જા સુરક્ષા પર G7 આઉટરીચ સત્ર દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (જૂન 17, 2025)
June 18th, 11:15 am
G-7 સમિટમાં આમંત્રણ આપવા અને અમારા અદ્ભુત સ્વાગત બદલ હું પ્રધાનમંત્રી કાર્નીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. G-7 જૂથના 50 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગે હું બધા મિત્રોને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ G7 આઉટરીચ સત્રને સંબોધિત કર્યું
June 18th, 11:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કનાનાસ્કિસમાં G7 સમિટના આઉટરીચ સત્રમાં ભાગ લીધો હતો. તેમણે 'ઊર્જા સુરક્ષા: બદલાતી દુનિયામાં સુલભતા અને પોષણક્ષમતા સુનિશ્ચિત કરવા માટે વૈવિધ્યકરણ, ટેકનોલોજી અને માળખાગત સુવિધા' વિષય પર એક સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે કેનેડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી માર્ક કાર્નીનો તેમના આમંત્રણ બદલ આભાર માન્યો હતો અને G7ને તેની સફરના 50 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીની સાઉદી અરેબિયાની સત્તાવાર મુલાકાતનાં સમાપન પ્રસંગે સંયુક્ત નિવેદન
April 23rd, 12:44 pm
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને સાઉદી અરેબિયાના પ્રધાનમંત્રી મહામહિમ રાજકુમાર મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સઉદના આમંત્રણ પર પ્રજાસત્તાક ભારતનાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22 એપ્રિલ, 2025નાં રોજ સાઉદી અરેબિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી.પોડકાસ્ટમાં લેક્સ ફ્રીડમેન સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
March 16th, 11:47 pm
પ્રધાનમંત્રી: મારી તાકાત મોદી નથી, 140 કરોડ દેશવાસીઓ છે, હજારો વર્ષોની મહાન સંસ્કૃતિ અને પરંપરા છે, તે જ મારી તાકાત છે. એટલા માટે જ હું જ્યાં પણ જાઉં છું ત્યાં મોદી નથી જતા, વિવેકાનંદની મહાન પરંપરાને હજારો વર્ષોના વેદોથી લઈને 140 કરોડ લોકો સુધી લઈ જાઉ છું, તેમના સપના, તેમની આકાંક્ષાઓ અને તેથી જ હું દુનિયાના કોઈ પણ નેતા સાથે હાથ મિલાવું છું, ત્યારે મોદી હાથ મિલાવતા નથી, તે 140 કરોડ લોકોનો હાથ છે. એટલે તાકાત મોદીની નહીં, પરંતુ ભારતની ક્ષમતા છે. જ્યારે પણ આપણે શાંતિ માટે વાત કરીએ છીએ, ત્યારે વિશ્વ અમારું સાંભળે છે. કારણ કે આ બુદ્ધની ભૂમિ છે, આ મહાત્મા ગાંધીની ભૂમિ છે, વિશ્વ અમારી વાત સાંભળે છે અને અમે સંઘર્ષના પક્ષમાં જ નથી. અમે સંકલનના પક્ષમાં છીએ. અમે પ્રકૃતિ સાથે સંઘર્ષ નથી ઇચ્છતા, અમે રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષ ઇચ્છતા નથી, અમે સંકલન ઇચ્છીએ છીએ. અને એમાં અમે કોઇ ભૂમિકા ભજવી શકીએ તો સતત પ્રયત્ન કર્યો છે. મારું જીવન અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યું. પરંતુ મેં ક્યારેય ગરીબીનો ભાર અનુભવ્યો નથી, કારણ કે જે વ્યક્તિ સારા જૂતા પહેરે છે અને જો તેના જૂતા નથી, તો તેને લાગે છે કે યાર આ છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટમાં લેક્સ ફ્રિડમેન સાથે વાર્તાલાપ કર્યો
