પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓ અને નાગરિકોનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો

June 10th, 11:50 pm

પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓ અને નાગરિકોનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો

નેપાળની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના અધ્યક્ષે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

June 03rd, 03:03 pm

નેપાળની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના અધ્યક્ષ શ્રી રબિ લામિછાનેએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

રાજ્યસભામાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ

April 17th, 11:10 am

સદન વતી અને મારી તરફથી, હું શ્રીમાન હરિવંશ જીને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પણ પાઠવું છું. રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે સતત ત્રીજી વખત ચૂંટાવું, તે પોતાનામાં જ આ સદનનો તમારા પ્રત્યે જે ઊંડો વિશ્વાસ છે અને વીતેલા સમયગાળામાં તમારા અનુભવનો સદનને જે લાભ મળ્યો છે, સૌને સાથે લઈને ચાલવાનો તમારો જે પ્રયાસ રહ્યો છે, તેના પર એક પ્રકારે સદને આજે મહોર લગાવી દીધી છે અને આ પોતાનામાં જ એક અનુભવનું સન્માન છે, એક સહજ કાર્યશૈલીનું સન્માન છે અને એક સહજ કાર્યશૈલીનો સ્વીકાર પણ છે. આપણે સૌએ હરિવંશ જીના નેતૃત્વમાં સદનની શક્તિને વધુ પ્રભાવી થતી જોઈ છે અને હું કહી શકું છું કે માત્ર સદનની કાર્યવાહીનું સંચાલન જ નહીં, તેઓ પોતાના જીવનના ભૂતકાળના જે અનુભવો છે, તેનો પણ ખૂબ જ સચોટ રીતે સદનને સમૃદ્ધ કરવામાં ઉપયોગ કરે છે. તેમનો આ અનુભવ સમગ્ર કાર્યવાહીને, સંચાલનને અને સદનના માહોલને વધુ પરિપક્વ બનાવે છે. મને વિશ્વાસ છે, ઉપસભાપતિ જીનો નવો કાર્યકાળ એ જ ભાવના, સંતુલન અને સમર્પણ સાથે આગળ વધશે અને આપણા સૌના પ્રયાસોથી સદનની ગરિમાને નવી ઊંચાઈ પ્રાપ્ત થશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાને સંબોધિત કરી

April 17th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભાને સંબોધિત કરી હતી અને શ્રી હરિવંશને અભૂતપૂર્વ સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. આ ઐતિહાસિક સિદ્ધિ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આ શ્રી હરિવંશમાં ગૃહના ઊંડા વિશ્વાસ અને તેઓ આ સંસ્થામાં જે મૂલ્યવાન અનુભવ લાવ્યા છે તેને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાવા એ તેમના અનુભવ, તેમના સર્વસમાવેશક અભિગમ અને તેમની ગરિમાપૂર્ણ કાર્યશૈલી પર ગૃહની મંજૂરીની મહોર છે.

પ્રધાનમંત્રીએ શ્રી બાલેન્દ્ર શાહને નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

March 27th, 01:27 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બાલેન્દ્ર શાહને નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદીએ કહ્યું કે, તમારી નિમણૂક નેપાળના લોકોએ તમારા નેતૃત્વમાં મૂકેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. હું ભારત-નેપાળ મિત્રતા અને સહયોગને આપણા બંને લોકોના પરસ્પર લાભ માટે વધુ ઊંચાઈએ લઈ જવા માટે તમારી સાથે નજીકથી કામ કરવા આતુર છું.

