ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનું મૂળપાઠ
July 04th, 05:56 am
આજે સાંજે તમારા બધા સાથે રહેવું મારા માટે ખૂબ ગર્વ અને ખુશીની બાબત છે. હું પ્રધાનમંત્રી કમલાજીના અદ્ભુત આતિથ્ય અને માયાળુ શબ્દો માટે આભાર વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોમાં સમુદાયના કાર્યક્રમને સંબોધન કર્યું
July 04th, 04:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય ડાયસ્પોરાના વિશાળ મેળાવડાને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમમાં ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી કમલા પ્રસાદ-બિસેસર, તેમના મંત્રીમંડળના સભ્યો, સંસદ સભ્યો અને અન્ય ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં, ડાયસ્પોરા દ્વારા પ્રધાનમંત્રીનું અસાધારણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને રંગબેરંગી પરંપરાગત ઇન્ડો-ત્રિનિદાદિયન સ્વાગત કરવામાં આવ્યું હતું.