કેબિનેટે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સિવિલ એન્ક્લેવના વ્યાપક વિસ્તરણને મંજૂરી આપી

February 24th, 04:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રૂ. 1,677 કરોડના અંદાજિત ખર્ચે સૂચિત શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સિવિલ એન્ક્લેવના વિકાસને મંજૂરી આપી છે. તે કાશ્મીર ખીણમાં ઉડ્ડયન માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી મજબૂત કરવા માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ સાબિત થશે. પ્રોજેક્ટના કાર્યક્ષેત્રમાં સુરક્ષા કર્મચારીઓ માટે બેરેકના નિર્માણનો પણ સમાવેશ થાય છે. ભારતીય વાયુસેના (IAF) ના બડગામ એરબેઝની અંદર એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત આ એરપોર્ટ, જેને 2005 માં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું, તે શ્રીનગર શહેરથી આશરે 12 કિમી દૂર આવેલું છે.

પીએમ 20 ઓક્ટોબરે વારાણસીની મુલાકાત લેશે

October 19th, 05:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરનાં રોજ વારાણસીની મુલાકાત લેશે. બપોરે 2 વાગ્યાની આસપાસ તેઓ આરજે શંકરા આઇ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યારબાદ સાંજે લગભગ 4:15 વાગ્યે તેઓ વારાણસીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.

કેબિનેટે રૂ. 1413 કરોડના અંદાજિત ખર્ચે બિહતા, બિહાર ખાતે નવા સિવિલ એન્ક્લેવના વિકાસને મંજૂરી આપી

August 16th, 09:27 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 1413 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે બિહતા, પટના, બિહાર ખાતે ન્યૂ સિવિલ એન્ક્લેવના વિકાસ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

કેબિનેટે પશ્ચિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ ખાતે રૂ. 1549 કરોડના અંદાજિત ખર્ચે નવા સિવિલ એન્ક્લેવના વિકાસને મંજૂરી આપી

August 16th, 09:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 1549 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે પશ્ચિમ બંગાળના સિલીગુડીના બાગડોગરા એરપોર્ટ પર ન્યૂ સિવિલ એન્ક્લેવના વિકાસ માટે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (AAI)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે.