ઇન્ડિયા સ્ટીલ 2025 કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 24th, 02:00 pm
વિશ્વના આધુનિક અર્થતંત્રોમાં સ્ટીલે કરોડરજ્જુ જેવી ભૂમિકા ભજવી છે. ભલે તે ગગનચુંબી ઇમારતો હોય કે શિપિંગ, હાઇવે હોય કે હાઇ-સ્પીડ રેલ, સ્માર્ટ સિટી હોય કે ઔદ્યોગિક કોરિડોર, દરેક સફળતાની વાર્તા પાછળ સ્ટીલ શક્તિ છે. આજે ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના સંકલ્પને પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સ્ટીલ ક્ષેત્રની ભૂમિકા પણ ઓછી નથી. અમને ગર્વ છે કે આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બન્યો છે. અમે રાષ્ટ્રીય સ્ટીલ નીતિ હેઠળ 2030 સુધીમાં 300 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આજે આપણો માથાદીઠ સ્ટીલનો વપરાશ લગભગ અઠ્ઠાણુ કિલોગ્રામ છે, અને તે પણ 2030 સુધીમાં વધીને એકસો સાઠ કિલોગ્રામ થવાની સંભાવના છે. સ્ટીલનો આ વધતો વપરાશ દેશના માળખાગત સુવિધાઓ અને અર્થતંત્ર માટે ગોલ્ડન સ્ટાન્ડર્ડ તરીકે કાર્ય કરે છે. આ દેશની દિશા અને સરકારની કાર્યક્ષમતા અને અસરકારકતાની પણ કસોટી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા સ્ટીલ 2025 કાર્યક્રમને સંબોધન કર્યું
April 24th, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે મુંબઈમાં ઇન્ડિયા સ્ટીલ 2025 કાર્યક્રમ દરમિયાન પોતાની ટિપ્પણી કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આગામી બે દિવસ દરમિયાન ચર્ચાવિચારણામાં ભારતનાં સનરાઇઝ સેક્ટર – સ્ટીલ ઉદ્યોગની સંભવિતતા અને તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે નોંધ્યું હતું કે, આ ક્ષેત્ર ભારતની પ્રગતિનો પાયો છે, વિકસિત ભારતનો પાયો મજબૂત કરે છે અને દેશમાં પરિવર્તનનો નવો અધ્યાય લખી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ઇન્ડિયા સ્ટીલ 2025માં દરેકનું સ્વાગત કર્યું હતું અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ઇવેન્ટ નવા વિચારો વહેંચવા, નવી ભાગીદારી કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે લોન્ચપેડ તરીકે કામ કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ સ્ટીલ ક્ષેત્રમાં નવા પ્રકરણ માટે પાયો નાખશે.સોશિયલ મીડિયા કોર્નર 4 મે 2017
May 04th, 08:43 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!રાષ્ટ્રીય પોલાદ નીતિ 2017ને મંજુરી આપતું કેબીનેટ
May 03rd, 08:16 pm
કેબિનેટે રાષ્ટ્રીય પોલાદ નીતિ 2017ને મંજુરી આપી છે જે સરકારની દુરંદેશીનું ધ્યાન રાખીને પોલાદ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. તે પ્રાદેશિક પોલાદની ખપત વધારવા માટે કાર્ય કરશે અને ઉચ્ચ કોટીના પોલાદનું નિર્માણ નિર્ધારિત કરીને તકનીકી રીતે અદ્યતન અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પોલાદ ઉદ્યોગનું નિર્માણ કરશે.