પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF)ના સ્થાપના દિવસ પર તેના બહાદુર કર્મચારીઓને વંદન કર્યા
January 19th, 09:30 am
રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના બહાદુર કર્મચારીઓની હિંમત, સમર્પણ અને નિઃસ્વાર્થ સેવાની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના સ્થાપના દિવસ પર તેમને અભિનંદન આપ્યા.નવી દિલ્હીમાં કૃષિ કાર્યક્રમમાં ખેડૂતો સાથે પ્રધાનમંત્રીના સંવાદનો મૂળપાઠ
October 12th, 06:45 pm
રામ-રામ! હું હરિયાણાના હિસાર જિલ્લાનો છું. મેં ચણાના વાવેતરથી ખેતી શરૂ કરી હતી. તો, પહેલા થોડું...પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રમાં ₹35,440 કરોડની બે મુખ્ય યોજનાઓના શુભારંભ પ્રસંગે કૃષિ કાર્યક્રમમાં ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો
October 12th, 06:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે કૃષિ કાર્યક્રમમાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. આ કાર્યક્રમ ખેડૂત કલ્યાણ, કૃષિ સ્વનિર્ભરતા અને ગ્રામીણ માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા પ્રત્યે પ્રધાનમંત્રીની સતત પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. જાહેર કાર્યક્રમમાં ભાગ લેતા પહેલા પ્રધાનમંત્રીએ ખેડૂતો સાથે વાતચીત કરી હતી. જ્યાં શ્રી મોદીએ કૃષિ ક્ષેત્રમાં રૂ. 35,440 કરોડના ખર્ચે બે મુખ્ય યોજનાઓ શરૂ કરી હતી. તેમણે રૂ.24,000 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરી હતી. તેમણે રૂ. 11,440 કરોડના ખર્ચે કઠોળમાં આત્મનિર્ભરતા મિશનનો પણ પ્રારંભ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કૃષિ, પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રોમાં રૂ. 5,450 કરોડથી વધુના મૂલ્યના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા, જ્યારે લગભગ રૂ. 815 કરોડના વધારાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો.પ્રધાનમંત્રીએ દહેરાદૂનની મુલાકાત લીધી અને ઉત્તરાખંડમાં પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠક યોજી
September 11th, 06:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 11 સપ્ટેમ્બર 2025ના રોજ દહેરાદૂનની મુલાકાત લીધી હતી અને ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર અને વરસાદથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠક યોજી પરિસ્થિતિ અને નુકસાનની સમીક્ષા કરી હતી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું
September 09th, 05:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9 સપ્ટેમ્બર 2025ના રોજ પંજાબની મુલાકાત લીધી હતી અને પંજાબના અસરગ્રસ્ત વિસ્તારોમાં વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ અને નુકસાનની સમીક્ષા કરી હતી.પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના પૂર અને વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યુ
September 09th, 03:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9 સપ્ટેમ્બર 2025ના રોજ હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી, જેથી પૂરની સ્થિતિ અને હિમાચલ પ્રદેશના અસરગ્રસ્ત વિસ્તારોમાં વાદળ ફાટવા, વરસાદ અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનની સમીક્ષા કરી શકાય.