ન્યૂઝ18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 27th, 08:30 pm
તમે બધા રાઇઝિંગ ઇન્ડિયાની ચર્ચા કરી રહ્યા છો. અને આમાં, તમારો ભાર સામર્થ્ય પર છે - સરળ શબ્દોમાં કહીએ તો તમારું ધ્યાન દેશની પોતાની શક્તિ પર છે. અને આપણા શાસ્ત્રોમાં, એવું કહેવામાં આવ્યું છે - तत् त्वम असि! એટલે કે, આપણે જે બ્રહ્મ શોધી રહ્યા છીએ તે આપણે પોતે છીએ; તે આપણી અંદર છે. આપણે આપણી અંદર રહેલી શક્તિને ઓળખવી જોઈએ. છેલ્લા 11 વર્ષોમાં ભારતે આ શક્તિને ઓળખી છે અને આજે દેશ આ શક્તિને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેટવર્ક18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટને સંબોધિત કર્યું
February 27th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાઇઝિંગ ઇન્ડિયા સમિટને સંબોધન કર્યું, જેમાં “Strength Within (આપણા સામર્થ્ય)” થીમ પર વાત કરી છે. છેલ્લા 11 વર્ષમાં ભારતની સફર પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ દેશની ક્ષમતા પાછી મેળવવા, આર્થિક આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા અને 2047 સુધીમાં વિકસિત ભારત માટેના રોડમેપ વિશે વિસ્તૃત વાત કરી.