કેબિનેટે ઉત્તર પ્રદેશમાં બારાબંકીથી બહરાઇચ સુધી (101.515 કિમી) ₹6,969.04 કરોડના ખર્ચે હાઇબ્રિડ એન્યુઈટી મોડ પર 4-લેન એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઇવે-927 ના નિર્માણને મંજૂરી આપી

March 18th, 04:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ઉત્તર પ્રદેશમાં બારાબંકીથી બહરાઇચ સુધીના (101.515 કિમી) 4-લેન એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઇવે-927 ના નિર્માણને હાઇબ્રિડ એન્યુઈટી મોડ (HAM) પર ₹6,969.04 કરોડના ખર્ચે મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રીએ નેપાળમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના નેતાઓને ચૂંટણીમાં મળેલી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા

March 09th, 10:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ના અધ્યક્ષ શ્રી રવિ લામિછાને અને RSP ના વરિષ્ઠ નેતા શ્રી બલેન્દ્ર શાહ સાથે ટેલિફોન પર હૂંફાળી વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ નેપાળમાં ચૂંટણીના સફળ અને શાંતિપૂર્ણ સંચાલન બદલ ત્યાંના લોકો અને સરકારને અભિનંદન પાઠવ્યા

March 07th, 05:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળમાં ચૂંટણીના સફળ અને શાંતિપૂર્ણ સંચાલન બદલ દેશના લોકો અને સરકારને અભિનંદન પાઠવ્યા છે.

ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પિપ્રહવા પવિત્ર અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 03rd, 12:00 pm

કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, ગજેન્દ્ર સિંહ શેખાવતજી, કિરણ રિજિજુજી, રામદાસ અઠાવલેજી, રાવ ઇન્દ્રજીતજી, દિલ્હીના મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો, તેમને નીકળવું પડ્યું અને દિલ્હીના તમામ મંત્રીગણના સાથીઓ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાજી, Excellencies, Diplomatic communityના તમામ માનનીય સભ્યો, Buddhist Scholars, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

January 03rd, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, જેનું શીર્ષક “ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” છે, તેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એકસો પચ્ચીસ વર્ષની રાહ જોયા બાદ ભારતનો વારસો પરત આવ્યો છે, ભારતની વિરાસત પાછી આવી છે. તેમણે હાઇલાઇટ કર્યું કે આજથી ભારતના લોકો ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોના દર્શન કરી શકશે અને તેમના આશીર્વાદ મેળવી શકશે. શ્રી મોદીએ આ પવિત્ર અવશેષોના આગમન પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે બૌદ્ધ પરંપરા સાથે સંકળાયેલા સાધુઓ અને ધર્મ આચાર્યો પણ ઉપસ્થિત છે અને તેમની પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ઉપસ્થિતિ આ કાર્યક્રમને નવી ઊર્જા આપી રહી છે. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે 2026 ના પ્રારંભમાં જ આ શુભ ઉજવણી અત્યંત પ્રેરણાદાયી છે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભગવાન બુદ્ધના આશીર્વાદથી વર્ષ 2026 વિશ્વ માટે શાંતિ, સમૃદ્ધિ અને સંવાદિતાના નવા યુગની શરૂઆત કરે.

પ્રધાનમંત્રીએ નેપાળમાં ભારે વરસાદને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

October 05th, 04:20 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નેપાળમાં ભારે વરસાદને કારણે થયેલી જાનહાનિ અને વ્યાપક નુકસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે આ મુશ્કેલ સમયમાં નેપાળના લોકો અને સરકારને ભારતના અડગ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. શ્રી મોદીએ તમામ જરૂરી સહાય પૂરી પાડવાની ભારતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી, કટોકટીના સમયે મૈત્રીપૂર્ણ પાડોશી અને પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે રાષ્ટ્રની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ નેપાળની વચગાળાની સરકારના પ્રધાનમંત્રી સુશીલા કાર્કી સાથે વાત કરી

September 18th, 01:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નેપાળની વચગાળાની સરકારના પ્રધાનમંત્રી માનનીય શ્રીમતી સુશીલા કાર્કી સાથે ટેલિફોન પર વાત કરી હતી.

Manipur is the crown jewel adorning the crest of Mother India: PM Modi in Imphal

September 13th, 02:45 pm

At the inauguration of projects worth over ₹1,200 crore in Imphal, PM Modi said a new phase of infrastructure growth has begun in Manipur. He noted that women empowerment is a key pillar of India’s development and Atmanirbhar Bharat, a spirit visible in the state. The PM affirmed his government’s commitment to peace and stability, stressing that return to a normal life is the top priority. He urged Manipur to stay firmly on the path of peace and progress.