March 16th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિવિધ વિષયો પર પોડકાસ્ટમાં લેક્સ ફ્રિડમેન સાથે વાતચીત કરી હતી. એક નિખાલસ વાતચીતમાં, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ શા માટે ઉપવાસ કરે છે અને તેઓ કેવી રીતે વ્યવસ્થા કરે છે, ત્યારે પ્રધાનમંત્રીએ લેક્સ ફ્રિડમેનનો આભાર માન્યો હતો કે, ભારતમાં, ધાર્મિક પરંપરાઓ દૈનિક જીવન સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલી છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, હિન્દુ ધર્મ એ માત્ર ધાર્મિક વિધિઓ વિશે જ નથી, પરંતુ જીવનને માર્ગદર્શન આપતી ફિલસૂફી છે. જેનું અર્થઘટન ભારતની માનનીય સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉપવાસ એ શિસ્ત કેળવવા અને આંતરિક અને બાહ્ય સ્વને સંતુલિત કરવા માટેનું એક સાધન છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ઉપવાસ કરવાથી ઇન્દ્રિયો વધારે છે. જે તેમને વધારે સંવેદનશીલ અને જાગૃત બનાવે છે. તેમણે નોંધ્યું હતું કે ઉપવાસ દરમિયાન, કોઈ પણ વ્યક્તિ સૂક્ષ્મ સુગંધ અને વિગતોને વધુ આબેહૂબ રીતે અનુભવી શકે છે. તેમણે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે ઉપવાસ કરવાથી વિચારપ્રક્રિયા ઝડપી બને છે. જે નવા દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે અને આઉટ-ઓફ-ધ-બોક્સ વિચારસરણીને પ્રોત્સાહિત કરે છે. શ્રી મોદીએ સ્પષ્ટતા કરી હતી કે, ઉપવાસ એટલે માત્ર ભોજનથી દૂર રહેવાનો જ અર્થ નથી; તેમાં તૈયારી અને ડિટોક્સિફિકેશનની વૈજ્ઞાનિક પ્રક્રિયા શામેલ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ અગાઉથી ઘણા દિવસો સુધી આયુર્વેદિક અને યોગ પદ્ધતિઓનું પાલન કરીને તેમના શરીરને ઉપવાસ માટે તૈયાર કરે છે અને આ સમયગાળા દરમિયાન હાઇડ્રેશનના મહત્વ પર ભાર મૂક્યો હતો. એક વાર ઉપવાસ શરૂ થઈ જાય, પછી તે તેને ભક્તિ અને સ્વ-શિસ્તના કાર્ય તરીકે જુએ છે, જે ઊંડા આત્મનિરીક્ષણ અને ધ્યાનને મંજૂરી આપે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની ઉપવાસની પ્રથા વ્યક્તિગત અનુભવને આધારે ઉદ્ભવી છે. જેની શરૂઆત મહાત્મા ગાંધી દ્વારા પ્રેરિત એક આંદોલનથી થઈ હતી, જેની શરૂઆત શાળાના દિવસો દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા પ્રેરિત આંદોલનથી થઈ હતી. પોતાના પ્રથમ ઉપવાસ દરમિયાન જ તેમને ઊર્જા અને જાગૃતિમાં વધારો થયો હતો, જેણે તેમને તેની પરિવર્તનકારી શક્તિની પ્રતીતિ કરાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉપવાસ કરવાથી તેની ગતિ ધીમી પડતી નથી; તેના બદલે, તે ઘણી વાર તેની ઉત્પાદકતામાં વધારો કરે છે. તેમણે નોંધ્યું હતું કે ઉપવાસ દરમિયાન તેમના વિચારો વધુ મુક્તપણે અને સર્જનાત્મક રીતે વહે છે, જે પોતાની જાતને વ્યક્ત કરવા માટેનો એક અવિશ્વસનીય અનુભવ બનાવે છે.The bond between India & Guyana is of soil, of sweat, of hard work: PM Modi
November 21st, 08:00 pm
Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.પ્રધાનમંત્રીએ ગુયાનાની સંસદને સંબોધિત કર્યું
November 21st, 07:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાની સંસદની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. આવું કરનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. સંબોધન માટે માનનીય સ્પીકર શ્રી મંજૂર નાદિર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.જી-20 સત્ર દરમિયાન સ્થાયી વિકાસ અને ઊર્જા પરિવર્તન પર પ્રધાનમંત્રીનું વક્તવ્ય
November 20th, 01:40 am
આજના સત્રનો વિષય ખૂબ જ પ્રાસંગિક છે, અને તે આવનારી પેઢીના ભવિષ્ય સાથે ગાઢ રીતે જોડાયેલો છે. નવી દિલ્હી જી-20 શિખર સંમેલન દરમિયાન અમે એસડીજીની ઉપલબ્ધિને વેગ આપવા વારાણસી કાર્યયોજના અપનાવી હતી.પ્રધાનમંત્રીએ સતત વિકાસ અને ઉર્જા પરિવર્તન પર જી 20 સત્રને સંબોધિત કર્યું
November 20th, 01:34 am
પ્રધાનમંત્રીએ સતત વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ભારતે છેલ્લા દસ વર્ષમાં 40 મિલિયન પરિવારોને આવાસ પૂરા પાડ્યા છે; છેલ્લા પાંચ વર્ષમાં 120 મિલિયન ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવ્યું છે; 100 મિલિયન પરિવારોને શુદ્ધ ભોજન પકાવવા માટે ઇંધણ અને 115 મિલિયન પરિવારો શૌચાલય ઉપલબ્ધ કરાવ્યા છે.આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 17th, 10:05 am
સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજીજુ જી, ભંતે ભદંત રાહુલ બોધિ મહાથેરો જી, આદરણીય ચાંગચુપ છોદૈન જી, મહાસંઘના તમામ પ્રતિષ્ઠિત સભ્યો, મહાનુભાવો, રાજદ્વારી સમુદાયના સભ્યો, બૌદ્ધ વિદ્વાનો, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવા માટે આયોજિત સમારોહને સંબોધન કર્યો
October 17th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાનાં સમારંભમાં સંબોધન કર્યું હતું. અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના અભિધમ્મના ઉપદેશ આપ્યા બાદ સ્વર્ગથી અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે. પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે હાલમાં જ માન્યતા આપવાથી આ વર્ષના અભિધમ્મ દિવસ સમારોહનું મહત્વ વધી ગયું છે, કારણ કે ભગવાન બુદ્ધની અભિધમ્મ પરના ઉપદેશો મૂળરૂપે પાલી ભાષામાં ઉપલબ્ધ છે.Success of Humanity lies in our collective strength, not in the battlefield: PM Modi at UN Summit
September 23rd, 09:32 pm
Prime Minister Narendra Modi addressed the 'Summit of the Future' at the United Nations in New York, advocating for a human-centric approach to global peace, development, and prosperity. He highlighted India's success in lifting 250 million people out of poverty, expressed solidarity with the Global South, and called for balanced tech regulations. He also emphasized the need for UN Security Council reforms to meet global ambitions.Prime Minister’s Address at the ‘Summit of the Future’
September 23rd, 09:12 pm
Prime Minister Narendra Modi addressed the 'Summit of the Future' at the United Nations in New York, advocating for a human-centric approach to global peace, development, and prosperity. He highlighted India's success in lifting 250 million people out of poverty, expressed solidarity with the Global South, and called for balanced tech regulations. He also emphasized the need for UN Security Council reforms to meet global ambitions.પ્રથમ આંતરરાષ્ટ્રીય સૌર મહોત્સવ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશનો મૂળપાઠ
September 05th, 11:00 am
આદરણીય મહાનુભાવો, વિશિષ્ટ અતિથિઓ અને મારા પ્રિય મિત્રો, આપ સૌને મારી હાર્દિક શુભકામનાઓ. આપ સહુનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સૌર મહોત્સવમાં સ્વાગત કરતાં મને આનંદ થાય છે. હું આ અદ્ભુત પહેલ માટે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનને અભિનંદન આપું છું.