PM Modi inaugurates multiple development projects worth over Rs 1,200 crore at Imphal, Manipur

September 13th, 02:30 pm

At the inauguration of projects worth over ₹1,200 crore in Imphal, PM Modi said a new phase of infrastructure growth has begun in Manipur. He noted that women empowerment is a key pillar of India’s development and Atmanirbhar Bharat, a spirit visible in the state. The PM affirmed his government’s commitment to peace and stability, stressing that return to a normal life is the top priority. He urged Manipur to stay firmly on the path of peace and progress.

પ્રધાનમંત્રીએ નેપાલની વચગાળા સરકારના PM તરીકે પદભાર ગ્રહણ પર શ્રીમતી સુશીલા કાર્કીને શુભેચ્છા આપી

September 13th, 08:57 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​માનનીય શ્રીમતી સુશીલા કાર્કીને નેપાળની વચગાળાની સરકારના પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત નેપાળના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

પ્રધાનમંત્રીએ નેપાળમાં હાલના ઘટનાક્રમ અંગે સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી

September 09th, 10:29 pm

હિમાચલ પ્રદેશ અને પંજાબની સત્તાવાર મુલાકાતથી પરત ફરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નેપાળમાં હાલના ઘટનાક્રમ અંગે ચર્ચા કરવા માટે સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી. પ્રધાનમંત્રીએ હિંસા પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યુ, જેમાં ઘણા યુવાનોના જીવ ગયા છે. હૃદયપૂર્વકની અપીલમાં, તેમણે નેપાળના તમામ નાગરિકોને શાંતિ અને એકતાના મૂલ્યોને જાળવી રાખવા વિનંતી કરી હતી.

BIMSTEC સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નેપાળના પ્રધાનમંત્રીને મળ્યા

April 04th, 04:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બેંગકોકમાં 6ઠ્ઠા BIMSTEC સમિટ દરમિયાન નેપાળના પ્રધાનમંત્રી માનનીય શ્રી કે.પી. શર્મા ઓલીને મળ્યા.

વડાપ્રધાન ની થાઈલેન્ડ અને શ્રીલંકાની મુલાકાત: 03-06 એપ્રિલ, 2025

April 02nd, 02:00 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગકોકમાં છઠ્ઠા બિમસ્ટેક સમિટમાં ભાગ લેવા માટે થાઇલેન્ડ (૩-૪ એપ્રિલ, ૨૦૨૫) ની મુલાકાત લેશે. ત્યારબાદ, તેઓ રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકના આમંત્રણ પર શ્રીલંકાની રાજ્ય મુલાકાત (૪-૬ એપ્રિલ, ૨૦૨૫) પર જશે.

થાઇલેન્ડમાં “SAMVAD” કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

February 14th, 08:30 am

થાઈલેન્ડમાં “સંવાદ”ના આ સંસ્કરણમાં આપ સૌ સાથે જોડાવું મારા માટે સન્માનની વાત છે. ભારત, જાપાન અને થાઇલેન્ડની ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને મહાનુભાવો આ કાર્યક્રમને શક્ય બનાવવા માટે કામ કરી રહ્યા છે. હું તેમના પ્રયાસોની પ્રશંસા કરું છું અને બધા સહભાગીઓને શુભકામનાઓ પાઠવું છું.

થાઇલેન્ડમાં “SAMVAD” કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય

February 14th, 08:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડમાં આયોજિત “SAMVAD” કાર્યક્રમ દરમિયાન આજે વીડિયો સંદેશ મારફતે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે થાઇલેન્ડમાં 'સંવાદ'ની આવૃત્તિમાં જોડાવા બદલ સન્માનની લાગણી વ્યક્ત કરી હતી અને આ કાર્યક્રમને શક્ય બનાવવા બદલ ભારત, જાપાન અને થાઇલેન્ડની વિશિષ્ટ સંસ્થાઓ અને વ્યક્તિઓની પ્રશંસા કરી હતી. તેમણે તમામ સહભાગીઓને શુભેચ્છા પાઠવી હતી.